Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 8:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તમે કહો છો, “ક્યારે ચાંદ્રમાસનો પ્રથમ દિવસ વીતે કે અમે અનાજ વેચીએ અને ક્યારે સાબ્બાથદિન પૂરો થાય કે અમે ઘઉં વેચવા કાઢીએ? ત્યારે તો અમે ચાંદીનાણાં શેકેલમાં ભાવ ચડાવી દઈશું, માપ માટેનો એફાહ નાનો કરીશું અને ત્રાજવાનો કાંટો ખોટો ગોઠવીને ગ્રાહકોને છેતરીશું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 “ચંદ્રદર્શન ક્યારે વીતે કે અમે અનાજ વેચીએ? અને સાબ્બાથ [ક્યારે ઊતરે] કે અમે ઘઉં ખુલ્લા મૂકીએ? અને એફાહ નાનો રાખીને ને શેકેલ મોટો રાખીને, ને ખોટાં ત્રાજવાંકાટલાંથી ઠગાઈ કરીને,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓ કહે છે કે, ક્યારે ચંદ્રદર્શન પૂરું થાય, અને અમે અનાજ વેચીએ? અને વિશ્રામવાર ક્યારે ઊતરે કે અમે ઘઉં ખુલ્લાં મૂકીએ? અને એફાહ નાનો રાખી, અને શેકેલ મોટો રાખીને, તેને ખોટાં ત્રાજવાં, અને કાટલાંથી છેતરપિંડી કરીએ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તમે સાબ્બાથદિન તથા ધામિર્ક ઉત્સવોના દિવસો પૂરા થવાની રાહ જુઓ છો, જેથી બહાર જઇને તમે અનાજ વેચી શકો અને તમારાં ખોટાં ત્રાજવાં અને વજનીયાનો ઉપયોગ કરી છેતરપિંડી કરી શકો;

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 8:5
24 Iomraidhean Croise  

તેના પતિએ પૂછયું, “તેમની પાસે આજે જવાની શી જરૂર છે. આજે તો ચાંદ્રમાસના પ્રથમ દિવસનું પર્વ કે સાબ્બાથ પણ નથી.” તેણે કહ્યું, “કંઈ વાંધો નહિ.”


પ્રભુ ખોટાં ત્રાજવાં વાપરનારને ધિક્કારે છે, પણ સાચાં વજનિયાં વાપરનારથી તે પ્રસન્‍ન થાય છે.


ત્રાજવાં, તેનો કાંટો અને વજનિયાં અદલ હોય અને પ્રત્યેક વ્યવહાર પ્રામાણિક્તાથી થાય એમ પ્રભુ ઇચ્છે છે.


પ્રભુ ખોટાં વજનિયાં વાપરનારને ધિક્કારે છે, અને ત્રાજવાનો કાંટો સમતોલ નહિ રાખનાર નીતિભ્રષ્ટ છે.


તમારાં નકામાં અર્પણો લાવશો નહિ. તમારા ધૂપની વાસ હું ધિક્કારું છું. તમારાં ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વ, સાબ્બાથ અને ધાર્મિક સંમેલનો હું સહન કરી શક્તો નથી. કારણ, તમારાં પાપને લીધે તે બધાં ભ્રષ્ટ થઈ ગયાં છે.


પ્રભુ કહે છે, “જો તું સાબ્બાથનો ભંગ થાય તેવું કોઈ પગલું ન ભરે, મારા એ પવિત્ર દિવસે તારું પોતાનું કામક્જ બંધ રાખે, જો તું સાબ્બાથને આનંદદાયક અને મારા પવિત્ર દિવસ તરીકે માનપાત્ર ગણે, જો તું તે દિવસે મુસાફરી, ધંધોરોજગાર અને નિરર્થક વાતો નહિ કરતાં તેને માન આપીશ,


પ્રભુ કહે છે, “ઇઝરાયલના લોકો કનાનીઓ જેટલા જ અપ્રામાણિક છે. તેઓ પોતાના ગ્રાહકોને ખોટાં ત્રાજવાં રાખી છેતરે છે.


તેઓ કહે છે, ‘અમે ધનવાન થઈ ગયા છીએ; અમે સંપત્તિ પ્રાપ્ત કરી છે. અમારી પાસે અપ્રામાણિક કમાણીનો એક પૈસોય નથી.’


“તમારે સાચાં ત્રાજવાં, સાચાં વજન અને સાચાં માપ વાપરવાં. હું પ્રભુ, તમારો ઈશ્વર છું. મેં તમને ઈજિપ્તમાંથી મુક્ત કર્યા છે.


મેં પૂછયું, “એ શું છે?” તેણે જવાબ આપ્યો, “એ તો એક ટોપલો છે. અને તે તો સમગ્ર દેશનાં પાપનું સૂચન કરે છે.”


દૂતે કહ્યું, “આ સ્ત્રી તો દુષ્ટતાનું પ્રતીક છે.” પછી તેણે તેને પાછી ટોપલામાં દબાવી દઈ ઢાંકણથી પાછી ઢાંકી દીધી.


તમે કહો છો, ‘અમે તો આ બધાથી કંટાળી ગયા છીએ!’ અને તમે મારી સામે છણકો કરો છો. મને બલિદાન તરીકે અર્પણ કરવા માટે તમે ચોરેલું પ્રાણી અથવા અપંગ કે બીમાર પ્રાણી લાવો છો. તમે એમ માનો છો કે હું તે તમારી પાસેથી સ્વીકારીશ?


આનંદોત્સવના પ્રસંગોએ અને બીજાં નિયત ધાર્મિક પર્વોના સમયે તથા દર મહિનાના પ્રથમ દિવસે, તેમજ દહનબલિ અને સંગતબલિ ચડાવતાં પહેલાં તમે રણશિંગડાં વગાડો; એટલે તમને સહાય કરવાને હું તમારું સ્મરણ કરીશ. હું તમારો ઈશ્વર પ્રભુ છું.”


આથી તમારા ખાવાપીવા સંબંધી કે પવિત્ર દિવસોની બાબતમાં, ચાંદ્રમાસના પ્રથમ દિનનું પર્વ કે સાબ્બાથ સંબંધી કોઈની ટીકાઓ લક્ષમાં ન લો.


દાવિદે જવાબ આપ્યો, “આવતીકાલે ચાંદ્રમાસના પ્રથમ દિવસનો ઉત્સવ છે અને મારે રાજા સાથે જમવું પડે તેમ છે, પણ તું મને પરમદિવસ સાંજ સુધી ખેતરમાં સંતાઈ રહેવાની રજા આપ.


Lean sinn:

Sanasan


Sanasan