Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 9:5 - પવિત્ર બાઇબલ C.L.

5 સર્વસમર્થ ઈશ્વર પ્રભુનો સ્પર્શ થતાં જ પૃથ્વી પીગળી જાય છે. અને તેના રહેવાસીઓ શોક કરે છે. ધરતી આખી નાઇલ નદીનાં પાણીની જેમ ઊંચે ચડે છે અને નીચે પડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે પ્રભુ, સૈન્યોના ઈશ્વર યહોવા, તે એ છે કે જે ભૂમિને અડકે છે એટલે તે પીગળી જાય છે. ને તેના સર્વ રહેવાસીઓ શોક કરશે; અને તે તમામ નદીની જેમ ચઢી આવશે; અને મિસરની નદીની જેમ પાછું ઊતરી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કેમ કે પ્રભુ, સૈન્યોના ઈશ્વર કે જે ભૂમિને સ્પર્શ કરે છે અને તે ઓગળી જાય છે. અને તેમાં વસનારા સર્વ લોક શોક કરશે; તે તમામ નદીની પેઠે ચઢી આવશે, અને મિસરની નદીની જેમ પાછા ઊતરી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 યહોવા સૈન્યોનો દેવ અને સૈન્યોનો પ્રભુ છે. તેમનો સ્પર્શ થતાં જ પૃથ્વી ઓગળી જાય છે. અને તેમાં વસનારા સર્વ શોક કરે છે, તે પૃથ્વી ઊપર આવે છે અને પછી નાઇલ નદીની જેમ મંદ પડી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 9:5
17 Iomraidhean Croise  

તે પૃથ્વી પર કરડી નજર કરે ત્યારે તે કાંપી ઊઠે છે. તે પર્વતોને અડકે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે.


હે પ્રભુ, તમારાં આકાશોને ફાડીને નીચે ઊતરી આવો; પર્વતોને સ્પર્શો કે તેમનામાંથી ધૂમાડો નીકળે.


તેથી તમારા પ્રત્યેક ભક્તે પોતાનાં પાપનું ભાન થતાં જ પ્રાર્થના કરવી જોઈએ; પછી તો ઘોડાપૂર ધસી આવે તો પણ તે તેને પહોંચશે નહિ.


રાષ્ટ્રો ભયભીત થાય છે, રાજ્યો ડગમગી જાય છે; ઈશ્વર ગર્જના કરે છે અને પૃથ્વી પીગળી જાય છે.


સમસ્ત પૃથ્વીના સ્વામી પ્રભુની સંમુખ પર્વતો ય મીણની જેમ પીગળી જાય છે.


તમે આકાશો ફાડીને નીચે ઊતરી આવો તો કેવું સારું! કારણ, ત્યારે તો તમારા ઊતરવાથી પર્વતો કંપી ઊઠશે.


ક્યાં સુધી અમારો દેશ સૂકોભઠ રહેતાં ગમગીન રહેશે, અને બધાં ખેતરોનું ઘાસ ચીમળાઈ જશે? પ્રાણીઓ અને પક્ષીઓ નષ્ટ થઈ રહ્યાં છે, કારણ, આ દેશના લોકો દુષ્ટ છે. તેઓ કહે છે કે, ‘અમે શું કરીએ છીએ એ ઈશ્વર ક્યાં જુએ છે?’


તેથી જમીન સુકાઈ જશે અને તેની પરના બધા જીવ મરણ પામશે. બધાં જ પ્રાણીઓ અને પક્ષીઓ, અરે, સમુદ્રનાં માછલાંય મરણ પામશે.”


તેથી પૃથ્વી કાંપશે અને દેશના સૌ કોઈ કફોડી સ્થિતિમાં મુકાઈ જશે. આખો દેશ ધ્રૂજી ઊઠશે અને નાઇલના પૂરની જેમ ઊંચો નીચો થઈ જશે.


પ્રભુની સમક્ષ પર્વતો ધ્રૂજે છે; તેમની સમક્ષ ટેકરીઓ પીગળી જાય છે. પ્રભુ પ્રગટ થાય છે ત્યારે પૃથ્વી કાંપે છે, અને દુનિયા તથા તેના લોકો ધ્રૂજે છે.


તે રોષે ભરાય ત્યારે કોણ બચી શકે? તે પોતાનો જ્વાળામય રોષ ઠાલવે છે, તેમની સમક્ષ ખડકોના ચૂરેચૂરા બોલી જાય છે.


તમને જોઈને પર્વતો કંપ્યા, આકાશમાંથી મુશળધાર વરસાદ વરસ્યો; ભૂગર્ભમાં પાણી ગર્જ્યાં અને તેમના ફૂવારા ઊંચે ઊછળ્યા.


પુષ્કળ વરસાદ વરસ્યો, નદીઓમાં પૂર આવ્યાં અને તે ઘર પર જોરશોરથી પવનના સપાટા લાગ્યા અને તે પડી ગયું. આ પતન કેવું ભયંકર હતું!


પછી મેં સફેદ રાજ્યાસન જોયું અને તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયાં અને તેમનું નામનિશાન રહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan