Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 2:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તેથી અનાજથી ભરેલું ગાડું કચડી નાખે તેમ હું તેમને કચડી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જુઓ, જેમ પૂળાથી ભરેલું ગાડું દબાઈ જાય છે, તેમ હું તમને તમારી જગાએ દાબી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જુઓ, જેમ અનાજના પૂળીઓથી ભરેલું ગાડું કોઈને દબાવી દે છે, તેમ હું તમને તમારી જગ્યાએ દબાવી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જુઓ, જેમ ગાડું ભારને લીધે દબાઇ જાય છે, તેમ હું તમને તમારી જગ્યાએ જમીન પર દબાવી દઇશ.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 2:13
10 Iomraidhean Croise  

જુઓ, આપણે ખેતરમાં પૂળા બાંધતા હતા. એવામાં મારો પૂળો ઊભો થયો અને તમારા પૂળા ચારે તરફ ઊભા રહ્યા, અને મારા પૂળાને નમ્યા.”


તે તારે ઘેર ગાડું ખેંચી લાવે, અને તારા ખળાનું અનાજ ભરી લાવે એવો ભરોસો રાખીશ?


તેમણે કેટલીવાર રણપ્રદેશમાં ઈશ્વર સામે વિદ્રોહ કર્યો, અને વેરાનપ્રદેશમાં તેમણે ઈશ્વરને દુ:ખી કર્યા!


તમારાં ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વો અને પવિત્ર દિવસોને હું ધિક્કારું છું. મને એ બોજારૂપ થઈ પડયાં છે, અને તેમને સહીસહીને હું થાકી ગયો છું.


તેં પૈસા ખર્ચીને મારે માટે ધૂપ વેચાતું લીધું નથી અને તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી. એને બદલે, તેં તો તારા પાપનો બોજ મારા પર મૂક્યો છે અને તારા અન્યાયોથી મને ત્રાસ પમાડયો છે.


યશાયાએ જવાબ આપ્યો, “હે દાવિદના વંશજો, સાંભળો! તમે માણસની ધીરજ ખૂટી જાય એવું કરો છો એ બસ નથી કે હવે તમે ઈશ્વરની પણ ધીરજ ખૂટી જાય તેમ કરશો?


તારા બાળપણમાં મેં તારી સાથે કરેલો વર્તાવ તું વીસરી ગઇ છે અને તારાં કૃત્યોથી મને રોષ ચડાવ્યો છે. તેથી હું પણ તને તારાં કૃત્યોનો બદલો આપીશ. તેં તો તારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યો ઉપરાંત આ લંપટતા પણ આચરી છે. હું પ્રભુ પરમેશ્વર આ કહું છું.”


તમારામાંના બચી ગયેલા લોક એ પ્રજાઓની વચ્ચે દેશવટો ભોગવશે. તેઓ પોતાના મનની બેવફાઈને લીધે મારાથી વંઠી ગયા હતા અને તેમની આંખો તેમની મૂર્તિઓ પર મોહી પડી હતી. તેથી મેં જ તેમનાં મન હતાશ કરી નાખ્યાં છે એવું સમજતાં ત્યાં તેઓ મારું સ્મરણ કરશે. પોતાના દુરાચારો અને ઘૃણાજનક આચરણોને લીધે તેમને પોતાની જ જાત પર તિરસ્કાર પેદા થશે.


તમે તમારી વાતોથી પ્રભુને થકવી નાખ્યા છે. છતાં તમે પૂછો છો, “અમે તેમને કેવી રીતે થકવી નાખ્યા છે? ‘સર્વસમર્થ પ્રભુ સઘળા દુષ્ટોને સારા ગણે છે અને તેમના પર પ્રસન્‍ન રહે છે’ અથવા ‘ન્યાયી ગણાતો ઈશ્વર ક્યાં છે?’ એવું કહીને તમે તેમ કર્યું છે.


તેઓ પ્રભુની સંમુખ પોતાનાં અર્પણો લાવ્યા: છત્રવાળાં કુલ છ ગાડાં અને બાર બળદો; દર બે આગેવાનો માટે એક ગાડું અને પ્રત્યેક આગેવાનને માટે એક બળદ. તેમણે તેમને પ્રભુની સમક્ષ રજૂ કર્યાં.


Lean sinn:

Sanasan


Sanasan