Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તે જમીન પર પડી ગયો અને તેણે અવાજ સાંભળ્યો, “શાઉલ, શાઉલ! તું મારી સતાવણી કેમ કરે છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તે જમીન પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી, “શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તે જમીન પર પડી ગયો, અને તેની સાથે વાત કરતી એક વાણી તેણે સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 શાઉલ જમીન પર પટકાયો. તેણે તેને કહેવાતી એક વાણી સાંભળી. “શાઉલ, શાઉલ! તું શા માટે મને સતાવે છે?”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:4
22 Iomraidhean Croise  

દૂતે હાગારને કહ્યું, “સારાયની દાસી હાગાર, તું ક્યાંથી આવી અને કયાં જાય છે?” હાગારે કહ્યું, “હું મારી શેઠાણી સારાય પાસેથી નાસી જાઉં છું.”


પરંતુ આકાશમાંથી પ્રભુના દૂતે તેને હાંક મારી, “અબ્રાહામ, અબ્રાહામ!” તેણે જવાબ આપ્યો, “હું આ રહ્યો.”


પરંતુ પ્રભુ પરમેશ્વરે પુરુષને હાંક મારીને કહ્યું, “તું કયાં છે?”


પ્રભુએ જોયું કે મોશે એ બનાવ જોવા પાસે આવે છે. તેથી તેમણે તેને છોડવામાંથી હાંક મારીને કહ્યું, “મોશે, મોશે.” તેણે કહ્યું, “હું આ રહ્યો.”


ત્યારપછી મેં પ્રભુને આ પ્રમાણે કહેતા સાંભળ્યા, “હું કોને મોકલું? અમારા સંદેશવાહક તરીકે કોણ જશે?” મેં જવાબ આપ્યો, “હું જઈશ, મને મોકલો.”


તેમના સર્વ દુ:ખમાં તે પણ દુ:ખી થયા, અને તેમના કોઈ દૂતને મોકલીને નહિ, પણ તેમના પ્રત્યે પ્રેમ અને દયા દાખવીને જાતે ઉપસ્થિત રહીને તેમણે તેમને છોડાવ્યા અને પ્રાચીનકાળમાં ઊંચકીને ફેરવ્યા.


કારણ, જે તમારા પર પ્રહાર કરે છે તે જાણે મારી આંખની કીકી પર પ્રહાર કરે છે.” તેથી સર્વસમર્થ પ્રભુએ તેમના લોકોને કચડી નાખનાર પ્રજાઓ પાસે મને આ સંદેશો લઈને મોકલ્યો;


રાજા વળતો જવાબ આપશે, ’હું તમને સાચે જ કહું છું: જ્યારે આ મારા નાના ભાઈઓમાંના એકને તમે એ મદદ કરી ત્યારે તે તમે મારે માટે કર્યું.’


પ્રભુએ તેને જવાબ આપ્યો, “માર્થા, માર્થા, તું ઘણી બાબતોની ચિંતા કરે છે અને બાવરી બની જાય છે.


ઈસુએ જ્યારે કહ્યું, “હું તે જ છું,” ત્યારે તેઓ પાછા હઠીને જમીન પર ગબડી પડયા.


ઈસુએ તેને કહ્યું, “મિર્યામ!” મિર્યામે તેમના તરફ ફરીને હિબ્રૂમાં કહ્યું, “રાબ્બોની (અર્થાત્ ગુરુજી)!”


નાસ્તો કરી રહ્યા પછી ઈસુએ પિતરને પૂછયું, “યોનાના પુત્ર સિમોન, આ બધાં કરતાં શું તું મારા પર વધારે પ્રેમ રાખે છે?” તેણે જવાબ આપ્યો, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.” ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને ચરાવ.”


તે તરત જ તેના પગ આગળ ઢળી પડી અને મરણ પામી. યુવાનોએ અંદર આવીને તેને મરેલી જોઈ તેથી તેઓ તેને પણ લઈ ગયા અને તેના પતિની બાજુમાં દફનાવી.


તેણે પૂછયું, “પ્રભુ, તમે કોણ છો?”


અહીં આપણે જોઈએ છીએ કે ઈશ્વર દયાળુ તો છે, પણ સાથેસાથે કડક પણ છે. જેઓ પડી ગયા તેઓ ઉપર ઈશ્વરનો કોપ આવ્યો. જો તું ઈશ્વરની દયાને વળગી રહેશે, તો ઈશ્વર તારા પર દયા જારી રાખશે, નહિ તો તને પણ કાપી નાખવામાં આવશે.


ખ્રિસ્ત તો અનેક અવયવવાળા એક શરીર સમાન છે. અનેક અવયવનું બનેલું હોવા છતાં શરીર તો એક જ છે.


તમને બીજાઓના ઉપરી કોણે બનાવ્યા? તમારી પાસે જે કંઈ છે તે શું ઈશ્વર તરફથી નથી? તો પછી તમને જે મળ્યું છે તે જાણે કે બક્ષિસ નથી એવી બડાઈ કેમ મારો છો?


(કોઈ માણસ પોતાના શરીરનો તિરસ્કાર કદી કરતો નથી. એને બદલે, તે પોતાના શરીરનું પાલનપોષણ કરે છે. એ જ રીતે ખ્રિસ્ત પણ મંડળીનું પાલનપોષણ કરે છે; કારણ, આપણે ખ્રિસ્તના શરીરના અવયવો છીએ).


Lean sinn:

Sanasan


Sanasan