Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 1:13 - પવિત્ર બાઇબલ C.L.

13 પ્રભુ કહે છે: આમ્મોનના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. પોતાની સીમા વિસ્તારવા માટે તેમણે ગિલ્યાદની ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 યહોવા કહે છે: “આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેમની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે પોતાના પ્રદેશ ની સરહદ વધારવા માટે તેઓએ ગિલ્યાદની ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 યહોવાહ આ પ્રમાણે કહે છે, “આમ્મોનીઓના ત્રણ ગુનાને લીધે, હા ચારને લીધે, હું તેઓને શિક્ષા કરવાનું માંડી વાળીશ નહિ, કેમ કે પોતાના પ્રદેશની સરહદ વિસ્તારવા માટે તેઓએ ગિલ્યાદમાં ગર્ભવતી સ્ત્રીઓને ચીરી નાખી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 યહોવા કહે છે: “આમ્મોનના લોકોએ વારંવાર પાપ કર્યા છે, તેમણે પોતાની સરહદ વિસ્તારવા માટે ગિલયાદમાં ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ પણ ચીરી નાખ્યાં છે; આથી હું તેમને જરૂર સજા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 1:13
27 Iomraidhean Croise  

તેણે નગરમાં પુષ્કળ લૂંટ ચલાવી અને તે નગરના લોકોને બહાર લાવીને તેમની પાસે કરવતો, કોદાળીઓ, કુહાડીઓ વગેરેથી વેઠ કરાવી અને તેમને ઈંટવાડામાં થઈને ચલાવ્યા. આમ્મોનના સર્વ નગરોના લોકો પાસે પણ તેણે એવું કાર્ય કરાવ્યું. પછી તે અને તેના માણસો યરુશાલેમ પાછા ફર્યાં.


મનાહેમ તિર્સાથી આવી રહ્યો હતો ત્યારે તેણે માર્ગમાં આવતા તિફસા નગરમાં લૂંટ ચલાવી અને તેના રહેવાસીઓ તથા આસપાસના પ્રદેશના રહેવાસીઓનો સંહાર કર્યો, કારણ, તે નગરે તેની શરણાગતિ સ્વીકારી નહોતી. ત્યાં તેણે સગર્ભા સ્ત્રીઓનાં પેટ પણ ચીરી નાખ્યાં.


પ્રભુએ પોતાના સેવકો સંદેશવાહકો દ્વારા કહ્યું હતું તેમ તેમણે યહૂદિયાનો નાશ કરવા ખાલદીઓ, અરામીઓ, મોઆબીઓ અને આમ્મોનીઓની શસ્ત્રસજિત ટોળીઓ યહોયાકીમ વિરુદ્ધ મોકલી.


હઝાએલે પૂછયું, “ગુરુજી, તમે કેમ રડો છો?” એલિશાએ જવાબ આપ્યો, “એટલા માટે કે ઇઝરાયલના લોકો વિરુદ્ધ જે ભયાનક કૃત્યો તું કરવાનો છે તે હું જાણું છું. તું તેમના કિલ્લાઓને આગ લગાડશે, તેમના ઉત્તમ યુવાનોની ક્તલ કરશે, તેમનાં બાળકોને પછાડી નાખશે અને તેમની સગર્ભા સ્ત્રીઓને ચીરી નાખશે.”


કેટલાક સમય બાદ મોઆબ અને આમ્મોનનાં સૈન્યો મેઉનીઓનો સાથ લઈને યહોશાફાટ સામે લડવા આવ્યા.


“હવે આમ્મોની, મોઆબી અને સેઈરના અદોમી લોકોએ અમારા પર આક્રમણ કર્યું છે. અમારા પૂર્વજો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તમે તેમને તેમના દેશમાં થઈને જવા દીધા નહિ. તેથી અમારા પૂર્વજો ચકરાવો ખાઈને ગયા અને તેમનો નાશ કર્યો નહિ.


પણ સાનબાલ્લાટ, ટોબિયા અને અરબી ગેશેમને અમે જે કરીએ છીએ તેની ખબર પડી ત્યારે તેમણે અમારી મજાકમશ્કરી કરી. તેમણે કહ્યું, “તમે આ શું કરી રહ્યા છો? શું તમે રાજાની વિરુદ્ધ બળવો કરવાના છો?”


ગબાલ નગરના લોકો, આમ્મોનીઓ અને અમાલેકીઓ, પલિસ્તીઓ અને તૂર નગરના નિવાસીઓ સાથે છે.


તમારી કેવી દુર્દશા થશે! તમે ઘર પર ઘર વધાર્યા કરો છે અને ખેતર પર ખેતર વિસ્તારો છો, એટલે સુધી કે દેશમાં માત્ર તમે એકલા જ રહો છો અને બીજા કોઈ માટે જગ્યા મળતી નથી.


“હે મનુષ્યપુત્ર, તું સંદેશ પ્રગટ કર કે ઇઝરાયલનું અપમાન કરતાં આમ્મોનીઓ વિષે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: તલવાર સંહાર માટે તાણેલી છે. સંહાર કરવા માટે તે વીજળીની જેમ ચમકે માટે તેને ઓપ આપવામાં આવ્યો છે.


વળી, મને પ્રભુનો સંદેશ મળ્યો:


જો કે હું પ્રભુ યહૂદા અને ઇઝરાયલનો ઈશ્વર છું, તોપણ તેઓ તેમના પ્રદેશ સહિત તારાં છે અને તું તેમના પર કબજો જમાવશે એવું તું બોલ્યો હતો.


ઈશ્વરની વિરુદ્ધ બળવો કરવા માટે સમરૂનને સજા થવી જ જોઈએ. તેના લોકો લડાઈમાં માર્યા જશે. તેમનાં બાળકોને જમીન પર પછાડી મારવામાં આવશે અને ગર્ભવતી સ્ત્રીઓનાં પેટ ચીરી નાખવામાં આવશે.”


હે ઇઝરાયલના લોકો, તમારા પ્રભુ પરમેશ્વર પાસે પાછા આવો. તમારાં પાપોએ ઠોકર ખવડાવીને તમને પાડી નાખ્યા છે.


પ્રભુ કહે છે: “દમાસ્ક્સના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેમણે ગિલ્યાદ પર કાળો કેર વર્તાવ્યો છે.


તે પછી તમે આમ્મોની લોકોના પ્રદેશમાં પહોંચો, ત્યારે તમે તેમને રંજાડશો નહિ કે તેમની સાથે યુધ કરશો નહિ. કારણ, આમ્મોનીઓના પ્રદેશનો કોઈ ભાગ હું તમને આપવાનો નથી. એ તો મેં લોતના વંશજોને વારસામાં આપ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan