Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:42 - પવિત્ર બાઇબલ C.L.

42 આ અંગેના સમાચાર આખા જોપ્પામાં પ્રસરી ગયા, અને ઘણા લોકોએ પ્રભુમાં વિશ્વાસ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

42 આખા જોપ્પામાં એ વાતની ખબર પડી, એટલે ઘણાએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

42 અને આખા જોપ્પામાં દરકાસના ચમત્કારની વાત ફેલાઈ, અને ઘણાંએ પ્રભુ પર વિશ્વાસ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

42 યાફામાં દરેક સ્થળે લોકોએ આ સંદર્ભમાં સાંભળ્યું હતું. આ લોકોમાંના ઘણાએ પ્રભુમાં વિશ્વાસ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:42
17 Iomraidhean Croise  

તમારે જોઈતાં ગંધતરુનાં બધાં લાકડાં અમે લબાનોનમાંથી કપાવીશું, અને તરાપા પર બાંધીને દરિયાઈ માર્ગે યાફા સુધી પહોંચાડીશું. ત્યાંથી તમે તે યરુશાલેમ લઈ જઈ જજો.”


પણ યોના તો પ્રભુથી દૂર નાસી જવા ઊલટી દિશામાં જવા તૈયાર થયો. તે જોપ્પા ગયો. ત્યાં તેને તાર્શીશ જતું વહાણ મળી ગયું. પ્રભુથી દૂર નાસી છૂટવા તે ભાડું આપીને તેમાં ખલાસીઓ સાથે બેસી ગયો.


તે સાંભળીને ઈસુએ કહ્યું, “લાઝરસનું મરણ થાય એવી આ માંદગી નથી, પરંતુ ઈશ્વરને મહિમા મળે માટે તે આવી છે; જેથી તે દ્વારા ઈશ્વરપુત્રનો મહિમા થાય.”


મિર્યામની મુલાકાતે આવેલાઓમાંથી ઘણા યહૂદીઓએ ઈસુએ જે કર્યું હતું તે જોઈને તેમના પર વિશ્વાસ મૂક્યો.


કારણ, તેને લીધે ઘણા યહૂદીઓ પોતાના આગેવાનોને મૂકીને ઈસુ પર વિશ્વાસ કરવા લાગ્યા હતા.


ઈસુએ પોકારીને કહ્યું, “જે કોઈ મારા પર વિશ્વાસ મૂકે છે તે ફક્ત મારા ઉપર જ નહિ, પણ મને મોકલનાર પર પણ વિશ્વાસ મૂકે છે.


હવે માણસ મોકલીને જોપ્પાથી સિમોન પિતરને બોલાવ.


અને તેમને બધા બનાવો જણાવીને જોપ્પા મોકલ્યા.


પોતાના ઘરમાં દૂતે તેને દર્શન દઈને જે કહ્યું હતું તે તેણે જણાવ્યું: ‘કોઈને જોપ્પા મોકલીને જેનું પૂરું નામ સિમોન પિતર છે તેને બોલાવ.


પ્રભુનું પરાક્રમ તેમની સાથે હતું અને ઘણા લોકોએ વિશ્વાસ કર્યો અને પ્રભુ તરફ ફર્યા.


“હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો ત્યારે મને સંદર્શન થયું. ચાર છેડાથી લટકાવેલી મોટી ચાદર જેવું કંઈક મેં આકાશમાંથી ઊતરી આવતું જોયું. તે મારી નજીક આવી અટકી ગયું.


લુદા અને શારોનમાં રહેતા બધા લોકોએ તેને જોયો, અને તેઓ પ્રભુ તરફ ફર્યા.


જોપ્પામાં તાબીથા નામની એક વિશ્વાસી સ્ત્રી હતી (ગ્રીકમાં તેનું નામ દરક્સ અર્થાત્ હરણી છે). તે તેનો સઘળો સમય ભલું કરવામાં અને ગરીબોને મદદ કરવામાં ગાળતી.


જોપ્પા લુદાથી બહુ દૂર ન હતું, અને જ્યારે જોપ્પાના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લુદામાં છે ત્યારે તેમણે બે માણસોને તેની પાસે સંદેશો લઈ મોકલ્યા: “અમારી પાસે જલદીથી આવો.”


જોપ્પામાં સિમોન નામના એક ચમારને ત્યાં પિતર ઘણા દિવસ રહ્યો.


મેઆર્કોન, રાક્કોન તેમજ જોપ્પાની આસપાસનો વિસ્તાર.


Lean sinn:

Sanasan


Sanasan