Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 1:4 - પવિત્ર બાઇબલ C.L.

4 એ માટે હું હઝાએલ રાજાએ બંધાવેલા મહેલો પર અગ્નિ વરસાવીશ અને બેનહદાદ રાજાના કિલ્લાઓને ભસ્મ કરી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પણ હું ઇઝરાયલના ઘરમાં અગ્નિ મોકલીશ, ને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પરંતુ હું યહોવાહ હઝાએલના ઘરમાં અગ્નિ મોકલીશ, અને તે બેન-હદાદના મહેલોને ભસ્મ કરી દેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પરંતુ હું હઝાએલના મહેલને આગ ચાંપીશ, ને તે બેન-હદાદના મહેલોને ભસ્મીભૂત કરી દેશે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 1:4
20 Iomraidhean Croise  

પ્રભુએ કહ્યું, “પાછો ફર અને દમાસ્ક્સના રણપ્રદેશમાં જા. ત્યાં નગરમાં જઈને હઝાએલનો અરામના રાજા તરીકે અભિષેક કરજે;


પછી ઇઝરાયલના રાજા યહોઆશે બેનહદાદને ત્રણ વાર હરાવ્યો અને યહોઆશના પિતા યહોઆહાઝના સમયમાં બેનહદાદે લઈ લીધેલાં નગરો પાછાં કબજે કર્યાં.


તેથી પ્રભુ ઇઝરાયલ પર કોપાયમાન થયા અને અરામના રાજા હઝાએલ અને તેના પુત્ર બેનહદાદ આગળ ઇઝરાયલને અવારનવાર હાર ખવડાવી.


થોડા સમય બાદ અરામનો રાજા બેનહદાદ ઇઝરાયલ સામે પોતાનું સમસ્ત સૈન્ય લઈને આવ્યો અને સમરૂન નગરને ઘેરો ઘાલ્યો.


તેથી રાજાએ પ્રભુના મંદિરમાંથી અને રાજમહેલના ભંડારમાંથી સોનુંચાંદી લઈને તે દમાસ્ક્સમાં અરામના રાજા બેનહદાદ પર આ સંદેશ સાથે મોકલ્યાં.


પણ જો તમે મારું સાંભળશો નહિ, એટલે કે સાબ્બાથદિનને પવિત્ર દિવસ તરીકે પાળશો નહિ અને તે દિવસે બોજ ઊંચકશો તથા યરુશાલેમના દરવાજાઓમાં થઈને માલસામાનની હેરફેર કરશો તો હું એ દરવાજાઓને આગ ચાંપી દઈશ અને તે આગમાં યરુશાલેમના મહેલો સળગી જશે અને તે આગ બુઝાવી શકાશે નહિ.”


હું દમાસ્ક્સના કોટને આગ લગાડીશ અને બેન-હદાદના કિલ્લાઓને બાળીને ભસ્મ કરીશ. હું સેનાધિપતિ પ્રભુ આ બોલું છું.”


જ્યારે હું ઇજિપ્તને આગ લગાડીશ અને તેના બધા ટેકેદારો નાશ પામશે ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


હું માગોગ ઉપર અને સમુદ્રકાંઠે નિશ્ર્વિંત થઈને રહેતા લોકો પર અગ્નિ વરસાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


“ઇઝરાયલના લોકોએ મહેલો બાંયા છે, પણ પોતાના સર્જકને ભૂલી ગયા છે. યહૂદિયાના લોકોએ કિલ્લેબંદીવાળાં નગરો બાંધ્યાં છે, પણ હું આગ મોકલીને તેમના મહેલો અને કિલ્લાઓને ભસ્મ કરી નાખીશ.”


એ માટે હું તૂરના કોટ પર અગ્નિ વરસાવીશ અને તેના કિલ્લા ભસ્મ કરી નાખીશ.”


એ માટે હું તેમાન નગર પર અગ્નિ વરસાવીશ અને બોસ્રાહના કિલ્લા ભસ્મ કરી નાખીશ.”


એ માટે હું રાબ્બાના કોટ પર અગ્નિ વરસાવીશ અને તેના કિલ્લા બાળી નાખીશ. તે વખતે યુદ્ધના હોકારા થશે અને આંધીના જેવી ભીષણ લડાઈ ફાટી નીકળશે.


એ માટે હું ગાઝાના કોટ પર અગ્નિ વરસાવીશ અને હું આશ્દોદ અને આશ્કલોન નગરોના રાજર્ક્તાઓના કિલ્લા ભસ્મ કરી નાખીશ.


એ માટે હું મોઆબ દેશ પર અગ્નિ વરસાવીશ અને કરીઓથના કિલ્લા બાળી નાખીશ. યુદ્ધમાં સૈનિકોના હોકારા વચ્ચે અને રણશિંગડાંના નાદ મધ્યે મોઆબના લોકો માર્યા જશે.


તેથી હું યહૂદિયા પર અગ્નિ વરસાવીશ અને યરુશાલેમના કિલ્લા ભસ્મ કરી નાખીશ.”


યરૂબ્બઆલ એટલે ગિદિયોનના પુત્ર યોથામે આપેલા શાપમાં તેણે કહ્યું હતું તે મુજબ ઈશ્વરે શખેમના લોકોને પણ તેમની દુષ્ટતાનો બદલો આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan