Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




આમોસ 1:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પ્રભુ કહે છે: “અદોમના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેઓ તલવાર લઈને પોતાના ભાઈ ઇઝરાયલની પાછળ પડયા અને તેમના પર કંઈ દયા દાખવી નહિ. તેમના ક્રોધાવેશને કોઈ સીમા નહોતી અને તેમનો રોષ કદી શમ્યો જ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 યહોવા કહે છે: “અદોમના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ; કેમ કે તે તરવાર લઈને પોતાના ભાઈની પાછળ પડ્યો, ને દયાનો છેક ત્યાગ કર્યો, ને ક્રોધના આવેશમાં નિત્ય મારફાડ કરતો હતો, ને તેનો રોષ કદી શમી ગયો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યહોવાહ આ મુજબ કહે છે; અદોમના ચાર ગુનાને લીધે, હા ત્રણને લીધે, હું તેમને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ, કેમ કે હાથમાં તલવાર લઈને તે પોતાના ભાઈઓની પાછળ પડ્યો, અને તેણે દયાનો છેક ત્યાગ કર્યો. તે નિત્ય ક્રોધના આવેશમાં મારફાડ કરતો હતો, અને તેનો રોષ કદી શમી ગયો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યહોવા કહે છે: “અદોમના લોકોએ વારંવાર પાપ કર્યા છે અને હું તેમને ભૂલી જઇશ નહિ. હું તેને શિક્ષા કર્યા વિના છોડીશ નહિ. તેણે દયાને નેવે મૂકીને હાથમાં તરવાર લઇને પોતાના જાતભાઇઓ યાકૂબના વંશજોનો પીછો કર્યો હતો. તેનો ક્રોધ સદા ભભૂકતો જ રહ્યો. તેનો રોષ કદી શમ્યો જ નહિ,

Faic an caibideil Dèan lethbhreac




આમોસ 1:11
28 Iomraidhean Croise  

“હવે આમ્મોની, મોઆબી અને સેઈરના અદોમી લોકોએ અમારા પર આક્રમણ કર્યું છે. અમારા પૂર્વજો ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે તમે તેમને તેમના દેશમાં થઈને જવા દીધા નહિ. તેથી અમારા પૂર્વજો ચકરાવો ખાઈને ગયા અને તેમનો નાશ કર્યો નહિ.


હવે તેઓ અમને આવો બદલો આપે છે. તમે વારસા તરીકે આપેલા આ દેશમાંથી તેઓ અમને હાંકી કાઢવા માગે છે!


હે પ્રભુ, યરુશાલેમના પતનના દિવસે અદોમીઓએ જે કર્યું તેનું સ્મરણ કરી તેમને સજા કરો. તેઓ વારંવાર કહેતા હતા, “પાડી નાખો, પાડી નાખો, યરુશાલેમને પાયા સુદ્ધાં ધરાશાયી કરો.”


શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમે પેઢી દર પેઢી તમારો ક્રોધ લંબાવશો?


ગુસ્સે થવામાં ઉતાવળા થવું નહિ. કારણ, ગુસ્સો મૂર્ખના હૃદયમાં વસે છે.


હું મારા લોક પર કાયમને માટે દોષ મૂક્યા કરીશ નહિ અથવા તેમના પર ગુસ્સે રહીશ નહિ. નહિ તો મેં મારા આત્માથી ઉત્પન્‍ન કરેલા જીવો મારી આગળથી નષ્ટ થઈ જાય.


તો પણ જે સારું છે તેનો તેમણે અનાદર કર્યો છે. એને લીધે તેમના શત્રુઓ તેમની પાછળ પડશે.


ઇજિપ્ત રણ બની જશે અને અદોમ વેરાન ખંડિયેર બની જશે, કારણ, તેમણે યહૂદિયાના લોકો પર આક્રમણ કરીને તેમાં નિર્દોષ માણસોને મારી નાખ્યા.


તમારા જેવા ઈશ્વર કોણ છે? કારણ, તમે તો પાપ ક્ષમા કરો છો. તમારા વારસાના એટલે કે તમારા લોકના બચી ગયેલા માણસોના અપરાધ તમે વિસારે પાડો છો. તમે તમારો ક્રોધ હંમેશાં રાખતા નથી, કારણ, દયા કરવામાં તમને આનંદ આવે છે.


અને સુખચેન તથા શાંતિ ભોગવતી પ્રજાઓ પર હું કોપાયમાન થયો છું; કારણ, જ્યારે હું મારા લોક પરથી મારો રોષ અટકાવી રહ્યો હતો, ત્યારે તેમણે મારા લોકને દારુણ દુ:ખ દીધું.


પ્રભુ પોતાના લોકોને કહે છે, “મેં સદા તમારા પર પ્રેમ રાખ્યો છે.” પણ તેઓ જવાબ આપે છે, “તમે કેવી રીતે અમારા પરનો તમારો પ્રેમ દર્શાવ્યો છે?” પ્રભુ જવાબ આપે છે, “એસાવ અને યાકોબ ભાઈઓ હતા, છતાં મેં યાકોબ તથા તેના વંશજો ઉપર પ્રેમ રાખ્યો છે,


જો એસાવના વંશજો એટલે કે અદોમીઓ આમ કહે કે, “અમારાં નગરોનો નાશ કરવામાં આવ્યો છે, પણ અમે તેમને ફરીથી બાંધીશું,” તો પ્રભુ તેમને જવાબ આપશે, “તેમને બાંધવા દો, હું તેમને ફરીથી તોડી પાડીશ. લોકો તેમને ‘દુષ્ટ દેશ’ ‘પ્રભુ જેના પર સદાય કોપાયમાન છે એવી પ્રજા’ કહીને સંબોધશે.”


ઈશ્વરનાં પ્રિય બાળકો તરીકે તમે તેમનું અનુકરણ કરો.


“તમારે અદોમી લોકોનો તિરસ્કાર ન કરવો. કારણ, એ તમારા સગા છે. એ જ પ્રમાણે તમારે ઇજિપ્તીઓનો તિરસ્કાર ન કરવો. કારણ, તમે તેમના દેશમાં વસવાટ કર્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan