Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 4:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુ પરમેશ્વરે પોતાની પવિત્રતાના સમ ખાધા છે કે એવા દિવસો આવશે જ્યારે તેઓ તમને કડી ઘાલીને ઘસડી જશે અને તમારામાંની પ્રત્યેક ગલે ભરાયેલી માછલીની જેમ ખેંચી કઢાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પ્રભુ યહોવાએ પોતાની પવિત્રતાની પ્રતિજ્ઞા લીધી છે, “તમારા પર એવા [આપત્તિના] દિવસો આવી પડશે કે જે સમયે તેઓ તમને કડીઓ નાખીને તથા તમારામાંની બાકી રહેલાઓને માછલી [પકડવાના] ગલ વળગાડીને ખેંચી જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પ્રભુ યહોવાહે પોતાની પવિત્રતાને નામે પ્રતિજ્ઞા લીધી છે કે; “જુઓ, તમારા પર એવા આપત્તિના દિવસો આવી પડશે કે, જ્યારે તેઓ તમને કડીઓ ઘાલીને, તથા તમારામાંના બાકી રહેલાઓને માછલી પકડવાના ગલ વડે ઘસડી જવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 સૈન્યોનો દેવ મારા માલિક યહોવાએ તેની પવિત્રતાને નામે પ્રતિજ્ઞા લીધી છે કે, તમારા પર આપત્તિના દિવસો આવી પડશે કે જ્યારે પશુની જેમ તમારા નાકમાં વાળી સાથે તમને લઇ જવામાં આવશે. તમારામાંના બાકી રહેલાઓને માછલી પકડવાના ગલ વડે ઘસડી જવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 4:2
11 Iomraidhean Croise  

મેં કાયમને માટે મારી પવિત્રતાના શપથ લીધા છે; હું દાવિદ સાથે કદી જૂઠું બોલીશ નહિ.


તેનો વંશવેલો સદા ટકશે; મારી સમક્ષ સૂર્યની જેમ તેનું રાજ્યાસન ટકશે.


એ રોષને લીધે તારી તુમાખીની મને જાણ થઈ છે. તેથી હું તારા નાકમાં કડી ભરાવીને અને તારા મોંમાં લગામ ઘાલીને તું જે માર્ગેથી આવ્યો છે તે જ માર્ગે હું તને પાછો મોકલી દઈશ.”


પ્રભુ કહે છે, “આ લોકોને પકડવા હું ઘણા માછીમારોને બોલાવીશ. પછી હું ઘણા શિકારીઓને બોલાવીશ અને તેઓ દરેક પર્વત, ટેકરા કે ખડકનાં પોલાણોમાંથી તેમનો શિકાર કરશે.


પણ હું તારા જડબામાં આંકડો ભરાવીશ અને તારી નદીનાં માછલાં તારાં ભીંગડાને વળગાડીશ. પછી તેને ચોંટેલી બધી માછલીઓ સાથે હું તને નાઇલ નદીમાંથી બહાર ખેંચી કાઢીશ.


હું ખોવાઇ ગયેલાંઓને શોધીશ, ભટકી ગયેલાંને પાછાં લાવીશ, ઘાયલ થયેલાંઓને પાટાપિંડી કરીશ, બીમારને સાજાં કરીશ, પણ પુષ્ટ તથા બળવાનનો હું નાશ કરીશ. કારણ, હું યોગ્ય રીતે મારાં ઘેટાંનું પોષણ કરીશ.


હું તને પાછો ફેરવીશ, ને તારા જડબામાં કડીઓ ઘાલીને તારા સમસ્ત સૈન્ય સહિત હું તને બહાર ખેંચી લાવીશ. તારા વિશાળ સૈન્યમાં ઘોડા અને શસ્ત્રસજ્જ ઘોડેસ્વારો હશે, તેમાંના પ્રત્યેક સૈનિકે પોતાના હાથમાં ઢાલ અને તલવાર ધારણ કરેલી હશે.


સર્વસમર્થ ઈશ્વર પ્રભુએ આવી ગંભીર ચેતવણી આપી છે: હું ઇઝરાયલના લોકોના અહંકારને ધિક્કારું છું અને તેમના મહેલોનો તિરસ્કાર કરું છું. હું તેમની રાજધાની અને તેમાંનું સર્વસ્વ શત્રુના હાથમાં સોંપી દઈશ.


પ્રભુએ ઇઝરાયલના ગૌરવના સમ ખાધા છે, “હું તેમનાં કોઈ દુષ્કર્મો વીસરી જઈશ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan