Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 1:14 - પવિત્ર બાઇબલ C.L.

14 એ માટે હું રાબ્બાના કોટ પર અગ્નિ વરસાવીશ અને તેના કિલ્લા બાળી નાખીશ. તે વખતે યુદ્ધના હોકારા થશે અને આંધીના જેવી ભીષણ લડાઈ ફાટી નીકળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પણ હું રાબ્બાના કોટમાં અગ્નિ સળગાવીશ, ને તે, યુદ્ધને સમયે થતા તોફાનસહિત, તેના મહેલોને ભસ્મ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પણ હું રાબ્બાના કોટમાં આગ લગાડીશ, અને તે યુદ્ધના સમયે તથા હોંકારાસહિત, અને વાવાઝોડાં તથા તોફાનસહિત, તેના મહેલોને ભસ્મ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 હું રાબ્બાહની દીવાલોને આગ લગાડીશ અને આગ નગરના સર્વ કિલ્લેબંધી મહેલો, ઘરોને નષ્ટ કરી નાખશે. ચારેતરફ યુદ્ધનાદ થશે, અને જાણે પ્રચંડ વાવાઝોડાનો પ્રકોપ થઇ રહ્યો હોય એમ લાગશે.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 1:14
20 Iomraidhean Croise  

વસંતઋતુમાં રાજાઓ સામાન્ય રીતે યુદ્ધ કરવા જતા. તે સમયે દાવિદે યોઆબને તેના અધિકારીઓ સહિત ઇઝરાયલી સૈન્ય લઈને મોકલ્યો. તેમણે આમ્મોનીઓનો ભારે સંહાર કર્યો અને રાબ્બા નગરને ઘેરો ઘાલ્યો. પણ દાવિદ પોતે તો યરુશાલેમમાં રહ્યો.


પછી યોઆબે આમ્મોનના પાટનગર રાબ્બા પરની ચઢાઈ ચાલુ રાખી અને તે તેને જીતી લેવાની તૈયારીમાં હતો.


તેણે નગરમાં પુષ્કળ લૂંટ ચલાવી અને તે નગરના લોકોને બહાર લાવીને તેમની પાસે કરવતો, કોદાળીઓ, કુહાડીઓ વગેરેથી વેઠ કરાવી અને તેમને ઈંટવાડામાં થઈને ચલાવ્યા. આમ્મોનના સર્વ નગરોના લોકો પાસે પણ તેણે એવું કાર્ય કરાવ્યું. પછી તે અને તેના માણસો યરુશાલેમ પાછા ફર્યાં.


પછીની વસંતસંપાતે, એટલે કે રાજાઓ વર્ષના જે સમયે યુદ્ધ કરવા જાય છે ત્યારે યોઆબ સૈન્ય લઈને નીકળ્યો અને આમ્મોન દેશ પર ચડાઈ કરીને તેને ખેદાનમેદાન કરી નાખ્યો. દાવિદ રાજા પોતે તો યરુશાલેમમાં જ રહ્યો. યોઆબ અને તેના સૈન્યે રાબ્બા નગરને ઘેરો ઘાલ્યો અને તેના પર આક્રમણ કરી તેનો વિનાશ કર્યો.


રણશિંગડું વાગે ત્યારે તે જુસ્સાથી હણહણે છે, સેનાનાયકોના હોંકારા અને પડકારો અને ચાલી રહેલી લડાઈની તેને દૂરથી જ ગંધ આવે છે.


તમારી આંધીથી તેમનો પીછો કરો, અને તમારા ભયાનક વાવાઝોડાથી તેમને ભયભીત કરો;


સર્વસમર્થ પ્રભુ તારી વહારે ધાશે. તે આવશે ત્યારે મેઘગર્જના, ધરતીકંપ, ભારે અવાજ, આંધી અને તોફાન થશે અને ભરખી જનાર અગ્નિની જ્વાળાઓ ભભૂકી ઊઠશે.


પ્રભુ સૌને પોતાની પ્રતાપી ગર્જના સંભળાવશે અને પોતાના ઉગ્ર કોપમાં લોકોને ભભૂક્તા અગ્નિથી, આંધીથી, ધોધમાર વરસાદથી તથા કરાથી પોતાના ભુજનું ત્રાટકવું દેખાડશે.


કારણ, રણમેદાનમાં ઝઝૂમતા યોદ્ધાઓનાં પગરખાં અને લોહીમાં ખરડાયેલાં તેમનાં વસ્ત્રો અગ્નિમાં બાળી નાખવામાં આવશે.


પ્રભુનો કોપ વંટોળિયાની માફક વછૂટશે અને વાવાઝોડાની માફક દુષ્ટોના શિરે ત્રાટકશે.


પરંતુ એવો સમય નક્કી આવશે કે જ્યારે આમ્મોનના પાટનગર રાબ્બામાં હું યુદ્ધનો કોલાહલ સંભળાવીશ, તેને ઉજ્જડ ટીંબો બનાવી દેવામાં આવશે અને તેનાં ગામડાંઓને બાળીને ભસ્મીભૂત કરી દેવામાં આવશે. પછી ઇઝરાયલના લોકોને ત્યાંથી હાંકી કાઢનારાને હાંકી કાઢવામાં આવશે. હું પ્રભુ આ બોલું છું.”


એક નિશાની રાજાની તલવારને આમ્મોનીઓના રાબ્બાહનગરમાં જવાનો માર્ગ દર્શાવે અને બીજી નિશાની યહૂદિયાના કિલ્લેબંધીવાળા નગર યરુશાલેમમાં જવાનો માર્ગ દર્શાવે.


જો, તેના જમણા હાથમાં આવેલા તીરમાં ‘યરુશાલેમ’ના નામની ચિઠ્ઠી નીકળી છે. તે તેને ત્યાં જઇને કોટભંજક યંત્રો ગોઠવવા, સંહારનો આદેશ આપવા, રણનાદ પાડવા, અને દરવાજાઓ સામે દ્વારભંજક યંત્રો ગોઠવવા, માટીના ઢોળાવો ઊભા કરવા અને ખાઇઓ ખોદવા સૂચવે છે.


દુષ્ટ અને અપવિત્ર શાસક, તારો અંત આવી ગયો છે. તારી આખરી શિક્ષાનો દિવસ આવી પહોંચ્યો છે.


હું રાબ્બા નગરને ઊંટવાડામાં ફેરવી નાખીશ અને સમગ્ર આમ્મોન દેશને ઘેટાંના વાડામાં બદલી નાખીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”


એને લીધે હું તમારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તમને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. તેઓ તમને લૂંટી લેશે. હું તમારો એવો ભારે વિનાશ કરીશ કે તમારું પ્રજા તરીકેનું અસ્તિત્વ નાબૂદ થઈ જશે અને તમારો દેશ નષ્ટ થઈ જશે; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”


“અરામના રાજાનો આખરી સમય લગભગ નજીકમાં હશે ત્યારે ઇજિપ્તનો રાજા તેના પર આક્રમણ કરશે. અરામનો રાજા પણ રથો, ઘોડા અને વહાણો ઉપયોગમાં લઈ પૂરી તાક્તથી તેનો સામનો કરશે. પાણીના પૂરની જેમ તે ઘણા દેશો પર હુમલો કરશે.


એ માટે હું મોઆબ દેશ પર અગ્નિ વરસાવીશ અને કરીઓથના કિલ્લા બાળી નાખીશ. યુદ્ધમાં સૈનિકોના હોકારા વચ્ચે અને રણશિંગડાંના નાદ મધ્યે મોઆબના લોકો માર્યા જશે.


એક ઝંઝાવાતની જેમ મેં તેમને વિદેશોમાં વસવા મોકલી દીધા અને આ ફળદ્રુપ દેશ ઉજ્જડ અને નિર્જન પડયો રહ્યો.


(બાશાનનો રાજા ઓગ રફાઈ જાતિનો છેલ્લો રાજા હતો અને તેની શબપેટી લોખંડની હતી. નિયત માપ પ્રમાણે તે આશરે ચાર મીટર લાંબી અને બે મીટર પહોળી હતી. તે પેટી આમ્મોનીઓના રાબ્બા નગરમાં હયાત છે.)


Lean sinn:

Sanasan


Sanasan