Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 7:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તે આમ કહે છે: ‘યરોબઆમ લડાઈમાં તલવારથી માર્યો જશે, અને ઇઝરાયલી લોકોનો તેમના દેશમાંથી દેશનિકાલ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 કેમ કે આમોસ કહે છે, ‘યરોબામ તરવારથી માર્યો જશે, ને ઇઝરાયલ પોતાના દેશમાંથી ગુલામ થઈને નક્કી લઈ જવાશે.’”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 કેમ કે આમોસ કહે છે કે; “યરોબામ તલવારથી માર્યો જશે, અને ઇઝરાયલના લોકોને નિશ્ચિત પોતાના દેશમાંથી ગુલામ કરીને લઈ જશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તે કહે છે કે, ‘યરોબઆમ યુદ્ધમાં માર્યો જશે, અને ઇસ્રાએલના લોકોએ નિશ્ચિત તેઓનો દેશ છોડવો પડશે અને દેશવટો લઇ જવું પડશે.’”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 7:11
13 Iomraidhean Croise  

ઘેરાના ત્રીજે વર્ષે એટલે, હોશિયાના અમલના નવમા વર્ષમાં આશ્શૂરના સમ્રાટે સમરૂન જીતી લીધું. તે ઇઝરાયલીઓને કેદ કરી આશ્શૂર લઈ ગયો અને કેટલાકને હાલા નગરમાં, કેટલાકને હાબાર નદી પાસેના ગઝાન જિલ્લામાં અને કેટલાકને મિડિયાનાં નગરમાં વસાવ્યા.


મારા શત્રુ નિરંતર મને તેમના શબ્દોથી ચીડવે છે. તેમના સર્વ વિચાર મારું ભૂંડું કરવા અંગેના છે.


“તને તો મૃત્યુદંડ જ ઘટે! શા માટે પ્રભુને નામે તેં એવું કહ્યું કે શિલોહની જેમ આ મંદિરનો વિનાશ થશે અને આ નગર નિર્જન ખંડેર બનશે?” એ પછી બધા લોકો યર્મિયાને પ્રભુના મંદિરમાં ઘેરી વળ્યા.


તે સાંભળીને તેમણે ભયથી એકબીજા તરફ જોયું અને બારૂખને કહ્યું, “અમારે રાજાને આ વિષે જાણ કરવી જ પડશે.”


યહૂદિયાના રાજા ઉઝ્ઝિયા અને ઇઝરાયલના રાજા એટલે યોઆશના પુત્ર યરોબઆમના શાસનકાળ દરમ્યાન ધરતીકંપ થયો, તેનાં બે વર્ષ પહેલાં તકોઆ નગરના ભરવાડ આમોસને ઇઝરાયલ વિશે ઈશ્વર તરફથી આ સંદેશ પ્રગટ થયો.


તે પછી બેથેલના યજ્ઞકાર અમાસ્યાએ ઇઝરાયલના રાજા યરોબઆમ પર સંદેશો મોકલીને કહેવડાવ્યું. “આમોસ લોકોમાં તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યો છે. તેના સંદેશા દેશના લોકો સાંભળી શકે તેમ નથી.


અમાસ્યાએ આમોસને કહ્યું, “હે દષ્ટા, બસ હવે બહુ થયું! યહૂદિયા પાછો જા. ત્યાં તારી આજીવિકા મેળવી લેજે અને ત્યાં જ બોધ આપજે.


ઇસ્હાકના વંશજોનાં ભક્તિનાં ઉચ્ચસ્થાનોનો નાશ થશે અને ઇઝરાયલનાં પવિત્રધામો ખંડિયેર બની જશે. યરોબઆમના રાજવંશનો હું તલવારની ધારે અંત લાવીશ.”


હે યહૂદિયાના લોકો, તમારાં પ્રિય બાળકોના શોકમાં વાળ કપાવી નાખો અને માથું મુંડાવીને બોડા ગીધ જેવા બની જાઓ. કારણ, તમારાં બાળકોને તમારી પાસેથી કેદ કરી લઈ જવામાં આવશે.


અને તેમણે કહ્યું, આ માણસે આવું કહ્યું છે: ’હું ઈશ્વરના મંદિરને તોડી પાડવા અને ત્રણ જ દિવસમાં બાંધવા સમર્થ છું.’


તેમણે કહ્યું, “આ માણસ હંમેશાં આપણા પવિત્ર મંદિર વિરુદ્ધ તથા મોશેના નિયમશાસ્ત્ર વિરુદ્ધ બોલે છે. અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે નાઝારેથનો ઈસુ મંદિરને પાડી નાખશે અને મોશે પાસેથી ઊતરી આવેલા આપણા બધા રીતરિવાજોને બદલી નાખશે.”


Lean sinn:

Sanasan


Sanasan