Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 3:8 - પવિત્ર બાઇબલ C.L.

8 સિંહ ગર્જના કરે ત્યારે લોકોને ભય ન લાગે? પ્રભુ પરમેશ્વર કંઈક કહે ત્યારે તેમનો સંદેશ પ્રગટ કરવાનું કોણ ટાળી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 સિંહે ગર્જના કરી છે, તો કોણ નહિ બીહે? પ્રભુ યહોવા બોલ્યા છે, તો પ્રબોધ કર્યા વગર કોણ રહી શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 સિંહે ગર્જના કરી છે; કોણ ભયથી નહિ ધ્રૂજે? પ્રભુ યહોવાહ બોલ્યા છે; તો કોણ પ્રબોધ કર્યા વગર રહી શકે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 સિંહે ગર્જના કરી છે, કોણ ભયથી નહિ ધ્રુજે? મારા યહોવા દેવે તેની ઈચ્છા પ્રગટ કરી છે. કોણ તેનું ભવિષ્ય ભાખી જાહેરાત કર્યા વગર રહી શકે?

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 3:8
17 Iomraidhean Croise  

હે મારા ઇઝરાયલી લોકો, ઘઉંને ખળામાં ઝૂડવામાં આવે તેમ તમને ઝૂડવામાં આવ્યા હતા. પણ હવે હું તમને ઇઝરાયલના ઈશ્વર, સર્વસમર્થ પ્રભુ તરફથી મળેલ શુભસમાચાર પ્રગટ કરું છું.


પ્રભુએ મને કહ્યું, “સિંહ પોતાના પકડેલા શિકાર પર ધૂરક્તો હોય ત્યારે ઘણા ભરવાડોને એકઠા કરવામાં આવે તો તેમના બુમાટાથી કે હોકારાથી સિંહ ગભરાઈ જતો નથી. તેવી જ રીતે સર્વસમર્થ પ્રભુ સિયોનના રક્ષણાર્થે તેના શિખર પર ઊતરી આવતાં કોઈથી રોકાશે નહિ.


પણ જો હું એમ વિચારું કે હું પ્રભુનો ઉલ્લેખ કરીશ નહિ અને તેમને નામે હવે સંદેશ પ્રગટ કરીશ નહિ, તો મારા હાડકામાં જાણે ભારેલો અગ્નિ હોય તેમ મારા હૃદયમાં એ સંદેશ ભભૂકીને મને વ્યગ્ર કરે છે. હું તેને કાબૂમાં રાખવા મથું છું, પણ મારાથી બોલ્યા વિના રહેવાતું નથી.


તે પછી યર્મિયાએ અધિકારીઓ અને બધા લોકોને સંબોધીને કહ્યું, “પ્રભુએ પોતે મને આ મંદિર અને આ નગર વિરુદ્ધ સંદેશ પ્રગટ કરવા મોકલ્યો હતો; અને તે સંદેશ તમે સાંભળ્યો છે.


એવું બનશે કે તે દિવસે હું ઇઝરાયલીઓને સમર્થ બનાવીશ અને તને હઝકિયેલને સૌ સાંભળી શકે તે રીતે હું તને વાચા આપીશ, અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


આમોસે કહ્યું, “પ્રભુ સિયોનમાંથી ગર્જના કરે છે, યરુશાલેમમાંથી તેમની વાણી ગાજે છે. ભરવાડોનાં ગૌચર સુકાઈ જાય છે, અને ર્કામેલના શિખર પરનું ઘાસ કરમાઈ જાય છે.”


પરંતુ તમે નાઝારીઓને દ્રાક્ષાસવ પાયો અને સંદેશવાહકોને મારો સંદેશ જાહેર કરવાની મના ફરમાવી.


શિકાર મળ્યો ન હોય તે સિવાય સિંહ વનમાં ગર્જના કરે? કંઈક શિકાર પકડાયો ન હોય તે વગર સિંહનું બચ્ચું બોડમાં ધૂરકે?


કારણ, અમે જાતે જે જોયું છે તથા સાંભળ્યું છે તે વિષે અમારાથી બોલ્યા વિના રહેવાય તેમ નથી.”


“જાઓ, મંદિરમાં જઈને ઊભા રહો, અને આ નવીન જીવન વિષે લોકોને જણાવો.”


પિતર અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, “અમારે તો ઈશ્વરને આધીન રહેવાનું છે, માણસોને નહિ.


મારે લેવા યોગ્ય ગૌરવને કોઈ મિથ્યા કરે એ કરતાં તો હું મરવાનું પસંદ કરીશ. હું શુભસંદેશ પ્રગટ કરું છું તો તેમાં મને બડાઈ કરવાનું કંઈ કારણ નથી. કારણ, શુભસંદેશ પ્રગટ કરવો એ તો મારી ફરજ છે. જો હું શુભસંદેશ પ્રગટ ન કરું તો મને અફસોસ!


ત્યારે એક વડીલે મને કહ્યું, “રડીશ નહિ, જો યહૂદાના કુળના સિંહે, એટલે દાવિદના કુળના વંશજે વિજય પ્રાપ્ત કર્યો છે અને તે સાત મુદ્રાઓ તોડીને એ પુસ્તક ઉઘાડવાને સમર્થ છે.”


Lean sinn:

Sanasan


Sanasan