Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 8:10 - પવિત્ર બાઇબલ C.L.

10 વળી, હું તમારા ઉત્સવોને અંતિમવિધિમાં ફેરવી નાખીશ અને તમારાં આનંદનાં ગીતોને વિલાપગીતોમાં પલટી નાખીશ. તમારે માંથુ મુંડાવી નાખવું પડે અને કંતાનનાં વસ્ત્રો ધારણ કરવાં પડે એવું હું કરી દઈશ, અને પોતાના એકનાએક પુત્રના વિયોગથી શોક કરતા હોય તેવા માબાપના જેવા તમે બની જશો. એ દિવસ આખો નર્યા દુ:ખનો હશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 “વળી હું તમારા ઉત્સવોને શોકરૂપ, ને તમારાં સર્વ ગીતોને મરસિયારૂપ કરી નાખીશ, હું સર્વ કમરો પર ટાટ વીંટળાવીશ, ને દરેકનું માથું મુંડાવીશ. હું એકનાએક પુત્રને માટે શોક કરવા જેવો પ્રસંગ લાવીશ, અને તેનું છેવટ કલેશમય દિવસ જેવું કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 વળી, તમારા ઉત્સવોને હું વિલાપમાં ફેરવી નાખીશ અને તમારાં ગીતોને વિલાપમાં ફેરવી દઈશ, હું તમારા સર્વનાં શરીરો પર ટાટ વીંટળાવીશ અને સર્વના માથાના વાળ મૂંડાવીશ. હું એકનાએક પુત્રના માટે શોક કરવાનો દિવસ લાવીશ, તે દિવસનો અંત અતિશય દુ:ખદ હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તમારા ઉત્સવોને હું શોકમાં ફેરવી નાખીશ અને તમારાં ગીતોને આક્રંદમાં ફેરવી દઇશ. તમારો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો હોય તેમ તમે ટાટ પહેરશો અને શોકની નિશાની તરીકે માથાના વાળ મુંડાવશો; તે દિવસનો અંત અતિશય દુ:ખદ હશે.”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 8:10
30 Iomraidhean Croise  

અને તીર ફેંકી શકાય તેટલે દૂર જઈને તે પોતાનું મોં ફેરવીને બેઠી અને બોલી, “મારે છોકરાને મરતો જોવો નથી.” પછી તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.


તેને પોતાનું પેટ પૂરેપૂરું ભરવા દો; કારણ, ઈશ્વર તેના પર પોતાનો ભયાનક ક્રોધાગ્નિ મોકલશે, અને તેના પર પોતાનો કોપ વરસાવશે.


એ દિવસ અંધકાર, ઘોર અંધકારથી છવાયેલો, વાદળથી ઘેરાયેલો અને સૂર્યગ્રહણથી ગમગીન બની રહો.


મારી વીણા શોકના સૂરો અને મારી વાંસળી વિલાપના સ્વરો રેલાવે છે.


ત્યારે સુગંધને બદલે દુર્ગંધ હશે; મુલાયમ કમરપટ્ટાને બદલે દોરડું હશે; ગૂંથેલા કેશને બદલે ટાલ હશે; કીમતી વસ્ત્રોને બદલે ચીંથરાં હશે અને સૌંદર્યને બદલે કલંક હશે!


તારી પોતાની દુષ્ટતા તને સજા કરશે અને તારી બેવફાઈનાં કામો જ તારો હિસાબ લેશે; મારો, એટલે તારા ઈશ્વર પ્રભુનો ત્યાગ કરવો અને મારા પ્રત્યેની નિષ્ઠા તોડવી એ કેવું દુષ્કર અને ભૂંડું છે એની તને ખબર પડશે. હું સેનાધિપતિ પ્રભુ એ બોલું છું.”


બધાએ શોક પ્રદર્શિત કરવા માથું મુંડાવ્યું છે અને દાઢી કપાવી છે, હાથો પર ઘા કરેલા છે અને કમરે કંતાન બાંધ્યું છે.


પ્રભુ પોતાના લોકોને કહે છે, “હે મારાં સંતાનો, શોક પ્રદર્શિત કરવા તાટ પહેરીને રાખમાં આળોટો; જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે વિલાપ કરે, તેમ હૈયાફાટ રુદન કરો; કારણ, તમારો વિનાશક ઓચિંતો ત્રાટકશે.


અમારા જીવનમાંથી આનંદ ખલાસ થઈ ગયો છે; અમારાં નાચગાનને સ્થાને રડારોડ છે.


તેઓ શોકનાં વસ્ત્રો પહેરશે ને તેમનામાં આતંક છવાઈ જશે. સૌના ચહેરા પર શરમ અને માથે મુંડન હશે.


“હે મનુષ્યપુત્ર, પ્રભુ પરમેશ્વર ઇઝરાયલ દેશને કહે છે કે, અંત નજીક છે, આખા દેશનો અંત આવી પહોંચ્યો છે.


હું તેનાં બધાં પર્વો એટલે તેના ઉત્સવો, ચાંદ્રમાસના પ્રથમ દિવસો, સાબ્બાથો અને નિયત થયેલ સર્વ ધાર્મિક સંમેલનોનો અંત આણીશ.


મને ભૂલી જઈને તે બઆલની આગળ ધૂપ બાળતી હતી અને નાકની વાળી તથા આભૂષણો પહેરીને આશકોની પાછળ પાછળ ભટક્તી હતી તે દિવસોને માટે હું તેને સજા કરીશ.” પ્રભુ પોતે એમ કહે છે.


પોતાના ભાવિ પતિના મરણને લીધે શોક્તુર એવી કન્યાની જેમ હે લોકો, તમે પોક મૂકીને રડો.


“જો કોઈના માથાના આગળ કે પાછળના ભાગના વાળ ખરી પડે તો તેથી તે અશુદ્ધ ન ગણાય.


પ્રભુ કહે છે, “હું તમારાં ધાર્મિક પર્વોને ધિક્કારું છું અને તમારાં ધાર્મિક સંમેલનો હું સાંખી શક્તો નથી.


મારી આગળથી તમારાં ગીતોનો ઘોંઘાટ બંધ કરો. મારે તમારી સારંગીના સૂર સાંભળવા નથી.


તે દિવસે મહેલનાં ગીતોને સ્થાને રોકકળ થઈ રહેશે. સર્વત્ર મૃતદેહોના ઢગ થશે, તેઓ મૃતદેહોને ચુપકીદીથી બહાર ફેંકી દેશે.”


ભેગાં કરેલાં ઝાંખરા અને ખૂંપરાની જેમ તેમને બાળી નાખવામાં આવશે.


“હું દાવિદના વંશજો અને યરુશાલેમના અન્ય લોકોને દયાના આત્માથી અને પ્રાર્થનાના આત્માથી ભરી દઈશ; જેને તેમણે ઘા કરીને મારી નાખ્યો છે, તેના તરફ તેઓ જોશે અને પોતાના એકના એક સંતાનના મરણને લીધે કોઈ રડે તેમ તેને માટે તેઓ રડશે. પોતાનો પ્રથમજનિત પુત્ર ગુમાવ્યો હોય તેની જેમ તેઓ આક્રંદ કરશે.”


તે પર્વમાં તમારે તમારાં સંતાનો, તમારાં નોકરચાકરો તેમજ તમારા નગરમાં વસતા લેવીઓ, પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ સહિત આનંદોત્સવ કરવો.”


Lean sinn:

Sanasan


Sanasan