Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 6:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તમે લો-દેબાર શહેરને સર કરી લીધાની ડંફાસ મારો છો. વળી, બડાઈ હાંકો છો કે, “અમે અમારા પરાક્રમથી કરનાઈમ પર જીત મેળવી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વળી, “શું અમારા પોતાના પરાક્રમથી અમે શિંગો ધારણ કર્યા નથી?” એમ કહીને તમે વ્યર્થ વાતોમાં આનંદ માનો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જેઓ તમે વ્યર્થ વાતોમાં આનંદ પામો છો, વળી જેઓ કહે છે, “શું આપણે આપણી પોતાની જ તાકાતથી શિંગો ધારણ કર્યાં નથી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તમે કે જે શુન્યવત જગ્યા પર આનંદ પામો છો, અને તમે જ કહો છો, “શું આપણે આપણી પોતાની જ તાકાતથી શિંગો ધારણ કર્યાં નથી?”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 6:13
36 Iomraidhean Croise  

પછી ઇઝરાયલના રાજા યહોઆશે બેનહદાદને ત્રણ વાર હરાવ્યો અને યહોઆશના પિતા યહોઆહાઝના સમયમાં બેનહદાદે લઈ લીધેલાં નગરો પાછાં કબજે કર્યાં.


ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ પોતાના સેવક એટલે ગાથહેફેરના અમિત્તાઈના પુત્ર યોના સંદેશવાહક દ્વારા ઉચ્ચારેલી વાણી પ્રમાણે યરોબામ બીજાએ ઉત્તરમાં હમાથના ઘાટથી દક્ષિણમાં મૃત સમુદ્ર સુધીનો ઇઝરાયલનો બધો પ્રદેશ જીતી લીધો.


મારી પાસે અઢળક ધનદોલત હોવાને લીધે, તથા મારા હાથની કમાણીને લીધે હું તેમાં રાચ્યો હોઉં;


મેં મારા શત્રુઓની પડતીમાં આનંદ માણ્યો નથી, અને તેના પર વિપત્તિ આવી પડી ત્યારે હરખાયો નથી;


કારણ, એવા લોકોની શ્રદ્ધા જાણે પાતળા તંતુ પર, અને એમનો આધાર જાણે કરોળિયાનાં જાળાં પર હોય છે.


તેઓ જાળાં પર આધાર રાખે છે પણ તે છૂટી જાય છે, તેઓ તેને વળગી રહે છે પણ તે ટકી શકતું નથી.


તેમના રાજાઓ સજ્જ થયા છે; તેમના શાસકો સાથે મળીને પ્રભુ અને તેમના અભિષિક્ત રાજાની વિરુદ્ધ પ્રપંચ કરે છે.


હું ગર્વિષ્ઠોને અહંકાર ન કરવા જણાવું છું, અને દુષ્ટોને કહું છું કે તમારી સત્તા વિષે ગર્વ ન કરશો.


ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારશો નહિ, અને અક્કડ ગરદનથી બોલશો નહિ.”


હે જુવાન, તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને આનંદ પમાડો. તારા દયની ઇચ્છા પ્રમાણે તને યોગ્ય લાગે તે પ્રમાણે તું વર્ત. પણ યાદ રાખ કે આ બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે.


ઉઝિયાના પુત્ર યોથામનો પુત્ર આહાઝ યહૂદિયા પર રાજ કરતો હતો ત્યારે અરામના રાજા રસીને અને ઇઝરાયલના રાજા રમાલ્યાના પુત્ર પેકાએ યરુશાલેમ પર આક્રમણ કર્યું, પણ તેઓ તેને જીતી શક્યા નહિ.


તારે તેને આમ કહેવું, ‘સાવધ રહે, શાંત થા અને બીશ નહિ. અરામનો રાજા રસીન અને રમાલ્યાનો પુત્ર પેકા તો બે ધૂમાતા ઠૂંઠા જેવા છે. તેમના ધૂંધવાતા ક્રોધથી મનમાં હતાશ થઈ જઈશ નહિ.


તેમણે કહ્યું, “આ લોકોએ શિલોઆના મંદમંદ વહેતા ઝરણાને ત્યજી દીધું છે, અને તેઓ રસીન અને રમાલ્યાના પુત્ર પેકાથી રાજી છે.


પ્રભુ કહે છે, “હે બેબિલોનના લોકો, તમે મારી વારસાસમ પ્રજાને લૂંટી લીધી છે. તમે આનંદ ભલે કરો અને હરખાઓ; ભલે તમે ગોચરમાં રમણે ચડેલી વાછરડીની જેમ કૂદાકૂદ કરો અને ઘોડાઓની જેમ હણહણો;


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે, પહેલવાન પોતાના બળ વિષે અને શ્રીમંત પોતાના ધન વિષે ગર્વ કરે નહિ.


તેને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: હે ઇજિપ્તના રાજા ફેરો, નાઇલ નદીમાં પડી રહેનાર રાક્ષસી મગર, હું તારી વિરુદ્ધ છું. તું કહે છે કે નાઇલ નદી મારી છે; તેં તારે માટે એને બનાવી છે.


ઇજિપ્ત ઉજ્જડ અને વેરાન થઈ જશે અને ત્યારે લોકો જાણશે કે હું પ્રભુ છું. તેં તો કહ્યું છે કે નાઇલ નદી મારી છે અને તારે માટે તેં એને બનાવી છે.


તો હે રાજા, મારી સલાહ માનો. પાપથી પાછા ફરો, સદાચારથી વર્તો અને જુલમપીડિતો પ્રત્યે દયા દર્શાવો; જેથી તમારી સ્વસ્થતા લાંબો સમય જળવાઈ રહે.”


તે વખતે તે બોલ્યો, “બેબિલોન કેવું મહાન છે! મારી સત્તા અને સામર્થ્ય તેમ જ મારું ગૌરવ તથા પ્રતાપ પ્રગટ કરવા મેં એને મારા પાટનગર તરીકે બાંધ્યું છે.”


યોનાને થોડી શીતળ છાયા મળે અને એમ તેની બેચેની દૂર થાય માટે પ્રભુએ એરંડી ઉગાવી. યોના તેનાથી ખૂબ ખુશ થયો.


તે સમયે તમે, મારા લોકોએ મારી વિરુદ્ધ કરેલા બંડને લીધે તમારે શરમાવું નહિ પડે. હું ઘમંડી અને ઉદ્ધત માણસોને દૂર કરીશ અને તમે મારા પવિત્ર પર્વત પર ક્યારેય મારી વિરુદ્ધ બંડ કરશો નહિ.


મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “આ શિંગડાંનો શો અર્થ થાય છે?” તેણે ઉત્તર આપ્યો, “એ તો યહૂદિયા, ઇઝરાયલ અને યરુશાલેમને વિખેરી નાખનાર દુનિયાની મહાસત્તાઓ સૂચવે છે.”


હું તમને સાચે જ કહું છું: તમે રડશો અને આંસુ સારશો, પરંતુ દુનિયા તો હરખાશે. તમે શોક્તુર થઈ જશો, પરંતુ તમારો શોક આનંદમાં ફેરવાઈ જશે.


પણ હાલ તમે ગર્વિષ્ઠ છો અને બડાઈ મારો છો. આ પ્રકારનો તમામ ગર્વ નકામો છે.


પૃથ્વીના લોકો આ બન્‍નેના મૃત્યુથી આનંદ કરશે. તેઓ એકબીજાને ભેટ મોકલીને ઉજવણી કરશે, કારણ, એ બન્‍ને સંદેશવાહકોએ પૃથ્વીના લોકોને ઘણું દુ:ખ દીધું હતું.”


તેઓ સૌ પોતપોતાની દ્રાક્ષવાડીમાં જઈને દ્રાક્ષો વીણી લાવ્યા, તેમાંથી દ્રાક્ષાસવ બનાવ્યો અને પછી ઉત્સવ મનાવ્યો. તેઓ તેમના દેવના મંદિરમાં ગયા અને ત્યાં તેમણે ખાઈપીને અબિમેલેખની મજાક ઉડાવી.


કરારપેટી છાવણીમાં આવી પહોંચી એટલે ઇઝરાયલીઓએ યુદ્ધનો એવો ભારે પોકાર કર્યો કે પૃથ્વી ગર્જી ઊઠી.


Lean sinn:

Sanasan


Sanasan