Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 6:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હાથીદાંતના વિલાસી પલંગો પર આરામથી આળોટનારાઓ અને કુમળા વાછરડા અને ઘેટાંના માંસની મિજબાની ઉડાવનારાઓ, તમારે માટે તે દિવસ કેટલો ભયાનક બની રહેશે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તમે હાથીદાંતના પલંગો પર સૂઓ છો, ને પોતાનાં બિછાનામાં લાંબા થઈને આળોટો છો, અને ટોળામાંથી હલવાનો, ને કોડમાંથી વાછરડાને લાવી ખાઓ છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓ હાથીદાંતના પલંગો પર સૂએ છે વળી તેઓ પોતાના બિછાનામાં લાંબા થઈને આળોટે છે અને ટોળાંમાંથી હલવાનનું, અને કોડમાંથી વાછરડાનું ભોજન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમે એશઆરામથી હાથીદાંતના પલંગો પર સૂઓ છો વળી તમે ટોળામાંથી કુમળા હલવાનો અને પસંદ કરેલા વાછરડાનું ભોજન ખાઓ છો.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 6:4
18 Iomraidhean Croise  

પછી તેઓ જમવા બેઠા હતા ત્યારે તેમણે નજર ઊંચી કરી તો ગિલ્યાદથી આવી રહેલ ઇશ્માએલીઓનો એક સંઘ જોયો. તેઓ તેમનાં ઊંટો પર તેજાના, લોબાન અર્ક અને બોળ લાદીને તેમને ઇજિપ્ત લઈ જતા હતા.


તે સ્થળે વાદળી અને સફેદ સૂતરના બારીક પડદા જાંબલી રેસાવસ્ત્રની દોરીઓ વડે આરસપહાણના સ્તંભો પર રૂપાની કડીઓ ઘાલી લટકાવવામાં આવ્યા હતા. ત્યાં શ્વેત આરસપહાણ તથા લાલ તેમજ લીલાશ પડતા વાદળી કિંમતી પથ્થરોની ફરસબંધી પર સોનારૂપાના દિવાનો મૂકેલા હતા.


તેમની આંખો ઘમંડથી ભરેલી હોય છે, અને દુષ્ટ વિચારોથી તેમનાં મન ઊભરાય છે.


પણ તમે તો તેને બદલે આનંદોત્સવ કર્યો છે. તમે ખાવાને માટે ઢોર અને ઘેટાં કાપ્યાં. તમે માંસ ખાધું અને દારૂ પીધો. તમે કહ્યું, “આપણે ખાઈએ અને પીઈએ! કારણ, આવતી કાલે તો આપણે મરી જવાના છીએ!”


એફ્રાઈમના ગૌરવી મુગટરૂપ છાકટા નેતાઓની કેવી દુર્દશા થશે! દારૂ પીને ચકચૂર બનેલા લોકની ભવ્ય શોભા સમી રસાળ ખીણને મથાળે આવેલા ફૂલરૂપી સમરૂન નગરનીય કેવી દુર્દશા થશે!


એ જ પ્રમાણે મિજબાની થતી હોય એ ઘરમાં પણ પ્રવેશ કરીશ નહિ, અને લોકો સાથે બેસી મહેફિલમાં ભાગ લઈશ નહિ.


તારી બહેન સદોમનો અપરાધ આ હતો: તે અને તેની પુત્રીઓ અતિશય ખાનપાન અને સુખચેનને લીધે સાવ ઉદ્ધત અને બેફિકર બની ગઇ હતી. તેઓ ગરીબો અને પીડિતોને મદદ કરતી નહોતી.


તેઓ ભપકાદાર દિવાન પર બેઠી અને સામે મેજ બિછાવી અને તે પર તેમણે મેં આપેલ સુગંધી ધૂપ તથા ઓલિવ તેલ મૂક્યાં.


વળી પ્રભુ કહે છે: “સિંહનાં મોંમાંથી ભરવાડ ભક્ષ થયેલા ઘેટાના બે પગ અને કાનનો ટુકડો પડાવી લે તેમ અત્યારે સમરૂનમાં વૈભવી પલંગોમાં એશઆરામ કરતા ઇઝરાયલી લોકોમાંથી થોડાનો જ બચાવ થશે.”


તે દિવસે મહેલનાં ગીતોને સ્થાને રોકકળ થઈ રહેશે. સર્વત્ર મૃતદેહોના ઢગ થશે, તેઓ મૃતદેહોને ચુપકીદીથી બહાર ફેંકી દેશે.”


શહેરના શ્રીમંતો ગરીબોનું શોષણ કરે છે. તેના લોકો જૂઠા અને બોલવે કપટી છે.


“એક શ્રીમંત હતો. તે ખૂબ કિંમતી કપડાં પહેરતો અને હંમેશાં ભારે મોજશોખમાં જીવતો હતો. લાઝરસ નામે એક ગરીબ માણસ હતો. તેને આખા શરીરે ગૂમડાં થયેલાં હતાં.


આ દુનિયા પરનું તમારું જીવન એશઆરામ ને ભોગવિલાસથી ભરપૂર છે. તમે પોતાને ક્તલના દિવસને માટે પુષ્ટ કર્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan