Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 4:12 - પવિત્ર બાઇબલ C.L.

12 “તેથી હે ઇઝરાયલના લોકો, હું તમને સજા કરવાનો છું, અને હું એમ જ કરવાનો છું તે માટે મારા ન્યાયચુકાદા માટે મારી સમક્ષ ખડા થવા તૈયાર થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 “એ માટે, હે ઇઝરાયલ, હું તને એમ જ કરીશ. હું તને એમ જ કરીશ માટે, હે ઇઝરાયલ, તારા ઈશ્વરને મળવાને તૈયાર થા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 “એ માટે, હે ઇઝરાયલ; હું તને એ જ પ્રમાણે કરીશ, અને તેથી હું તને એમ જ કરીશ, માટે હે ઇઝરાયલ, તારા ઈશ્વરને મળવા તૈયાર થા!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “એ માટે, હે ઇસ્રાએલ, હું તને એ જ હાલતમાં મુકીશ, હું તારા એવા જ હાલ કરીશ. માટે તમે મને, તમારા દેવને મળવા તૈયાર થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 4:12
20 Iomraidhean Croise  

ઓ સંતુષ્ટ સ્ત્રીઓ ધ્રૂજી ઊઠો! ઓ બેદરકાર પુત્રીઓ, ભયથી કાંપી ઊઠો! તમારાં વસ્ત્રો કાઢીને કમરે કંતાન વીંટો. છાતી કૂટીને રુદન કરો;


તારી નગ્નતા ઉઘાડી પડશે અને સૌ કોઈ તારી લાજ જોશે. હું બદલો લેવાનો છું અને કોઈ મને રોકી શકશે નહિ.”


જેમ અગ્નિ ઝાડીઝાંખરા સળગાવે અને પાણીને ઉકાળે તેમ તેઓ ધ્રૂજી ઊઠશે. તમારા શત્રુઓને તમારા નામનો પરચો કરાવવા અને તમારી હાજરીથી પ્રજાઓને ધ્રૂજાવી દેવા નીચે ઊતરી આવો.


હું પ્રભુ આ બોલું છું. શું તમે મારાથી નહિ ડરો? તમે મારી સમક્ષ નહિ ધ્રૂજો? મેં સમુદ્રને માટે રેતીના પટની હદ ઠરાવી છે. એ કાયમી હદને તે ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઉછળે તો પણ તે આગળ વધી શકે નહિ; ગર્જના કરે પણ હદ તોડી શકે નહિ.


પ્રભુને દિવસે ઇઝરાયલીઓ યુદ્ધમાં ટકી શકે તે માટે કોટમાં પડેલાં ગાબડાં પૂરવા તે ત્યાં ગયા નથી.


મેં તેમના એક એવા માણસની શોધ કરી છે જે કોટને બાંધે અને દેશને બચાવવા કોટમાં પડેલાં ગાબડામાં ઊભો રહે અને મારા કોપમાં દેશનો વિનાશ કરતા મને રોકે. પણ મને એવો એકેય માણસ મળ્યો નહિ.


પોતાનાં બચ્ચાં ગુમાવ્યાં હોય તેવી રીંછડીની જેમ હું તમારા પર હુમલો કરીશ અને તમારી છાતી ચીરી નાખીશ. સિંહણની જેમ હું તમારો સ્થળ પર જ ભક્ષ કરીશ, અને જંગલી પશુની માફક હું તમારા ટુકડેટુકડા કરીશ.


દોડવીરો છટકી શકશે નહિ અને બળવાનો બળનો ઉપયોગ કરી શકશે નહિ કે યોદ્ધાઓ પોતાની જિંદગી બચાવી શકશે નહિ.


તેથી તમારે પણ હંમેશાં તૈયાર રહેવું જોઈએ. કારણ, તમે ધારતા નહિ હો તેવે સમયે માનવપુત્ર આવશે.


જો કોઈ માણસ તારી વિરુદ્ધ ફરિયાદ કરે અને તને કોર્ટમાં ઘસડી જાય, તો કોર્ટમાં હાજર થવાનું થાય ત્યાં સુધીમાં તેની સાથે સમાધાન કરી લે. કારણ, એકવાર ત્યાં ગયા પછી તે તને ન્યાયાધીશને સોંપી દેશે. ન્યાયાધીશ તને પોલીસને સોંપી દેશે અને પોલીસ તને જેલમાં ધકેલી દેશે.


તેથી તને આપવામાં આવેલું શિક્ષણ અને તેં તે કેવી રીતે સાંભળ્યું તે યાદ કર, તેને આધીન થા અને તારાં પાપથી પાછો ફર. જો તું જાગૃત નહિ થાય તો હું તારી પાસે ચોરની જેમ અચાનક આવી પડીશ, અને કયા સમયે હું આવીશ તેની પણ તને ખબર પડશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan