Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 9:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ‘અમારા પર તો કંઈ આપત્તિ અચાનક આવી પડવાની નથી.’ એવું કહેનારા મારા લોકમાંના દુષ્ટો લડાઈમાં માર્યા જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મારા લોકમાંના જે પાપીઓ કહે છે, ‘અમને આપત્તિ કદી પકડી પાડશે નહિ એમ અમારી સામી પણ આવશે નહિ, ’ તેઓ સર્વ તરવારથી માર્યા જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મારા લોકોમાંના જે પાપીઓ એવું કહે છે કે, અમને કોઈ આફત આવશે નહી કે અમારી સામે પણ આવશે નહી તેઓ સર્વ તલવારથી નાશ પામશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 “પણ મારા લોકોમાંના બધા પાપીઓ, જેઓ એમ કહે છે કે, ‘અમને કોઇ આફત સ્પશીર્ શકે એમ નથી કે અમારી સામે આવી શકે એમ નથી.’ તેઓ તરવારથી નાશ પામશે.”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 9:10
24 Iomraidhean Croise  

દુષ્ટ પોતાના મનમાં વિચારે છે કે ઈશ્વરને કંઈ પડી નથી; ઈશ્વરે પોતાનું મુખ સંતાડયું છે; તે કદી મને જોશે નહિ!


દુષ્કર્મ માટે વ્યક્તિને જલદી શિક્ષા થતી નથી. તેથી મનુષ્યોનું હૃદય દુષ્કર્મો કરવામાં ચોંટેલું રહે છે.


સિયોનમાં પાપીઓ ધ્રૂજી ઊઠયા છે. દુષ્ટોને કંપારી છૂટી છે. તેઓ કહે છે: “આપણામાંથી કોણ ભસ્મ કરી નાખનાર અગ્નિ સાથે અને સદા બળતી આગ સાથે વસી શકે?”


તમે કહો છો, “પ્રભુએ જે કરવા ધાર્યું હોય તે જલદી કરે, જેથી અમે તે જોઈએ; ઇઝરાયલના પરમપવિત્ર ઈશ્વર તેમની યોજના પાર પાડે, જેથી અમે તેમનું મન જાણીએ.”


એ દારૂડિયા કહે છે, “ચાલો, દ્રાક્ષાસવ લાવીએ અને દારૂ ઢીંચીએ. આવતી કાલ પણ આજના જ જેવી, બલ્કે એથીય વધારે આનંદની થશે.”


પછી લોકોએ કહ્યું, “ચાલો, યર્મિયા વિરુદ્ધ ઘાટ ઘડીએ કેમ કે યજ્ઞકાર પાસેથી શિક્ષણ, જ્ઞાનીઓ પાસેથી સલાહ અને સંદેશવાહકો પાસેથી પ્રભુનો સંદેશ ખૂટવાંનાં નથી. ચાલો, તેના પર આરોપ મૂકીએ, અને તેના બોલવા પ્રત્યે કંઈ ધ્યાન ન આપીએ.”


મારી અવગણના કરનારાઓને તેઓ કહે છે, ‘પ્રભુ કહે છે કે તમે સુખશાંતિમાં રહેશો’ અને પોતાના કઠણ દયના દુરાગ્રહને અનુસરનારને તેઓ કહે છે, ‘તમારા પર કોઈ આફત આવવાની નથી.’


તેથી હું પ્રભુ તેને વિષે આ પ્રમાણે કહું છું: હું શમાયાને અને તેનાં સંતાનોને સજા કરીશ. તેના વંશમાં કોઈ વ્યક્તિ આ પ્રજામાં બચશે નહિ અને હું મારા લોકને જે સુખશાંતિના દિવસો આપીશ તે જોવા તે જીવતો રહેશે નહિ; કારણ, તેણે મારા લોકને મારી વિરુદ્ધ બંડ કરવા ઉશ્કેર્યા છે. હું પ્રભુ આ બોલું છું.”


હું તમારામાંથી બંડખોરોને અને અપરાધીઓને દૂર કરીશ; અત્યારે તેઓ જ્યાં રહે છે તે દેશોમાંથી તો હું તેમને બહાર કાઢી લાવીશ, પણ તેમને ઇઝરાયલના દેશમાં પ્રવેશવા દઇશ નહિ, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”


ઓ સિયોનમાં એશઆરામ ભોગવનારા અને સમરૂનના પર્વત પર નિર્ભયપણે રહેનારાઓ, તમે તો મહાન ઇઝરાયલી પ્રજાના અગ્રગણ્ય આગેવાનો છો અને લોકો તમારી પાસે મદદ માટે આવે છે, પણ તમારી કેવી દુર્દશા થશે!


ભારે આપત્તિનો દિવસ આવી રહ્યો છે. તે સ્વીકારવા તમે તૈયાર નથી, પરંતુ તમારાં કાર્યો જ તે દિવસને વધુ નજીક લાવી રહ્યાં છે.


ઇઝરાયલના આ દુષ્ટ રાજ્યને હું જોતો આવ્યો છું અને હું તેને પૃથ્વીના પટ પરથી નષ્ટ કરીશ. તોપણ હું યાકોબના બધા જ વંશજોનો નાશ કરીશ નહિ.


શહેરના અધિકારીઓ લાંચ માટે વહીવટ કરે છે અને યજ્ઞકારો પગાર લઈને મોશેનો નિયમ સમજાવે છે. સંદેશવાહકો પૈસા લઈને સંદર્શનો જણાવે છે, ને પાછા એવો દાવો કરે છે કે, “પ્રભુ આપણી સાથે છે, આપણા પર કંઈ વિપત્તિ આવી પડવાની નથી.”


મારા સેવકો એટલે સંદેશવાહકો દ્વારા મેં તમારા પૂર્વજોને આજ્ઞાઓ અને ચેતવણીઓ આપી, પણ તેમણે તેમનો અનાદર કર્યો અને તેનાં માઠાં પરિણામ ભોગવ્યાં. પછી તેમણે પશ્ર્વાત્તાપ કર્યો અને એકરાર કર્યો કે મેં સર્વસમર્થ પ્રભુએ તેમને યથાયોગ્ય અને નિયત શિક્ષા કરી હતી.”


એવું સર્વસમર્થ પ્રભુને બતાવવાનો શો અર્થ છે? અમે જોઈએ છીએ તેમ ગર્વિષ્ઠો જ સુખાનંદમાં હોય છે. માત્ર દુષ્ટોની જ આબાદી થાય છે, પોતાનાં દુષ્કૃત્યોથી તેઓ ઈશ્વરની ધીરજની ક્સોટી કરે છે, અને છતાં તેઓ છટકી જાય છે!”


સર્વસમર્થ પ્રભુ કહે છે, “એવો દિવસ આવે છે જ્યારે સર્વ ગર્વિષ્ઠ અને દુષ્ટ લોકો ખૂંપરાની જેમ બળી જશે. તે દિવસે તેઓ બળીને ખાખ થઈ જશે અને તેમનું નામનિશાન રહેશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan