Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 1:8 - પવિત્ર બાઇબલ C.L.

8 હું એક્રોન શહેરને સજા કરીશ, ને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હું આશ્દોદમાંથી રહેવાસીઓનો, ને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો સંહાર કરીશ.” પ્રભુ યહોવા કહે છે, “હું મારો હાથ એક્રોનની વિરુદ્ધ ફેરવીશ, ને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હું આશ્દોદના બધા રહેવાસીઓને મારી નાખીશ, અને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો નાશ કરીશ. હું એક્રોનની વિરુદ્ધ મારો હાથ ફેરવીશ, અને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે,” એવું પ્રભુ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હું આશ્દોદના બધા લોકોને મારી નાખીશ. એક્રોન અને આશ્કલોનના રાજાનો પણ નાશ કરીશ. બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે, તેમ દેવ યહોવા કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 1:8
17 Iomraidhean Croise  

ઉઝિયાએ પલિસ્તીઓ પર આક્રમણ કર્યું. તેણે ગાથ, યાબ્ને અને આશ્દોદ નગરની દીવાલો તોડી પાડી અને આશ્દોદ નજીક અને બાકીના પલિસ્તીઓના પ્રદેશમાં કિલ્લેબંધીવાળાં નગરો બાંધ્યાં.


તો મેં સત્વરે તેમના શત્રુઓનો પરાજય કર્યો હોત, અને તેમના વૈરીઓ વિરુદ્ધ હાથ ઉગામ્યો હોત.


હું તારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ. હું તને અગ્નિની ભઠ્ઠીમાં તાવીને તારી બધી જ અશુદ્ધતા દૂર કરીશ.


આશ્શૂરના રાજા સાર્ગોનના આદેશથી તેના સરસેનાપતિએ પલિસ્તીઓના શહેર આશ્દોદ પર આક્રમણ કરી તેને જીતી લીધું.


ઇજિપ્તના રાજાએ ગાઝા પ્રદેશ પર આક્રમણ કર્યું તે પહેલાં પલિસ્તી લોકો વિષે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો.


તેથી હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું કે હું પલિસ્તીઓ પર પ્રહાર કરીશ. હું કેરેથીઓને નાબૂદ કરી નાખીશ અને સમુદ્રકિનારાના બાકીના બધા લોકોનો વિનાશ કરીશ.


“હે તૂર, સિદોન અને સમગ્ર પલિસ્તિયા, તમે મને શું કરવા માગો છો? શું તમે મને કશાકનું ચુકવણું કરવા માગો છો. જો એમ હોય તો હું તમને તે તરત ચૂકવી દઈશ!


એ માટે હું ગાઝાના કોટ પર અગ્નિ વરસાવીશ અને હું આશ્દોદ અને આશ્કલોન નગરોના રાજર્ક્તાઓના કિલ્લા ભસ્મ કરી નાખીશ.


આશ્દોદ તથા ઇજિપ્તના મહેલમાં વસનારાઓને જાહેર કરો: તમે સમરૂનના પર્વતો પાસે એકઠા થાઓ અને શહેરમાં પ્રવર્તતી ભારે અરાજક્તા અને થતા ગુના જુઓ.


“યાકોબના વંશજો અગ્નિ સમાન અને યોસફના વંશજો જવાળા સમાન બનશે. અગ્નિજ્વાળા ખૂંપરાને ભસ્મ કરે છે તેમ તેઓ એસાવના વંશજોનો નાશ કરશે. એસાવનો એકપણ વંશજ બચવા પામશે નહિ. હું પ્રભુ એ બોલ્યો છું.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તલવાર, જાગૃત થા! મારે માટે ક્મ કરનાર ઘેટાંપાળક પર હુમલો કર; તેને મારી નાખ, એટલે ઘેટાં વિખેરાઇ જશે; હું મારા લોક પર પ્રહાર કરીશ,


એ જોઈને આશ્કલોન શહેર પણ ભયભીત થશે. એ જોઈને ગાઝા નગર અત્યંત દુ:ખી થશે. એક્રોનની પણ એ જ દશા થશે અને તેની આશાનો ભાંગીને ભુકો થઈ જશે. ગાઝા પોતાનો રાજા ગુમાવશે અને આશ્કલોનનો ત્યાગ કરાશે.


આશ્દોદમાં મિશ્ર જાતિના લોકો વસશે. પ્રભુ કહે છે, “આ બધા ઘમંડી પલિસ્તીઓને હું નીચા નમાવીશ.


પલિસ્તીઓએ તેમના ગુનાની કિંમત ચૂકવવા આશ્દોદ, ગાઝા, આશ્કલોન, ગાથ અને એક્રોન માટે અર્પણ તરીકે પ્રભુને પાંચ સોનાની ગાંઠો મોકલી આપી હતી.


Lean sinn:

Sanasan


Sanasan