Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:8 - પવિત્ર બાઇબલ C.L.

8 શાઉલ જમીન પરથી ઊભો થયો અને તેણે પોતાની આંખો ખોલી, પણ તે કંઈ જોઈ શક્યો નહિ. તેથી તેઓ તેનો હાથ પકડીને તેને દમાસ્ક્સમાં દોરી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પછી શાઉલ જમીન પરથી ઊઠ્યો, તેની આંખો ઊઘડી ત્યારે તે કંઈ જોઈ શક્યો નહિ, એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કસમાં દોરી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી શાઉલ જમીન પરથી ઊઠયો; અને તેની આંખો ખૂલી ત્યારે તે કંઈ જોઈ શકયો નહિ. એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કસમાં દોરી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 શાઉલ જમીન પરથી ઊભો થયો. તેણે તેની આંખો ઉઘાડી. પણ તે કંઈ જોઈ શક્યો નહિ. તેથી શાઉલની સાથેના માણસોએ તેનો હાથ પકડ્યો અને તેને દમસ્ક દોરી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:8
10 Iomraidhean Croise  

તેણે પોતાના ચાકરોની બે ટોળીઓ બનાવીને દુશ્મનો પર રાત્રે હુમલો કરીને તેમને હરાવ્યા અને દમાસ્ક્સની ઉત્તરે આવેલા હોબા સુધી તેમનો પીછો કર્યો.


પછી તેમણે બારણા આગળ એકઠા થયેલા નાનામોટા બધા લોકોને આંધળા બનાવી દીધા, જેથી તેઓ બારણું શોધી શકાયા નહિ.


પ્રભુએ તેને કહ્યું, “માણસનું મુખ કોણે બનાવ્યું છે? તેને મૂંગો કે બહેરો અથવા દેખતો કે આંધળો કોણ બનાવે છે? એમ કરનાર શું હું પ્રભુ નથી?


પ્રભુનો હાથ હમણાં જ તારા પર પડશે; તું આંધળો થઈ જઈશ, અને કેટલાક સમય સુધી તું દિવસનું અજવાળું જોઈ શકીશ નહીં.” તરત જ એલિમાસને તેની આંખો જાણે ગાઢા ધૂમ્મસથી છવાઈ ગઈ હોય તેવો અનુભવ થયો, અને કોઈ તેને હાથ પકડીને દોરી જાય તે માટે કોઈને શોધવા તે આમતેમ ફરવા લાગ્યો.


પ્રકાશને કારણે હું જોઈ શક્યો નહિ, અને મારા સાથીદારો મને હાથ પકડીને દમાસ્ક્સમાં લઈ ગયા.


પછી તરત જ માછલીનાં ભીંગડાંના આકારનું કંઈક શાઉલની આંખ પરથી ખરી પડયું અને તે ફરીથી દેખતો થયો. તેણે ઊઠીને બાપ્તિસ્મા લીધું;


ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ, અને એ સમય દરમિયાન તેણે કંઈ ખાધું કે પીધું નહિ.


જ્યારે હું દમાસ્ક્સમાં હતો, ત્યારે આરેતાસ રાજાના હાથ નીચેના રાજ્યપાલે મારી ધરપકડ કરવાને માટે શહેરના દરવાજાઓએ ચોકીપહેરો મૂક્યો હતો.


બલ્કે, મારી પહેલાંના પ્રેષિતોને મળવા હું યરુશાલેમમાં પણ ગયો નહિ, પણ તરત જ અરબસ્તાન ચાલ્યો ગયો, અને પછી દમાસ્ક્સ પાછો ફર્યો.


Lean sinn:

Sanasan


Sanasan