Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:24 - પવિત્ર બાઇબલ C.L.

24 પણ તેમની યોજનાની તેને ખબર પડી ગઈ. તેને મારી નાખવા માટે તેઓ રાતદિવસ શહેરના દરવાજાઓ પર ચોકીપહેરો રાખતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પણ તેઓનું કાવતરું શાઉલને માલૂમ પડ્યું. તેઓએ તેને મારી નાખવા માટે રાતદિવસ દરવાજાઓની પણ ચોકી કરી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 પણ તેઓનું કાવતરું શાઉલને માલૂમ પડ્યું. તેઓએ તેને મારી નાખવા સારુ રાતદિવસ દરવાજાઓની ચોકી પણ કરી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 યહૂદિઓ રાતદિવસ શહેરના દરવાજાએ ચોકી કરતા અને શાઉલની રાહ જોતા. તેઓ તેને મારી નાખવા ઈચ્છતા હતા. પરંતુ શાઉલે તેઓની આ યોજનાના સંદર્ભમાં જાણ્યું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:24
15 Iomraidhean Croise  

તમારા શત્રુઓએ તમારું નુક્સાન કરવાની પેરવી કરી; તેમણે તમારી વિરુદ્ધ ષડયંત્રો રચ્યાં, પણ તેઓ સફળ થયા નહિ.


નેકજનના નિવાસ સામે દુષ્ટની જેમ લાગ જોઈને સંતાઈ રહીશ નહિ; અને તેનું ઘર લૂંટી લઈશ નહિ.


યહૂદીઓના કાવતરાંને કારણે કપરા સમયોમાં થઈને પસાર થતાં પ્રભુના સેવક તરીકે મેં મારું સેવાકાર્ય પૂરી નમ્રતા અને ઘણાં આંસુઓ સાથે કર્યું છે.


ત્યાં તે ત્રણ માસ રહ્યો. તે સિરિયા જવાની તૈયારી કરતો હતો ત્યારે ખબર પડી કે યહૂદીઓ તેની વિરુદ્ધ કાવતરું ઘડતા હતા. તેથી તેણે મકદોનિયા થઈને પાછા જવાનો નિર્ણય કર્યો.


કેટલાક યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું ઘડયું છે, એવી મને બાતમી મળતાં મેં તેને તમારી પાસે મોકલવાનો નિર્ણય કર્યો છે. મેં તેના ફરિયાદીઓને કહ્યું છે કે તેઓ તમારી સમક્ષ તેના પર આરોપ મૂકે.”


જો નિયમનો ભંગ કર્યાને લીધે મને મોતની સજા થાય એવો મેં કોઈ ગુનો કર્યો હોય, તો હું તેમાંથી છટકી જવાની માગણી કરતો નથી. પણ તેમના આરોપ તથ્ય વગરના હોય તો કોઈ મને તેમના હાથમાં સોંપી શકે નહિ. તેથી હું સમ્રાટને અપીલ કરું છું.”


તેમણે ફેસ્તસને તેમની તરફેણ કરીને પાઉલને યરૂશાલેમ મોકલી આપવા વિનંતી કરી. કારણ, તેમણે તેને રસ્તામાં જ મારી નાખવાનું કાવતરું ઘડયું હતું.


પણ એક રાત્રે શાઉલના શિષ્યોએ તેને ટોપલામાં બેસાડીને કોટની એક બારીમાં થઈને કોટ ઉપરથી ઉતારી મૂક્યો.


જ્યારે હું દમાસ્ક્સમાં હતો, ત્યારે આરેતાસ રાજાના હાથ નીચેના રાજ્યપાલે મારી ધરપકડ કરવાને માટે શહેરના દરવાજાઓએ ચોકીપહેરો મૂક્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan