Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 7:16 - પવિત્ર બાઇબલ C.L.

16 “તું કહે છે, ‘ઇઝરાયલના લોક વિરુદ્ધ સંદેશ આપીશ નહિ અને ઇસ્હાકના વંશજો વિરુદ્ધ એક શબ્દ પણ બોલીશ નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તો હવે તું યહોવાનું વચન સાંભળ:તું કહે છે, ‘ઇઝરાયલ વિરુદ્ધ પ્રબોધ ન કર, ને ઇસહાકના વંશજોની વિરુદ્ધ એક પણ શબ્દ બોલતો નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 એટલે હવે તું યહોવાહનું વચન સાંભળ. તું કહે છે કે, ઇઝરાયલ વિરુદ્ધ પ્રબોધ કરીશ નહિ અને ઇસહાકના વંશજો વિરુદ્ધ એક પણ શબ્દ બોલીશ નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 એટલે હવે તું યહોવાના વચન સાંભળ: ‘તું મને એમ કહે છે કે, તું ઇસ્રાએલ વિરૂદ્ધ પ્રબોધ કરીશ નહિ અને ઇસહાકના વંશજો વિરૂદ્ધ બોલીશ નહિ.’

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 7:16
14 Iomraidhean Croise  

પ્રભુ તરફથી સંદેશ મળતાં યહૂદિયામાંથી એક ઈશ્વરભક્ત બેથેલ ગયો ને યરોબામ બલિનું દહન કરવા વેદી આગળ ઊભો હતો ત્યાં પહોંચી ગયો.


વળી, મિખાયાએ કહ્યું, “હવે પ્રભુનો સંદેશ સાંભળો. મેં પ્રભુને આકાશમાં તેમના રાજ્યાસન પર બિરાજેલા જોયા; તેમની બન્‍ને તરફ તેમના સર્વ દૂતો ઊભા હતા.


તેણે પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું. નબાટના પુત્ર યરોબામે ઇઝરાયલ પાસે જે પાપકર્મો કરાવ્યાં તેનો તેણે ત્યાગ કર્યો નહિ.


તેઓ દષ્ટાઓને કહે છે, “હવેથી સંદર્શનો જોશો નહિ.” તેઓ સંદેશવાહકોને કહે છે, “તમે અમને સાચો સંદેશ જણાવશો નહિ. અમને તો માત્ર મનગમતી વાતો કહો અને અમારાં ભ્રામક દર્શનો વિશે જ કહો.


“હે મનુષ્યપુત્ર, પોતાના મનની કલ્પના પ્રમાણે સંદેશ આપતા ઇઝરાયલના સંદેશવાહકો વિરુદ્ધ તું સંદેશ પ્રગટ કર. તું તેમને કહે કે તમે પ્રભુનો સંદેશ સાંભળો.


એ માટે, હે વેશ્યા, પ્રભુ પરમેશ્વરની વાણી સંભાળ;


“હે મનુષ્યપુત્ર, તારું મુખ દક્ષિણ તરફ ફેરવ અને દક્ષિણ પ્રદેશને ઉદ્દેશીને અને દક્ષિણના ‘નેગેબ વન’ વિરુદ્ધ સંદેશ પ્રગટ કર.


“હે મનુષ્યપુત્ર, યરુશાલેમ તરફ તારું મુખ ફેરવ, લોકોનાં પૂજાસ્થાનો વિરુદ્ધ સંદેશ પ્રગટ કર.


પરંતુ તમે નાઝારીઓને દ્રાક્ષાસવ પાયો અને સંદેશવાહકોને મારો સંદેશ જાહેર કરવાની મના ફરમાવી.


અહીં બેથેલમાં હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, કારણ, આ તો રાજાનું પૂજાસ્થાન - રાજમંદિર છે.”


લોકો મને ઉપદેશ આપે છે, “તું અમને ઉપદેશ આપીશ નહિ અને એ બધી વાતોનો બોધ કરીશ નહિ. ઈશ્વર અમને લજ્જિત કરશે નહિ.


મારો બોધ વરસાદનાં ટીંપાંની માફક ટપકશે; મારું સંબોધન ઝાકળની જેમ ઝમશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસાદની જેમ તથા નવા છોડ પર ઝાપટાંની જેમ વરસશે;


શમુએલે હુકમ કર્યો, “બસ, પ્રભુએ મને ગઈકાલે રાત્રે જે કહ્યું છે તે જ હું કહીશ.” શાઉલે કહ્યું, “કહો”


Lean sinn:

Sanasan


Sanasan