Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:35 - પવિત્ર બાઇબલ C.L.

35 લુદા અને શારોનમાં રહેતા બધા લોકોએ તેને જોયો, અને તેઓ પ્રભુ તરફ ફર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 [ત્યારે] લુદા તથા શારોનના બધા રહેવાસીઓ તેને જોઈને પ્રભુ તરફ વળ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 ત્યારે લુદા તથા શારોનના બધા લોકો તેને જોઈને પ્રભુ તરફ વળ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 લોદ તથા શારોનના મેદાનોના બધા જ લોકોએ તેને જોયો. આ લોકો પ્રભુ ઈસુ તરફ વળ્યા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:35
32 Iomraidhean Croise  

તેઓ બાશાન અને ગિલ્યાદના પ્રદેશમાં, તેનાં નગરોમાં અને આખા શારોનના ઘાસચારાના મેદાનમાં રહેતા હતા.


એલ્પાલને ત્રણ પુત્રો હતા: એબેર, મિશામ અને શેમેદ. શેમેદે, ઓનો અને લોદ નગરો અને તેમનાં આસપાસનાં ગામો બંધાવ્યાં.


લોદ, ઓનો તથા કારીગરોની ખીણમાં વસ્યા.


તારે યુદ્ધ કરવાનો સમય આવશે ત્યારે તારા લોકો તને ખુશીથી અનુસરશે. હે રાજા, તું પ્રતાપી અને ગૌરવી વસ્ત્રો ધારણ કરે છે, અને પરોઢિયાને પેટે જન્મેલા ઝાકળના જેવી તારી જુવાની તાજગીભરી છે.


પૃથ્વીની સર્વ સીમાના લોકો પ્રભુને સંભારીને તેમની તરફ ફરશે; અન્ય સર્વ દેશોની બધી પ્રજાઓ તેમની આરાધના કરશે.


પ્રભુએ કહ્યું, “હે ઇઝરાયલના લોકો, તમે મારી વિરુદ્ધ ભારે બંડ કર્યું છે. પણ હવે મારી પાસે પાછા આવો!


દેશ સુકાઈને વેરાન થયો છે. લબાનોનની વનરાજી લજ્જિત થઈ ચીમળાઈ ગઈ છે. શારોનની ફળદ્રુપ ખીણ રણપ્રદેશ જેવી બની છે. બાશાન અને ર્કામેલ પર્વત પરનાં વૃક્ષોનાં પાંદડાં ખરી પડયાં છે.


તે આનંદ અને હર્ષના પોકાર કરશે. તેને લબાનોનનું સૌંદર્ય અને ર્કામેલ પર્વત તથા શારોનની ખીણની શોભા અપાશે. સૌ કોઈ પ્રભુનું ગૌરવ અને તેમનો પ્રતાપ જોશે.


મને ભજનારા મારા લોકના હક્ક માં શારોન ઘેટાંબકરાંનાં ટોળાં માટેનું ચરિયાણ અને આખોરની ખીણ ઢોરઢાંકના વિસામાનું સ્થળ બની રહેશે.


શું કોઈએ આવું કદી જોયું કે સાંભળ્યું છે? શું એક જ દિવસમાં દેશનો પ્રસવ થઈ જાય? શું એક ક્ષણમાં પ્રજાનો ઉદ્ભવ થઈ જાય? પણ સિયોનને તો પ્રસવવેદના થતાંની સાથે જ તે સંતાનોને જન્મ આપશે.


આપણે આપણા માર્ગો તપાસીએ તથા પારખીએ અને પ્રભુ તરફ પાછા ફરીએ.


તે માટે, હે યાકોબના વંશજો, તમારા ઈશ્વર તરફ પાછા ફરો! પ્રેમ અને ન્યાય જાળવી રાખો અને તમારા ઈશ્વરની નિરંતર ઝંખના રાખો.


તમારી કબૂલાત સાથે તેની પાસે પાછા આવો અને કહો, “અમારાં પાપનું નિવારણ કરો અને કૃપા કરી અમારો સ્વીકાર કરો. અમે આખલાના અર્પણની જેમ અમારા મુખેથી તમને સ્તુત્યાર્પણ ચડાવીશું.


તમારાં ભગ્ન હૃદયોમાં શોક છે એવું દેખાવા દો, કારણ, તમે માત્ર તમારાં વસ્ત્રો ફાડો એટલું પૂરતું નથી. પ્રભુ, તમારા ઈશ્વર પાસે પાછા આવો. તે દયાળુ અને કરુણાથી ભરપૂર છે. તે ધીરજવાન છે અને પોતાનું વચન પાળે છે; તે શિક્ષા નહિ, પણ ક્ષમા કરવાને હમેશાં તત્પર છે.


પ્રભુનું પરાક્રમ તેમની સાથે હતું અને ઘણા લોકોએ વિશ્વાસ કર્યો અને પ્રભુ તરફ ફર્યા.


યાકોબે બોલવાનું ચાલુ રાખ્યું, “મારા અભિપ્રાય પ્રમાણે ઈશ્વર તરફ ફરતા બિનયહૂદીઓનો બોજ આપણે વધારવો જોઈએ નહિ. એને બદલે, આપણે તેમના પર પત્ર લખીએ કે,


આવું બે વર્ષ સુધી ચાલ્યું; અને તેથી આસિયા પ્રદેશમાં વસતા યહૂદી અને બિનયહૂદી સૌએ પ્રભુનો સંદેશ સાંભળ્યો.


આમ પ્રભુના સંદેશનો પ્રચાર વધતો ગયો અને પ્રબળ થતો ગયો.


અને ઈશ્વરની પ્રશંસા કરતા. બધા લોકો તેમના પર પ્રસન્‍ન હતા. પ્રભુ ઉદ્ધાર પામનારાઓને રોજરોજ તેમની સંગતમાં ઉમેરતા હતા.


પણ સંદેશો સાંભળનારાઓમાંના ઘણાએ વિશ્વાસ કર્યો; અને વિશ્વાસ કરનાર પુરુષોની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.


પ્રભુના સંદેશનો પ્રચાર વધતો રહ્યો. યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા વધતી જ ગઈ અને ઘણી મોટી સંખ્યામાં યજ્ઞકારોએ પણ શુભસંદેશનો સ્વીકાર કર્યો.


પિતરે તેને કહ્યું, “એનિયસ, ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. ઊઠ, તારું બિછાનું ઊંચકી લે.” એનિયસ તરત જ ઊભો થયો.


આ અંગેના સમાચાર આખા જોપ્પામાં પ્રસરી ગયા, અને ઘણા લોકોએ પ્રભુમાં વિશ્વાસ કર્યો.


પણ એ પડદો હટાવી શકાય છે. શાસ્ત્રમાં મોશે વિષે એવું જ લખ્યું છે: “તે જ્યારે પ્રભુ તરફ ફરતો ત્યારે તેનો પડદો દૂર કરવામાં આવતો.”


જ્યારે તમે સંકટમાં આવી પડો અને આ બધી વિપત્તિઓ તમારા પર આવી પડશે, ત્યારે આખરે તમે તમારા ઈશ્વર પ્રભુ તરફ પાછા ફરીને તેમને આધીન થશો.


Lean sinn:

Sanasan


Sanasan