Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 9:1 - પવિત્ર બાઇબલ C.L.

1 મેં પ્રભુને વેદીની પાસે ઊભેલા જોયા. તેમણે આજ્ઞા આપી: “મંદિરના સ્તંભોના મથાળા પર એવો મારો ચલાવો કે તેમના પાયા હચમચી જાય. લોકોના માથા પર તૂટી પડે એ રીતે તેમના ચૂરેચૂરા કરી દો. એમાંથી બચી જાય એવા લોકોનો હું યુદ્ધમાં સંહાર કરી નાખીશ. ત્યારે કોઈ છટકી જશે નહિ કે બચી જશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 મેં પ્રભુને વેદીની પાસે ઊભેલા જોયા. તેમણે કહ્યું, “સ્તંભોનાં મથાળાં પર એવો મારો ચલાવો કે છાપરું હાલી જાય. અને તે સર્વ લોકોના માથા પર પડીને તમના ભાંગીને ચૂરેચૂરા કરો. અને તેઓમાં જે બાકી રહેશે તેઓનો હું તરવારથી સંહાર કરીશ. તેઓમાંનો એક પણ નાસી જવા પામશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મેં પ્રભુને વેદી પાસે ઊભેલા જોયા, તેમણે કહ્યું કે,’ બુરજોની ટોચ પર એવો મારો ચલાવો કે ઉંબરા હાલી જાય. અને તે સર્વ લોકનાં માથા પર પડીને તેઓના ચૂરેચૂરા કરો, તેઓનાંમાંથી જે બાકી રહ્યા હશે, તેઓનો હું તલવારથી નાશ કરીશ. તેઓમાંનો એકપણ નાસી જવા પામશે નહિ, અને કોઈ છટકી જવા પામશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 મેં યહોવાને વેદી પાસે ઊભેલા જોયા, તેઓ બોલ્યા, “બુરજોની ટોચ પર એવો મારો ચલાવો કે મંદિર હલી ઊઠે અને તેના થાંભલાઓ તૂટી પડે અને સાથે તેની છત નીચે બેઠેલા લોકો પર તૂટી પડે. તેમનામાંથી જે બાકી રહ્યા હશે તેમને હું તરવારથી પૂરા કરીશ. કોઇ તેમાંથી છટકી જવા પામશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 9:1
28 Iomraidhean Croise  

વળી, મિખાયાએ કહ્યું, “તો હવે પ્રભુનો સંદેશ સાંભળો! મેં પ્રભુને આકાશમાં તેમના રાજ્યાસન પર બેઠેલા જોયા; તેમને બન્‍ને હાથે દૂતોનું સૈન્ય તેમની સેવામાં ઊભું હતું.


સાચે જ, ઈશ્વર પોતાના શત્રુઓનાં માથાં અને પાપમાં રચ્યાપચ્યા રહેનારાની જુલ્ફાંવાળી ખોપરીઓ ભાંગી નાખશે.


પ્રભુ કહે છે, “હું તમારા દુશ્મનોને બાશાનમાંથી પાછા લાવીશ; હું તેમને સમુદ્રના ઊંડાણોમાંથી કાઢી લાવીશ;


એને બદલે તમે કહ્યું, “ના, ના, અમે તો ઘોડા પર બેસી ભાગી જઈશું.” તેથી તમારે ભાગી જવાનું જ થશે. વળી, તમે કહ્યું, “અમે જલદ ઘોડા પર સવારી કરી નાસી જઈશું.” તેથી તમારો પીછો કરનારાઓની ઝડપ તેથી ય વિશેષ હશે.


ઉઝિયા રાજાનું મરણ થયું તે વર્ષે મને પ્રભુનું દર્શન થયું. તે ઉચ્ચ અને ઉન્‍નત રાજ્યાસન પર બિરાજેલા હતા અને તેમના ઝભ્ભાની ઝાલરથી આખું મંદિર ભરાઈ ગયું હતું.


તેથી હું પ્રભુ પોતે તેમને જણાવું છું કે, હું તેમના પર આપત્તિ લાવીશ અને તેઓ તેમાંથી બચી શકશે નહિ, તેઓ મને મદદ માટે પોકાર કરશે, પણ હું તેમનું સાંભળીશ નહિ.


“જો તમે ખરેખર ઇજિપ્ત જવાનો નિર્ધાર કર્યો હોય અને જો ત્યાં જઈને સ્થાયી થાઓ, તો તમે યુદ્ધની બીક રાખો છો, પણ તે તમારો પીછો કરશે, તમે દુકાળથી ભયભીત થાઓ છો, પણ તે તમારી પાછળ છેક ઇજિપ્ત સુધી આવશે અને તમે બધા ત્યાં ભૂખે માર્યા જશો.


જે ભયથી નાસી છૂટવા પ્રયત્ન કરશે તે ખાડામાં પડશે અને જે ખાડામાંથી બહાર નીકળી આવશે તે ફાંદામાં ફસાઈ જશે. કારણ, મોઆબના પતનના ઠરાવેલા સમયે હું આ બધું તેના પર લાવીશ. હું પ્રભુ આ બોલું છું.


એ ઝળહળાટમાં ચોમાસામાં દેખાતા મેઘધનુષ્યના સર્વ રંગો દેખાતા હતા. એ તો પ્રભુના ગૌરવના જેવો દેખાવ હતો. એ જોતાં જ હું નમી પડયો અને મને કોઈના બોલવાનો અવાજ સંભળાયો.


ઈશ્વરનું ગૌરવ કરુબો પરથી ઊપડીને મંદિરનાં ઉંબરા પર ગયું; ત્યારે મંદિર વાદળથી ભરાઇ ગયું અને ચોકમાં પ્રભુના ગૌરવનો ઉજ્જવળ પ્રકાશ વ્યાપી ગયો.


હું તેમનાંથી વિરુદ્ધ થઇ જઇશ અને તેઓ એક આગમાંથી બચી ગયા છે, પણ આગ જ તેમને ભસ્મ કરી નાખશે. હું તેમની વિરુદ્ધ થઇ જઇશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


તેથી તે જ ક્ષણે છ માણસો મંદિરની ઉત્તરે આવેલા ઉપલા દરવાજે થઈને પોતપોતાનું સંહારક શસ્ત્ર લઈને આવ્યા. અળસીરેસાનાં શ્વેત વસ્ત્રો પહેરેલો એક માણસ તેમની સાથે ઊભો હતો. તેની કમરે લહિયાનું શાહી ભરેલું શિંગ લટકાવેલું હતું. તેઓ આવીને તાંબાની યજ્ઞવેદી પાસે ઊભા રહ્યા.


કારણ, જે દિવસે હું ઇઝરાયલના લોકોને તેમનાં પાપની સજા કરીશ તે દિવસે જ હું બેથેલની વેદીઓ તોડી પાડીશ. પ્રત્યેક વેદીનાં શિંગો તોડી નાખવામાં આવશે અને વેદીને જમીનદોસ્ત કરી દેવાશે.


તો હવે તારે માટે પ્રભુ તરફથી જે સંદેશો છે તે સાંભળ. ‘તારી પત્ની શહેરમાં વેશ્યા બનશે અને તારાં પુત્રપુત્રીઓ લડાઈમાં માર્યાં જશે. તારી જમીનના ભાગ પાડી દઈ બીજાઓને વહેંચી દેવામાં આવશે, અને તું અશુદ્ધ એવા વિધર્મી દેશમાં મૃત્યુ પામશે, અને ઇઝરાયલના લોકોને નિશ્ર્વે પોતાના દેશમાંથી બીજે દેશ ગુલામ તરીકે લઈ જવામાં આવશે.”


ઇસ્હાકના વંશજોનાં ભક્તિનાં ઉચ્ચસ્થાનોનો નાશ થશે અને ઇઝરાયલનાં પવિત્રધામો ખંડિયેર બની જશે. યરોબઆમના રાજવંશનો હું તલવારની ધારે અંત લાવીશ.”


તમારા લોકોને ઉગારવા અને તમારા અભિષિક્ત રાજાને બચાવવા તમે બહાર નીકળી આવો છો. (સેલાહ) તમે દુષ્ટોના અધિપતિને મહાત કર્યો છે અને તેના સાથીદારોનો સંપૂર્ણ સંહાર કર્યો છે.


“એ સમયે હું દીવો લઈને યરુશાલેમમાં શોધી વળીશ, અને પ્રભુ તો ભલું નહિ કરે, તેમ ભૂંડું યે નહિ એવું મનમાં કહેનારા સંતુષ્ટ અને આત્મવિશ્વાસ ધરાવનાર લોકોને હું શિક્ષા કરીશ.


તે ઘેટાંબકરાંનાં ટોળાં, અન્ય ઢોરઢાંક અને સર્વ પ્રકારનાં પ્રાણીઓને પડી રહેવાનું સ્થાન બની જશે. તેનાં ખંડિયેરમાં ધુવડો રહેશે અને બારીઓમાંથી ધુઘવાટા કરશે. પ્રવેશદ્વારનાં પગથિયાં પર કાગડાઓ કાગારોળ કરશે. તેની ઇમારતો પરનું ગંધતરુનું લાકડું ઊખેડી લેવાશે.


કોઈએ ઈશ્વરને કદી જોયા નથી. પુત્ર જે ઈશ્વર છે અને જે ઈશ્વરપિતાની અત્યંત નિકટ છે, માત્ર તેમણે જ ઈશ્વરને પ્રગટ કર્યા છે.


યોહાને આ પ્રમાણે સાક્ષી આપી, “મેં આત્માને કબૂતરની જેમ આકાશમાંથી ઊતરતો અને તેમના પર સ્થિર થતો જોયો.


હે માનવંત રાજા, મયાહ્ને રસ્તામાં જ મેં અને મારી સાથે મુસાફરી કરતા માણસોએ મારી આસપાસ આકાશમાંથી સૂર્યના પ્રકાશના કરતાં પણ વિશેષ તેજસ્વી પ્રકાશ જોયો.


યહોશુઆએ કહ્યું, “ગુફાના પ્રવેશદ્વાર આગળ મોટા પથ્થર ગબડાવીને મૂકો અને તે પર ચોકીપહેરો મૂકો; પણ તમે બધા ત્યાં જ રોકાઈ રહેશો નહિ.


તેમને જોઈને હું તેમનાં ચરણોમાં મરેલા જેવો થઈને ઢળી પડયો. પરંતુ તેમણે તેમનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, હું જ પ્રથમ તથા છેલ્લો છું. હું જીવંત છું.


સોનાનું ધૂપપાત્ર લઈને એક બીજો દૂત આવ્યો અને વેદી આગળ ઊભો રહ્યો. ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓમાં ઉમેરો કરવા માટે તેને ખૂબ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું હતું. તે ધૂપદ્રવ્ય રાજ્યાસનની સામેની સુવર્ણ વેદી પર ચઢાવવાનું હતું.


Lean sinn:

Sanasan


Sanasan