Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 5:10 - પવિત્ર બાઇબલ C.L.

10 અદાલતમાં અન્યાયને પડકારનાર અને સાચું બોલનારનો તમે તિરસ્કાર કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 દરવાજામાં ઠપકો દેનારને રેડી તેઓ ધિક્કારે છે, ને પ્રામાણિકપણે બોલનારનો તેઓ તિરસ્કાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓ નગરના દરવાજામાં તેઓને ઠપકો આપે છે, પ્રામાણિકપણે બોલનારનો તેઓ તિરસ્કાર કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 જે પ્રબોધકો ન્યાયાલયમાં અન્યાયનો સામનો કરે છે તે પ્રામાણિક ન્યાયાધીશોને અને જે પ્રબોધકો સત્ય બોલે છે તેનો તમે તિરસ્કાર કરો છો.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 5:10
24 Iomraidhean Croise  

આહાબે તેને જોયો એટલે તેને કહ્યું, “ઇઝરાયલ પર ભયાનક આફત ઉતારનાર તમે અહીં છો!”


એલિયાને જોઈને આહાબે કહ્યું, “હે મારા શત્રુ, શું તેં મને પકડી પાડયો છે?” એલિયાએ જવાબ આપ્યો, “હા, મેં તમને પકડી પાડ્યા છે. પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ છે તે જ કરવા તમે તમારી જાતને વેચી દીધી છે.


આહાબે જવાબ આપ્યો, “બીજો એક સંદેશવાહક યિમ્લાનો પુત્ર મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું. કારણ, તે મારા સંબંધમાં સારું ભવિષ્ય ભાખતો જ નથી. તેનું ભાખેલું ભવિષ્ય હમેશાં માઠું જ હોય છે.” યહોશાફાટે કહ્યું, “રાજા તરીકે તમારે એવું ન બોલવું જોઈએ.”


અમાસ્યા વચમાં બોલી ઊઠયો, “અમે તને રાજાનો સલાહકાર ક્યારે બનાવ્યો? ચૂપ થા! તું શા માટે જાણી બૂજીને મોત માગે છે?” તે પછી સંદેશવાહક માત્ર આટલું જ બોલ્યો: “હવે મને ખબર પડી કે આ બધાં કાર્યોને લીધે અને મારી સલાહ નહિ ગણકારવાને લીધે ઈશ્વરે તારો વિનાશ કરવાનો નિર્ણય કર્યો છે.”


પણ તેઓએ ઈશ્વરની વાણી પ્રત્યે દુર્લક્ષ સેવ્યું અને તેમના સંદેશવાહકોની મશ્કરી ઉડાવી અને એમ ઈશ્વરના સંદેશવાહકોનો તિરસ્કાર કર્યો. છેવટે પોતાના લોકો પર પ્રભુનો કોપ એવો સળગી ઊઠયો કે કોઈ ઉપાય રહ્યો નહિ.


ઉદ્ધત વ્યક્તિને ટીકા ગમતી નથી; તેથી તે જ્ઞાનીનો સંગ પસંદ કરતો નથી.


બીજાઓ પર તહોમત મૂકનારા, નગરપંચમાં બચાવપક્ષે બોલનારને ફાંદામાં ફસાવનારા અને જુઠ્ઠી સાક્ષી પૂરી નિર્દોષને ન્યાયથી વંચિત રાખનારાઓનો ઈશ્વર નાશ કરશે.


સત્યના સદંતર અભાવે દુરાચારથી દૂર રહેનારાઓ પોતે જ શિકાર બની જાય છે. પ્રભુએ જોયું કે ઇન્સાફનો અભાવ છે અને એ જોઈને તે નારાજ થયા.


હવે રાજમહેલમાં કામ કરતા એબેદ-મેલેખ નામના કૂશી અધિકારીએ સાંભળ્યું કે યર્મિયાને ટાંકામાં નાખી દેવામાં આવ્યો છે. તેથી રાજા જ્યારે બિન્યામીન દરવાજા પાસે રાજદરબારમાં બેઠો હતો,


પ્રભુ કહે છે, “છતાં કોઈ લોકોનો જ દોષ ન કાઢે અથવા તેમને ઠપકો ન દે; કારણ, હે યજ્ઞકારો, મારી ફરિયાદ તો તમારી વિરુદ્ધ છે. તમે રાતદિવસ ભારે ગોટાળા કરો છો


ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો અને ન્યાયપંચમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો. તો કદાચ સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર યોસેફના બચી ગયેલા વંશજો પર કૃપા દર્શાવે.


જો તમે દુનિયાના થઈને રહો, તો દુનિયા તમને પોતાના ગણીને તમારા પર પ્રેમ રાખશે. પરંતુ આ દુનિયામાંથી મેં તમને પસંદ કર્યા છે, એટલે હવે તમે દુનિયાના રહ્યા નથી, અને એટલે જ દુનિયા તમારો તિરસ્કાર કરે છે.


જે કોઈ ભૂંડાં કાર્યો કરે છે તે પ્રકાશને ધિક્કારે છે, અને પ્રકાશ પાસે આવવા માગતો નથી, કારણ, તે પોતાનાં કાર્યો ખુલ્લાં પડી જાય તેવું ઇચ્છતો નથી.


દુનિયા તમારો તિરસ્કાર કરી શક્તી નથી; પરંતુ તે મારો તિરસ્કાર કરે છે; કારણ, તેનાં કાર્યો ભૂંડાં છે એમ હું કહ્યા કરું છું.


તો હવે તમને સત્ય જણાવવાને લીધે હું તમારો દુશ્મન બન્યો છું?


પૃથ્વીના લોકો આ બન્‍નેના મૃત્યુથી આનંદ કરશે. તેઓ એકબીજાને ભેટ મોકલીને ઉજવણી કરશે, કારણ, એ બન્‍ને સંદેશવાહકોએ પૃથ્વીના લોકોને ઘણું દુ:ખ દીધું હતું.”


Lean sinn:

Sanasan


Sanasan