Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 5:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તમે ગરીબો પર અત્યાચાર કરો છો અને બળજબરીથી તેમનું અનાજ પચાવી પાડો છો. તમે ઘડેલા પથ્થરોનાં ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષવાડીઓ તો રોપી છે, પણ તેનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તમે ગરીબોને કચરી નાખો છો, ને જોરજુલમથી તેની પાસેથી ઘઉં પડાવી લો છો. તમે ઘડેલા પથ્થરનાં ઘરો તો બાંધ્યાં છે, પણ તમે તેઓમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષાવાડીઓ તો રોપી છે, પણ તમે તેમનો દ્રાક્ષારસ પીવા પામશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તમે ગરીબોને પગ તળે કચડો છો, અને તેઓની પાસેથી અનાજ પડાવી લો છો. તમે ઘડેલા પથ્થરોના ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં તમે રહેવા નહિ પામો. તમે રમણીય દ્રાક્ષવાડીઓ રોપી છે, પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તમે ગરીબોને પગ તળે કચડો છો અને તેમની પાસેથી અનાજ પડાવી લો છો, તેથી તમે ઘડેલા પથ્થરનાઁ જે ઘર બાંધ્યાં છે, તેમાં તમે રહેવા નહિ પામો. તમે રમણીય દ્રાક્ષાવાડીઓ રોપી છે, પણ તેનો દ્રાક્ષારસ તમે પીવા નહિ પામો;

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 5:11
30 Iomraidhean Croise  

કારણ, તેણે ગરીબો પર જુલમ ગુજાર્યો છે અને તેમની અવગણના કરી છે; બીજાનાં બાંધેલાં ઘર તેણે પચાવી પાડયાં છે.


તેમની ફળની વાડીઓમાંથી આનંદ અને ઉત્સાહ ઓસરી ગયાં છે. દ્રાક્ષવાડીઓમાં ગવાતાં ગીતો બંધ થઈ ગયાં છે. કોઈ દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદીને તેનો દ્રાક્ષાસવ કાઢતું નથી. કારણ, મેં આનંદના પોકારનો અંત આણ્યો છે.


તારા શત્રુઓ તારી ધનસંપત્તિ લૂંટી લેશે, તારી માલમતા છીનવી લેશે. તેઓ તારો કોટ તોડી પાડશે અને તારાં ભવ્ય મકાનોનો નાશ કરશે. તેઓ તારાં પથ્થરો, લાકડાં અને માટી ઉપાડીને દરિયામાં નાખી દેશે.


તમે બીમાર ઘેટાંને પડખાથી અને ખભેથી હડસેલા મારો છો અને તમારા શિંગડાંથી ધક્કા મારી તેમને ટોળાથી દૂર વિખેરી નાખો છો.


પણ થોડા જ સમયમાં અનાજની ખળીઓમાંથી અનાજ અને દ્રાક્ષાકુંડમાંથી દ્રાક્ષાસવ ખલાસ થઈ જશે અને નવા દ્રાક્ષારસની ખોટ પડશે.


તો હું તમને આવી સજા કરીશ: હું તમારા પર ઓચિંતી આફત લાવીશ. તમે આંધળા બની જાઓ અને તમારી જીવનશક્તિ હણાઈ જાય તેવા અસાય રોગો અને તાવ હું તમારા પર મોકલીશ. તમે વાવશો પણ ખાવા નહિ પામો; તમારા દુશ્મનો તે ખાઈ જશે.


પ્રભુ કહે છે: “ઇઝરાયલના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે રૂપાને માટે પ્રામાણિક માણસોને અને એક જોડ ચંપલ માટે ગરીબોને ગુલામ તરીકે વેચી દીધા છે.


તેઓ નિર્બળ અને નિરાધારોનાં માથાં ધરતીની ધૂળમાં રગદોળે છે અને દીનોને તેમના માર્ગમાંથી હડસેલી મૂકે છે. પિતા અને પુત્ર મંદિરની એક જ દેવદાસી સાથે જાતીય સંબંધ કરીને મારા પવિત્ર નામને કલંક લગાડે છે.


હું શિયાળાના મહેલો અને ઉનાળાના મહેલોનો નાશ કરીશ. હાથીદાંતજડિત મહેલો ખંડિયેર થઈ જશે અને એકેએક મોટા ઘરનો નાશ થશે.”


આશ્દોદ તથા ઇજિપ્તના મહેલમાં વસનારાઓને જાહેર કરો: તમે સમરૂનના પર્વતો પાસે એકઠા થાઓ અને શહેરમાં પ્રવર્તતી ભારે અરાજક્તા અને થતા ગુના જુઓ.


હે સમરૂનની સ્ત્રીઓ, તમે આ સંદેશ સાંભળો: તમે તો સારો ખોરાક ખાઈને તગડી બનેલી બાશાનની ગાયો જેવી છો. તમે નિર્બળોને કચડો છો. ગરીબો પર જુલમ કરો છો અને તમારા પતિઓને “લાવો, અમને મદિરા પાઓ,” એમ સતત કહ્યા કરો છો.


પ્રભુ આજ્ઞા કરે કે મોટાં મકાનોના ચૂરેચૂરા બોલી જશે અને નાનાં ઘરોનો ભાંગીને ભૂકો થઈ જશે.


શું ઘોડા ખડક પર દોડી શકે? શું બળદોથી દરિયાને ખેડી શકાય? છતાં તમે ન્યાયને કીરમાણીના છોડની કડવાશમાં અને સત્યને જૂઠમાં ફેરવી નાખ્યાં છે.


હે કંગાળોને કચડનારા અને ગરીબોનું નિકંદન કાઢી નાખવામાં તત્પર એવા લોકો, તમે ધ્યનથી સાંભળો.


હું મારા ઇઝરાયલી લોકને તેમના વતનમાં પાછા લાવીશ. તેઓ પોતાનાં ખંડિયેર બની ગયેલાં શહેરો ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષાસવ પીશે; તેઓ વાડીઓ રોપશે અને તેનાં ફળ ખાશે.


તેથી પ્રભુ કહે છે, “હું સમરૂનને ખુલ્લાં મેદાનોમાં ખડક્યેલાં ખંડિયેરોના જેવું અને દ્રાક્ષવાડી રોપવાના સ્થાન જેવું બનાવી દઈશ. હું તેના પથ્થરોને ખીણમાં ગબડાવી દઈશ. તેના સર્વ પાયા ઉઘાડા કરી નાખીશ.


તેમને ખેતર જોઈતું હોય તો તે પચાવી પાડે છે; તેમને ઘર જોઈતું હોય તો તે છીનવી લે છે. કોઈનાય કુટુંબની કે મિલક્તની સલામતી નથી.


તમે વાવશો પણ પાક લણવા પામશો નહિ. તમે દ્રાક્ષો ખૂંદશો પણ દ્રાક્ષાસવ પીવા પામશો નહિ. તમે ઓલિવનું તેલ કાઢશો, પણ તમારે અંગે તેનું માલિશ કરવા પામશો નહિ.


તેમની સંપત્તિ લૂંટી લેવાશે, અને તેમનાં ઘર તોડી પડાશે. પોતે બાંધેલાં ઘરોમાં તેઓ ન તો રહી શકશે, ન તો પોતે રોપેલી દ્રાક્ષવાડીનો દ્રાક્ષાસવ પી શકશે.”


તમે વાવો છો ઘણું, પણ અતિ ઓછો પાક લણો છો. ખાવાને તમારી પાસે ખોરાક છે, પણ તેથી તમે ધરાઈ શક્તા નથી. પીવાને તમારી પાસે દ્રાક્ષાસવ છે, પણ તેનાથી તમે તૃપ્ત થઈ શક્તા નથી. તમારી પાસે વસ્ત્ર છે, પણ તેનાથી તમને હૂંફ વળતી નથી. તમે કમાઓ છો, પણ તમારી કમાણી કાણી કોથળીમાં નાખવા બરાબર થાય છે.


જો એસાવના વંશજો એટલે કે અદોમીઓ આમ કહે કે, “અમારાં નગરોનો નાશ કરવામાં આવ્યો છે, પણ અમે તેમને ફરીથી બાંધીશું,” તો પ્રભુ તેમને જવાબ આપશે, “તેમને બાંધવા દો, હું તેમને ફરીથી તોડી પાડીશ. લોકો તેમને ‘દુષ્ટ દેશ’ ‘પ્રભુ જેના પર સદાય કોપાયમાન છે એવી પ્રજા’ કહીને સંબોધશે.”


“તમે સ્ત્રી સાથે સગપણ કરશો, પણ બીજો પુરુષ તેની સાથે સમાગમ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં કદી રહેવા પામશો નહિ. તમે દ્રાક્ષવાડી રોપશો પણ તેના ફળનો ઉપભોગ કરી શકશો નહિ.


પણ તમે તો ગરીબોનું અપમાન કરો છો. તમારા પર જુલમ ગુજારનારાઓ અને તમને કોર્ટમાં ઘસડી લઈ જનારા ધનવાનો જ છે.


Lean sinn:

Sanasan


Sanasan