Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 8:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તે દિવસે સુંદર યુવતીઓ અને સશક્ત યુવાનો તરસથી મૂર્છા પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તે દિવસે સુંદર કુમારિકાઓ તથા જુવાનો તૃષાથી મૂર્છા પામશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તે દિવસે સુંદર કન્યાઓ અને યુવાન માણસો તૃષાથી બેભાન થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તે દિવસે રૂપવતી અક્ષતા કન્યાઓ અને યુવાન માણસો તરસને કારણે બેભાન થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 8:13
13 Iomraidhean Croise  

હે ઈશ્વર, તમે જ મારા ઈશ્વર છો; હું આતુરતાથી તમારી ઝંખના સેવું છું. મારો પ્રાણ તમારે માટે તલસે છે, સૂકી, તાપે તપેલી તથા જલહીન ભૂમિ જેમ પાણી માટે તરસે, તેમ મારું હૃદય તમારે માટે તલપે છે.


તરુણ વયના કદાચ થાકીને લોથ થઈ જાય અને ભરજુવાનીમાં આવેલા ઠોકર ખાઈને પડી જાય,


તેથી પ્રભુ તેમના જુવાનોને જીવતા જવા દેશે નહિ અને તે કોઈ વિધવા કે અનાથ પર દયા દાખવશે નહિ. કારણ, બધા જ લોકો અધર્મી અને દુષ્ટ છે. એકેએક જણ ભૂંડું બોલે છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી સજા કરવાને ઉગામેલો છે.


હે દીબોન નગરમાં વસનારા લોકો, ગૌરવના સ્થાનેથી નીચે ઊતરો અને સૂકીભઠ ભૂમિ પર બેસો, કારણ, મોઆબનો વિનાશક તમારા પર ચઢી આવ્યો છે અને તેણે તમારા કિલ્લાઓને તોડી પાડયા છે.


“પ્રભુ ન્યાયી છે. કારણ, હું તેમને આધીન થઈ નથી. હે સર્વ લોકો, મારું સાંભળો. મારા દુ:ખમાં મને નિહાળો. મારાં યુવાન - યુવતીઓ બંદીવાસમાં લઈ જવાયાં છે.


યરુશાલેમના વૃદ્ધો જમીન પર મૂંગે મોંએ બેઠા છે. તેમણે પોતાના માથા પર ધૂળ નાખી છે અને શરીર પર તાટ વીંટાળ્યું છે. યુવતીઓએ પોતાનાં માથાં જમીન સુધી ઢાળી દીધાં છે.


યુવાન કે વૃદ્ધ, સૌ કોઈ શેરીઓમાં રસ્તા પર મરણ પામેલાં પડયાં છે. દુશ્મને તલવારની ધારે યુવાનો અને યુવતીઓનો સંહાર કર્યો છે. તમારા કોપના દિવસે તમે તેમની નિર્દય ક્તલ થવા દીધી છે.


નહિ તો હું તેને નિર્વસ્ત્ર કરી દઈશ અને તે તેના જન્મ દિવસે હતી તેવી નગ્ન કરી દઈશ. હું તેને સૂકી અને વેરાન ભૂમિ જેવી કરી દઈશ અને તેને તરસે મારી નાખીશ.


તેમની જનેતા નિર્લજજ વેશ્યા છે. તેણે પોતે જ કહ્યું, ‘હું તો મને ખોરાક, પાણી, ઊન અને અળસીરેસાનાં વસ્ત્રો, ઓલિવ તેલ અને દ્રાક્ષાસવ પૂરાં પાડનાર મારા આશકોની પાછળ જઈશ.’


તેઓ કેવા ચિત્તાકર્ષક અને સુંદર બનશે! ધાન્ય યુવાનોને અને નવો દ્રાક્ષાસવ યુવતીઓને અલમસ્ત બનાવશે.


ઘરબહાર તલવાર તેમનો સંહાર કરશે અને તેઓ આંતકથી ઘરમાં ફફડી મરશે. યુવાનો અને યુવતીઓ મૃત્યુ પામશે. શિશુઓ અને વૃધો પણ માર્યા જશે.


Lean sinn:

Sanasan


Sanasan