Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:2 - પવિત્ર બાઇબલ C.L.

2 અને દમાસ્ક્સમાં આવેલાં યહૂદી ભજનસ્થાનો પર ઓળખપત્રો લખી આપવા તેને વિનંતી કરી, જેથી જો તેને ત્યાં ઈસુના માર્ગનો કોઈપણ અનુયાયી મળી આવે તો તે સ્ત્રીપુરુષોની ધરપકડ કરી શકે અને તેમને યરુશાલેમ લઈ આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે તેની પાસેથી દમસ્કસમાંની સભાઓ પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્‍ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે તેની પાસેથી દમસ્કસમાંનાં સભાસ્થાનો પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 શાઉલે તેને દમસ્ક શહેરની સભાઓના યહૂદિઓને પત્રો લખવાનું કહ્યું. શાઉલે ખ્રિસ્તના માર્ગના શિષ્યોને દમસ્કમાં શોધવાનો અધિકાર પ્રમુખ યાજક પાસેથી માગ્યો. જો તેને કોઈ સ્ત્રી કે પુરુંષ મળે તો તેઓને યરૂશાલેમ લઈ આવે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:2
23 Iomraidhean Croise  

તેણે પોતાના ચાકરોની બે ટોળીઓ બનાવીને દુશ્મનો પર રાત્રે હુમલો કરીને તેમને હરાવ્યા અને દમાસ્ક્સની ઉત્તરે આવેલા હોબા સુધી તેમનો પીછો કર્યો.


દમાસ્ક્સ હવે શહેર તરીકે રહેશે નહિ, પણ તે ખંડિયેરનો ઢગલો થઈ જશે.


દમાસ્ક્સ વિષે સંદેશ: પ્રભુ કહે છે, “હમાથ અને આર્પાદના લોકો માઠા સમાચાર સાંભળીને ચિંતાતુર બન્યા છે. સાગરની જેમ તેઓ ખળભળી ઊઠયા છે અને તેમને કંઈ ચેન પડતું નથી


સાવધ રહેજો, કારણ, કેટલાક માણસો તમારી ધરપકડ કરશે, તમને કોર્ટમાં લઈ જશે અને તેમનાં ભજનસ્થાનમાં તમને ચાબખા મારશે.


ઈસુએ તેને જવાબ આપ્યો, “માર્ગ, સત્ય અને જીવન હું છું. મારા સિવાય પિતા પાસે જવાનો બીજો કોઈ માર્ગ નથી.”


તેને પ્રભુના માર્ગમાં ચાલવાનું શિક્ષણ મળેલું હતું. તે ખૂબ ઉત્સાહથી બોલતો હતો અને ઈસુ સંબંધીની વાતો ચોક્સાઈપૂર્વક શીખવતો હતો. છતાં તે માત્ર યોહાનના બાપ્તિસ્મા વિશે જાણતો હતો.


આ જ સમયે પ્રભુના માર્ગને લીધે એફેસસમાં ભારે હુલ્લડ થયું.


પણ તેમાંના કેટલાક જડ હતા અને તેઓ વિશ્વાસ ન કરતાં આખી સંગતની સમક્ષ પ્રભુના માર્ગની નિંદા કરતા. તેથી પાઉલ તેમને મૂકીને શિષ્યોને પોતાની સાથે લઈને જતો રહ્યો. તે દરરોજ તુરેન્‍નસના સભાગૃહમાં ચર્ચા કરતો.


હું કબૂલ કરું છું કે તેઓ જેને દુર્મત કહે છે તેવા ઈસુપંથને અનુસરીને હું અમારા પૂર્વજોના ઈશ્વરની ભક્તિ કરું છું. છતાં મોશેના નિયમશાસ્ત્રમાં અને સંદેશવાહકોનાં પુસ્તકોમાં જે લખેલું છે તે બધું જ હું માનું છું.


પછી ફેલીક્ષ, જેને એ માર્ગ વિષેની ચોક્કસ માહિતી હતી, તેણે મુદ્દત પાડી. તેણે તેમને કહ્યું, “અફસર લુસિયસ આવે ત્યારે હું તમારો કેસ આગળ ચલાવીશ.”


યરુશાલેમમાં મેં એવું જ કર્યું. મુખ્ય યજ્ઞકારો પાસેથી અધિકાર મેળવીને ઈશ્વરના ઘણા લોકોને મેં જેલમાં પૂર્યા; અને તેમને મોતની સજા ફટકારાતી ત્યારે હું પણ તેમાં સંમત થતો.


“આ જ હેતુસર મુખ્ય યજ્ઞકારો પાસેથી અધિકાર અને હુકમો મેળવીને હું દમાસ્ક્સ ગયો હતો.


પણ તેમાં “મુક્તજનોના ભજનસ્થાન” તરીકે ઓળખાતા ભજનસ્થાનના સભ્યો હતા; જેમાં કુરેની, એલેકઝાન્ડ્રિયા તેમજ કીલિકીયા અને આસિયામાંથી આવેલા યહૂદીઓ હતા. તેમણે સ્તેફન સાથે વાદવિવાદ કર્યો.


તેણે આપણા લોકો સાથે કપટ કર્યું અને આપણા પૂર્વજો પ્રત્યે ક્રૂરતા દાખવી. તેમનાં બાળકો મૃત્યુ પામે તે માટે તેણે તેમને ઘર બહાર નાખી દેવા બળજબરી કરી.


વળી, તમારે નામે વિનંતી કરનાર બધાની ધરપકડ કરવા માટે તે મુખ્ય યજ્ઞકારો પાસેથી સત્તા મેળવીને દમાસ્ક્સમાં આવ્યો છે.”


તેના શ્રોતાજનોએ આશ્ર્વર્યચકિત થઈને કહ્યું, “યરુશાલેમમાં ઈસુને નામે વિનંતી કરનારાઓને મારી નાખનાર તે જ આ માણસ નથી? અને તેમને પાછા લઈ જવાના હેતુસર જ તે અહીં આવ્યો ન હતો?”


જ્યારે હું દમાસ્ક્સમાં હતો, ત્યારે આરેતાસ રાજાના હાથ નીચેના રાજ્યપાલે મારી ધરપકડ કરવાને માટે શહેરના દરવાજાઓએ ચોકીપહેરો મૂક્યો હતો.


બલ્કે, મારી પહેલાંના પ્રેષિતોને મળવા હું યરુશાલેમમાં પણ ગયો નહિ, પણ તરત જ અરબસ્તાન ચાલ્યો ગયો, અને પછી દમાસ્ક્સ પાછો ફર્યો.


Lean sinn:

Sanasan


Sanasan