Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ત્યારે અવાજ આવ્યો, “હું ઈસુ છું, જેની તું સતાવણી કરે છે. તો હવે ઊભો થઈને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને ત્યાં જણાવવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ તું ઊઠ, શહેરમાં જા અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ તું ઊઠ, ને શહેરમાં જા, અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હવે ઊભો થા, શહેરમાં જા, ત્યાં ત્યારે શું કરવું જોઈએ તે તને કોઈ કહેશે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:6
33 Iomraidhean Croise  

જો કોઈ પ્રભુનો આદરપૂર્વક ડર રાખે, તો પ્રભુ તેને કયો માર્ગ પસંદ કરવો તે શીખવશે.


હે યાહ, જેને તમે શિસ્તમાં રાખો છો, અને જેને તમારું નિયમશાસ્ત્ર શીખવો છો, તેને ધન્ય છે.


મેં તેમનું વર્તન જોયું છે, છતાં હું તેમને સાજા કરીશ. હું તેમને દોરવણી આપીશ અને તેમને સાંત્વન આપીશ. હું શોક કરનારાઓના હોઠે સ્તુતિનાં ફળ ઉત્પન્‍ન કરીશ.


વળી પ્રભુ કહે છે, “શું મેં મારે પોતાને હાથે જ એ સૌનું સર્જન કર્યું નથી? મારે કારણે જ તો તેઓ અસ્તિત્વ ધરાવે છે! તેથી મારા નિવાસ માટે તો હું જે ગરીબ અને નમ્ર દયનો છે અને મારાં વચનથી ધ્રૂજે છે તેની જ તરફ લક્ષ રાખીશ.


તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઊભો થા; હું તારી સાથે વાત કરવા માંગું છું.”


પ્રભુના પરાક્રમી પ્રભાવે ત્યાં મારો કબજો લીધો અને પ્રભુએ મને કહ્યું, “તું અહીંથી ઊઠીને ખીણપ્રદેશમાં ચાલ્યો જા અને ત્યાં હું તારી સાથે વાત કરીશ.”


એ બધું સાંભળીને હું ધ્રૂજી ઊઠું છું. મારા હોઠ ભયથી થરથરે છે. મારા શરીરના સ્નાયુઓ ઢીલા થઈ જાય છે અને મારા પગ લથડાય છે. અમારા પર આક્રમણ કરનારાઓને ઈશ્વર શિક્ષા કરે તે સમયની હું ધીરજપૂર્વક વાટ જોઈશ.


પણ ઘણા જેઓ પ્રથમ છે તેઓ છેલ્લા થશે, અને જેઓ છેલ્લા છે તેઓ પ્રથમ થશે.


લોકોએ તેને પૂછયું, “તો અમે શું કરીએ?”


તેમણે જવાબ આપ્યો, “સૂબેદાર કર્નેલ્યસે અમને મોકલ્યા છે. તે ધર્મનિષ્ઠ અને ઈશ્વરની ભક્તિ કરનાર વ્યક્તિ છે. બધા યહૂદીઓ તેને ખૂબ માન આપે છે. ઈશ્વરના એક દૂતે તમને તેને ઘેર આમંત્રણ આપવા જણાવ્યું છે કે જેથી તે તમારો સંદેશ સાંભળી શકે.”


સિમોન પિતર નામે માણસને બોલાવવા કોઈને જોપ્પા મોકલ. દરિયાકિનારે રહેતા સિમોન ચમારને ત્યાં તે મહેમાન તરીકે ઊતર્યો છે.’


દરિયાકિનારે રહેતા સિમોન ચમારને ત્યાં તે મહેમાન તરીકે ઊતર્યો છે.”


એ સાંભળીને લોકોનાં હૃદય વીંધાઈ ગયાં, અને તેમણે પિતર તથા અન્ય પ્રેષિતોને પૂછયું, “ભાઈઓ, અમે શું કરીએ?”


મેં પૂછયું, ‘પ્રભુ, હું શું કરું?’ અને પ્રભુએ મને કહ્યું, ‘ઊઠ, દમાસ્ક્સ જા, અને ઈશ્વરે તારા સંબંધી નક્કી કર્યા પ્રમાણે તારે શું કરવાનું છે તે બધું તને કહેવામાં આવશે.’


પણ હવે ઊઠ, મારા સેવક તરીકે તને નીમવાને મેં તને દર્શન દીધું છે. તેં આજે મારા વિષે જે જોયું છે અને હવે ભવિષ્યમાં તને જે દર્શાવીશ તે તારે બીજાઓને કહેવાનું છે.


તેણે પૂછયું, “પ્રભુ, તમે કોણ છો?”


વળી, યશાયા વધુ હિંમત રાખીને કહે છે: “જેઓ મને શોધતા ન હતા, તેમને હું મળ્યો; જેઓ મારી પૂછપરછ કરતા ન હતા, તેમની સમક્ષ હું પ્રગટ થયો.”


ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવવાનો માર્ગ તેઓ જાણતા નથી. પોતાના માર્ગ ઉપર ચાલતાં તેઓ ઈશ્વરના માર્ગને આધીન થતા નથી.


નિયમશાસ્ત્ર આવવાથી અપરાધોમાં વધારો થયો, પણ જેમ પાપ વયું, તેમ ઈશ્વરની કૃપા એથીય વિશેષ વધી.


એક વખત હું નિયમ વિના જીવતો હતો. પણ આજ્ઞા આવી કે તરત જ પાપ મારામાં જીવંત બન્યું,


આથી મારા પ્રિય મિત્રો, જ્યારે હું તમારી સાથે હતો ત્યારે તમે જેમ મને આધીન રહેતા હતા, તે જ પ્રમાણે હાલમાં જ્યારે હું તમારાથી દૂર છું ત્યારે પણ તમે આધીન રહો તે અગત્યનું છે. બીક તથા કંપારીસહિત તમારો ઉદ્ધાર સંપૂર્ણ કરવાને માટે યત્ન કર્યા કરો.


ઈશ્વર વધુ કૃપા આપે તે માટે શાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર ગર્વિષ્ઠને ધિક્કારે છે, પણ નમ્રને કૃપા આપે છે.”


યિશાઈને બલિ વખતે આમંત્રણ આપજે અને તારે શું કરવું તે હું કહીશ. હું કહું તે માણસનો તું રાજા તરીકે અભિષેક કરજે.”


પલિસ્તીઓનાં સૈન્ય જોઈને શાઉલનું હૈયું ભયથી કાંપવા લાગ્યું.


Lean sinn:

Sanasan


Sanasan