Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 7:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ઇસ્હાકના વંશજોનાં ભક્તિનાં ઉચ્ચસ્થાનોનો નાશ થશે અને ઇઝરાયલનાં પવિત્રધામો ખંડિયેર બની જશે. યરોબઆમના રાજવંશનો હું તલવારની ધારે અંત લાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ઇસહાકનાં ઉચ્ચસ્થાનો ઉજ્જડ થશે, ને ઇઝરાયલનાં પવિત્રસ્થાનોને વેરાન કરી મૂકવામાં આવશે; અને હું તરવાર લઈને યરોબામના વંશની વિરુદ્ધ ઊઠીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ઇસહાકનાં ઉચ્ચસ્થાનો ઉજ્જડ થઈ જશે, અને ઇઝરાયલના પવિત્રસ્થાનો વેરાન થઈ જશે, અને હું તલવાર લઈને યરોબામના વંશની વિરુદ્ધ ઊઠીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ઇસહાકનાઁ વંશજોના થાનકો ખેદાનમેદાન થઇ જશે. ઇસ્રાએલનાઁ પવિત્રસ્થાનો ખંડેર થઇ જશે. યરોબઆમના વંશને હું તરવારને ઘાટ ઉતારીશ.”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 7:9
16 Iomraidhean Croise  

ઇઝરાયલ એટલે યાકોબ પોતાની સઘળી સંપત્તિ સાથે નીકળ્યો. બેરશેબામાં આવી પહોંચતાં તેણે પોતાના પિતા ઇસ્હાકના ઈશ્વરને બલિદાન ચડાવ્યું.


તેણે પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું. નબાટના પુત્ર યરોબામે ઇઝરાયલ પાસે જે પાપકર્મો કરાવ્યાં તેનો તેણે ત્યાગ કર્યો નહિ.


અમે તમારા લોકે તો થોડો જ સમય તમારા પવિત્ર ધામનો ભોગવટો કર્યો છે. અત્યારે તો દુશ્મનોએ પવિત્રસ્થાનને ખૂંદી નાખ્યું છે.


પણ તમે કહો છો, ‘અમે અપમાનિત થયા છીએ. અમારી નામોશી થઈ છે. અમે મૂંઝાઈ ગયા છીએ. કારણ, પરદેશીઓએ આવીને મંદિરનાં પવિત્રસ્થાનોનો કબજો લીધો છે.’


હે ઈઝરાયલના પર્વતો, પ્રભુ પરમેશ્વરનો આ સંદેશો સાંભળો: પ્રભુ પરમેશ્વર પર્વતોને, ડુંગરાઓને, કોતરોને અને ખીણોને આમ કહે છે: હું તમારા પરનાં મૂર્તિપૂજાનાં ઉચ્ચસ્થાનોનો યુદ્ધથી નાશ કરીશ.


ઇઝરાયલના લોકોનાં મૂર્તિપૂજાનાં તમામ ભૂંડા ઉચ્ચસ્થાનોનો નાશ કરવામાં આવશે. તેમની વેદીઓ ઉપર કાંટા અને ઝાંખરાં ઊગી નીકળશે. લોકો પર્વતોને હાંક મારશે, “અમને સંતાડો!” અને ટેકરીઓને વિનવશે, “અમને ઢાંકી દો!”


કારણ, જે દિવસે હું ઇઝરાયલના લોકોને તેમનાં પાપની સજા કરીશ તે દિવસે જ હું બેથેલની વેદીઓ તોડી પાડીશ. પ્રત્યેક વેદીનાં શિંગો તોડી નાખવામાં આવશે અને વેદીને જમીનદોસ્ત કરી દેવાશે.


વળી, મને બેથેલમાં શોધવાનો યત્ન ન કરશો; કારણ, બેથેલ નાશ પામવાનું છે. ગિલ્ગાલ પણ ન જશો; કારણ, તેના લોકો ગુલામગીરીમાં જવાના છે.


તે આમ કહે છે: ‘યરોબઆમ લડાઈમાં તલવારથી માર્યો જશે, અને ઇઝરાયલી લોકોનો તેમના દેશમાંથી દેશનિકાલ થશે.”


અહીં બેથેલમાં હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, કારણ, આ તો રાજાનું પૂજાસ્થાન - રાજમંદિર છે.”


સમરૂનની મૂર્તિઓના સમ ખાનારા અને ‘દાનના દેવના સમ’ અથવા ‘બેરશેબાના દેવના સમ’ એવું કહેનારા લોકો ઢળી પડશે અને પાછા ઊઠશે નહિ.”


મેં પ્રભુને વેદીની પાસે ઊભેલા જોયા. તેમણે આજ્ઞા આપી: “મંદિરના સ્તંભોના મથાળા પર એવો મારો ચલાવો કે તેમના પાયા હચમચી જાય. લોકોના માથા પર તૂટી પડે એ રીતે તેમના ચૂરેચૂરા કરી દો. એમાંથી બચી જાય એવા લોકોનો હું યુદ્ધમાં સંહાર કરી નાખીશ. ત્યારે કોઈ છટકી જશે નહિ કે બચી જશે નહિ.


ઇઝરાયલના લોકોએ ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે અને બંડ પોકાર્યું છે તે માટે એ બધું થશે. ઇઝરાયલના પાપ માટે કોણ જવાબદાર છે? એ માટે રાજધાની સમરૂન જ જવાબદાર નથી? યહૂદિયામાં પૂજાનાં ઉચ્ચસ્થાનો પર મૂર્તિપૂજા માટે કોણ દોષિત છે? એ માટે યરુશાલેમ જ દોષિત નથી?


Lean sinn:

Sanasan


Sanasan