Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 5:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પ્રભુ પરમેશ્વર કહે છે, “ઇઝરાયલનું કોઈ એક શહેર લડાઈમાં હજાર સૈનિકોને મોકલે, તો તેમાંથી માત્ર સો સૈનિકો બચીને પાછા આવશે અને બીજું કોઈ શહેર સો સૈનિકો મોકલે, તો તેમાંથી માત્ર દસ જ પાછા આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 કેમ કે પ્રભુ યહોવા કહે છે, “જે નગરમાંથી હજાર નીકળતા હતા તેમાં ઇઝરાયલના વંશના સો જ બચ્યા હશે, ને જેમાંથી સો નીકળતા હતા તેમાં દશ જ બચ્યા હશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 કેમ કે પ્રભુ યહોવાહ કહે છે કે; જે નગરમાંથી હજારો બહાર નીકળતા હતા, ત્યાં ઇઝરાયલના વંશના માત્ર સો જ લોકો બચ્યા હશે, અને જ્યાંથી સો બહાર આવ્યા હતા ત્યાં માત્ર દસ જ બચ્યા હશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યહોવા મારા માલિક કહે છે, “જે નગરમાંથી હજારો યોદ્ધાઓ કૂચ કરી બહાર નીકળતા હતા ત્યાં માત્ર સો જ રહ્યાં હશે. અને જ્યાંથી સો કૂચ કરીને નીકળ્યા હતા ત્યાં પાછા ફરેલા માત્ર દસ જ હશે.”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 5:3
10 Iomraidhean Croise  

અમારા બળદો ભાર ઊંચકવામાં જબરા થાઓ! આક્રમણથી નગરકોટમાં ન તો કોઈ ગાબડું પડો કે ન તો કોઈનો દેશનિકાલ થાઓ કે અમારી શેરીઓમાં વેદનાની ચીસો ન પડો.


સર્વસમર્થ પ્રભુએ આપણામાંથી કેટલાંકને બાકી રાખ્યા ન હોત તો સદોમ અને ગમોરાની માફક આપણું નામનિશાન રહેત નહિ.


જો કે ઇઝરાયલના લોક સમુદ્રની રેતીના કણ જેટલા હશે તો પણ તેમાંથી થોડા જ પાછા આવશે. લોકોને માટે વિનાશ નિર્મિત છે અને તેઓ તેને માટે યોગ્ય છે.


છતાં દેશમાં દસમાંથી એક માણસ રહી જાય તો તેનો પણ નાશ થશે. પણ જેમ મસ્તગીવૃક્ષ અને ઓકવૃક્ષને કાપી નાખ્યા પછી તેના થડનું ઠૂંઠું રહી જાય છે તેમ ઈશ્વરના સમર્પિત શેષ લોક ભૂમિમાંના એવા ઠૂંઠા સમાન છે.”


પરંતુ હું તેઓમાંથી થોડાકને તલવાર, દુકાળ ને રોગચાળામાંથી બચાવી લઇશ; જેથી જે પ્રજાઓમાં જઇને વસવાટ કરે ત્યાં તેઓ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો કબૂલ કરે અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


જો એક કુટુંબમાં દસ માણસો બાકી રહ્યા હશે તો તેઓ પણ માર્યા જશે.


યશાયા ઇઝરાયલીઓ વિષે ઘોષણા કરે છે: “જોકે ઇઝરાયલીઓની સંખ્યા સમુદ્રની રેતીના કણ જેટલી હોય, તો પણ તેમનામાંથી થોડા જ ઉદ્ધાર પામશે.


તમે ભલે સંખ્યામાં આકાશના તારા જેટલા થાઓ, તોપણ તેમાંથી માત્ર જૂજ લોકો બચવા પામશે; કારણ, તમે તમારા ઈશ્વર પ્રભુની વાણીને આધીન થયા નહિ.


જેમ પ્રભુ તમારું કલ્યાણ કરવામાં અને તમારી વૃધિ કરવામાં આનંદ પામતા હતા તેમ હવે પ્રભુ તમારો વિનાશ કરવામાં અને તમારું નિકંદન કાઢવામાં આનંદ પામશે, અને તમે જે દેશનો કબજો લેવા જાઓ છો તેમાંથી તમારો ઉચ્છેદ કરી નંખાશે.”


પ્રભુ તમને અન્ય દેશોમાં વિખેરી નાખશે અને પ્રભુ તમને જે દેશોમાં દોરી જશે તેઓ મધ્યે તમારામાંથી થોડાક લોકો જ બચવા પામ્યા હશે.


Lean sinn:

Sanasan


Sanasan