Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:29 - પવિત્ર બાઇબલ C.L.

29 ગ્રીક બોલતા યહૂદીઓની સાથે પણ તેણે ચર્ચા કરી, પણ તેમણે તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 તે હિંમતથી પ્રભુને નામે ઉપદેશ કરતો હતો, અને ગ્રીક યહૂદીઓ સાથે વાદવિવાદ કરતો હતો, પણ તેઓ તેને મારી નાખવાનો લાગ શોધતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તે હિંમતથી પ્રભુને નામે ઉપદેશ કરતો હતો, અને ગ્રીક યહૂદીઓ સાથે વાદવિવાદ કરતો હતો, પણ તેઓ તેને મારી નાખવાની તક શોધતાં હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 શાઉલ વારંવાર યહૂદિઓ કે જે ગ્રીક બોલતા હતા તેમની સાથે બોલતો, તે તેઓની સાથે દલીલો પણ કરતો. પરંતુ તેઓ તેને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:29
13 Iomraidhean Croise  

પરંતુ સાયપ્રસ અને કુરેનીમાંથી કેટલાક વિશ્વાસીઓ અંત્યોખ ગયા. તેમણે બિનયહૂદીઓ સમક્ષ પણ આ સંદેશો જાહેર કર્યો અને તેમને પ્રભુ ઈસુ વિષેનો શુભસંદેશ જણાવ્યો.


તેથી તેણે ભજનસ્થાનમાં યહૂદીઓ સાથે, ઈશ્વરની ભક્તિ કરનાર ગ્રીકો સાથે અને જાહેરસ્થાનોમાં રોજરોજ એકત્ર થતા લોકો સાથે વાદવિવાદ કર્યો.


એફેસસમાં આવી પહોંચતાં પાઉલ પ્રિસ્કીલા તથા આકુલાથી છૂટો પડયો. ભજનસ્થાનમાં જઈને તેણે યહૂદીઓ સાથે ચર્ચા કરી.


ત્રણ માસ સુધી પાઉલે ભજનસ્થાનમાં જઈને લોકોની સાથે ચર્ચા કરી અને ઈશ્વરના રાજ સંબંધી ખાતરી કરાવવા તેમની સાથે હિંમતપૂર્વક બોલ્યો.


તેમાં મેં પ્રભુને આમ કહેતા સાંભળ્યા, ‘યરુશાલેમમાંથી જલદી નીકળી જા, કારણ, મારા વિષેની તારી સાક્ષીને લીધે અહીંના લોકો તને સ્વીકારશે નહિ.’


શિષ્યોની સંખ્યા વધતી જતી હતી. કેટલાક સમય પછી ગ્રીક યહૂદીઓએ હિબ્રૂ યહૂદીઓની વિરુદ્ધ બડબડાટ કર્યો. ગ્રીક યહૂદીઓએ કહ્યું કે રોજિંદી વહેંચણીમાં અમારી વિધવાઓ તરફ દુર્લક્ષ સેવવામાં આવે છે.


પણ બાર્નાબાસે તેને સાથ આપ્યો અને તે તેને પ્રેષિતો પાસે લઈ ગયો. શાઉલને કેવી રીતે રસ્તે જતાં જતાં પ્રભુનાં દર્શન થયાં હતાં અને પ્રભુએ તેની સાથે વાત કરી હતી તે તેણે પ્રેષિતોને સમજાવ્યું. શાઉલે દમાસ્ક્સમાં ઈસુના નામમાં કેવો હિંમતભેર પ્રચાર કર્યો હતો તે તેમને કહી જણાવ્યું.


તેથી શાઉલ તેમની સાથે રહ્યો અને આખા યરુશાલેમમાં પ્રભુના નામમાં હિંમતપૂર્વક પ્રચાર કરતો ફર્યો.


મારી ઘણી મુસાફરીઓમાં મને નદીઓનાં પૂરનું અને લૂંટારાઓનું જોખમ હતું, યહૂદી અને બિનયહૂદીઓનો ભય હતો; શહેરોનું, જંગલોનું, દરિયાનું અને જૂઠા મિત્રોનું જોખમ મેં વેઠયું છે.


પ્રિયજનો, જે ઉદ્ધારના આપણે સહભાગી છીએ તે અંગે તમને લખવા હું ઘણો આતુર હતો; ઈશ્વરે પોતાના લોકોને કાયમને માટે એકીવારે આપેલા વિશ્વાસને માટે ઝઝૂમવા તમને પ્રોત્સાહન મળે તે માટે તમને લખવાની મને જરૂર જણાઈ છે.


મોશેનું શબ કોણ રાખે તે વિષે શેતાનની સાથે વિવાદ થયો, ત્યારે મિખાએલે શેતાનની નિંદા કરીને તેના પર આરોપ મૂક્યો નહિ, પણ માત્ર આટલું જ કહ્યું, “પ્રભુ તને ધમકાવો.”


Lean sinn:

Sanasan


Sanasan