Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 5:8 - પવિત્ર બાઇબલ C.L.

8 જે કૃત્તિકા અને મૃગશીર્ષનો રચનાર છે, જે ઘોર અંધકારને પ્રભાતમાં અને દિવસને રાતમાં પલટી નાખે છે, અને જે સમુદ્રનાં પાણીને હાંક મારી બોલાવે છે અને પૃથ્વી પર વરસાવે છે તેમનું નામ યાહવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તમે તેમને શોધો કે જે કૃત્તિકા તથા મૃગશિરના કર્તા છે, જે ઘોર અંધકારને પ્રભાતરૂપ કરી નાખે છે, ને જે દિવસને રાત વડે અંધકારમય કરી દે છે, અને જે સમુદ્રના પાણીને હાંક મારે છે, ને તેઓને પૃથ્વીની સપાટી પર રેડી દે છે, તેમનું નામ યહોવા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જે ઈશ્વરે કૃતિકા અને મૃગશીર્ષ નક્ષત્રો બનાવ્યાં; તે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે; અને દિવસને રાત વડે અંધકારમય કરી નાખે છે; જે સાગરના જળને હાંક મારે છે; તેમનું નામ યહોવાહ છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જે કૃત્તિકા સપ્તષિર્ અને મૃગશિરનો રચનાર છે, જે ગાઢ અંધકારને પ્રભાતમાં ફેરવી નાખે છે. અને દિવસને અંધારી રાતમાં ફેરવી નાખે છે, જે સાગરના જળને બોલાવીને વરસાદ તરીકે પૃથ્વી પર વરસાવે છે, તેનું નામ યહોવા છે.”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 5:8
23 Iomraidhean Croise  

તે અંધકારમય ઊંડાણનાં રહસ્યો પ્રગટ કરે છે, અને ઘોર અંધકાર પર પ્રકાશ પાડે છે.


ઈશ્વર શિક્ષા કરવા અથવા કૃપા દર્શાવવા તેને ધારેલે સ્થાને તાકે છે.


શું તું વાદળાં સુધી તારો અવાજ પહોંચાડી શકે? અને તેમને ધોધમાર વરસાદ વરસાવવાની આજ્ઞા કરી શકે?


સપ્તર્ષિ, મૃગશીર્ષ, કૃત્તિકાનાં નક્ષત્રો અને દક્ષિણના તારાગણોના તે સર્જનહાર છે.


તમે અંધારું કરો છો, એટલે રાત પડે છે; ત્યારે જંગલનાં પશુઓ બહાર નીકળે છે.


ઈશ્વરે અંધકાર મોકલીને બધે અંધારું કર્યું. તેમણે તેમના શબ્દોનો પડકાર કર્યો નહિ.


હું અંધજનોને તેઓ જાણતા નથી તેવે માર્ગે દોરીશ અને તેમને અપરિચિત રસ્તા પર ચલાવીશ. તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં પલટી નાખીશ અને ખાડાટેકરાવાળાં સ્થાનોને સપાટ બનાવી દઈશ. હું એ બધાં કામ કરવાનો છું અને તેમને પડતાં મૂકવાનો નથી.


આંધળાની જેમ ભીંતે હાથ દઈને ફંફોસીએ છીએ. સાંજનો સમય હોય તેમ ભરબપોરે ઠોકર ખાઈએ છીએ. ખડતલ માણસોની વચમાં અમે મૃત:પ્રાય અને માયકાંગલા જેવા છીએ.


તેથી પ્રભુ કહે છે, “ત્યારે એ પ્રજાઓને એકવાર મારું સામર્થ્ય અને મારી શક્તિ બતાવીશ, અને તેઓ જાણશે કે મારું નામ યાહવે છે.”


પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર અને તેની રચના કરી તેને સ્થાપિત કરનાર ઈશ્વર જેમનું નામ યાહવે છે,


કારણ, ઈશ્વર તો પર્વતોના રચયિતા અને પવનના ઉત્પન્‍નર્ક્તા છે. તે માણસને તેના વિચારો કહી દેખાડે છે. તે દિવસને રાતમાં ફેરવી નાખે છે અને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર વિહરનાર તે જ છે. તેમનું નામ સર્વશક્તિમાન યાહવે છે.


તે દિવસે હું ભરબપોરે સૂર્યને અસ્ત કરી દઈશ અને ધોળે દિવસે પૃથ્વીને અંધકારમય કરી દઈશ. હું સર્વશક્તિમાન પ્રભુ એ બોલ્યો છું.


પ્રભુ આકાશમાં પોતાના ઓરડા બાંધે છે અને પૃથ્વી પર આકાશનો ઘૂમટ સ્થાપે છે. તે દરિયાનાં પાણીને આજ્ઞા કરીને બોલાવે છે અને તેમને પૃથ્વી પર મુશળધાર વરસાદરૂપે વરસાવે છે. તેમનું નામ યાહવે છે.


જે જા અંધકારમાં વસતી હતી તેને મહાન પ્રકાશ દેખાયો, અને જે જા મૃત્યુછાયાના દેશમાં વસતી હતી તેની સમક્ષ જ્યોતિનો ઉદય થયો.


મૃત્યુની ઘેરી છાયા હેઠળ વસનારાઓ પર પ્રકાશ પાડશે, અને આપણા પગને તે શાંતિને માર્ગે દોરી જશે.”


Lean sinn:

Sanasan


Sanasan