Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:13 - પવિત્ર બાઇબલ C.L.

13 અનાન્યાએ જવાબ આપ્યો, “પ્રભુ, ઘણા લોકોએ મને એ માણસ વિષે અને યરુશાલેમમાંના તમારા લોકો પર તેણે જે કાળો કેર વર્તાવ્યો છે તે વિષે કહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ અનાન્યાએ ઉત્તર આપ્યો, “પ્રભુ, યરુશાલેમમાંના તારા સંતોને એ માણસે કેટલું બધું દુ:ખ આપ્યું છે એ મેં ઘણા [નાં મોં] થી સાંભળ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ અનાન્યાએ ઉત્તર આપ્યો કે, પ્રભુ યરુશાલેમમાંના તમારા સંતોને એ માણસે કેટલું બધું દુઃખ દીધું છે એ મેં ઘણાંનાં મોંથી સાંભળ્યું છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પણ આનાન્યાએ જવાબ આપ્યો, “પ્રભુ, ઘણા લોકોએ મને આ માણસ વિષે કહ્યું છે. તેઓએ યરૂશાલેમમાં તારા પવિત્ર લોકોને કેટલું બધું દુ:ખ આપ્યું હતું તેના સંબંધમાં મને કહ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:13
31 Iomraidhean Croise  

પછી આત્માએ મને ઊંચકી લીધો અને પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો સજ્જડ કબજો લીધો. તેથી હું કચવાતે મને ધૂંધવાઈને ગયો.


જુઓ, હું તમને વરૂઓની મધ્યે ઘેટાંના જેવા મોકલું છું. તમે સાપના જેવા ચાલાક ને કબૂતરના જેવા સાલસ બનો.


મેં આ ઈસુપંથીઓને મારી નાખવા સુધી તેમની સતાવણી કરી હતી. સ્ત્રીપુરુષોની ધરપકડ કરીને મેં તેમને જેલમાં નાખ્યા હતા.


પણ શાઉલે મંડળીનો નાશ કરવા પ્રયાસ કર્યો. ઘેરઘેર ફરીને તેણે વિશ્વાસી સ્ત્રીપુરુષોને ઢસડી લાવીને જેલમાં નાખ્યાં.


એ સમય દરમિયાન શાઉલ પ્રભુના શિષ્યોનાં ખૂન કરવાની ક્રૂર ધમકીઓ આપતો હતો. તે પ્રમુખ યજ્ઞકાર પાસે ગયો,


તેના શ્રોતાજનોએ આશ્ર્વર્યચકિત થઈને કહ્યું, “યરુશાલેમમાં ઈસુને નામે વિનંતી કરનારાઓને મારી નાખનાર તે જ આ માણસ નથી? અને તેમને પાછા લઈ જવાના હેતુસર જ તે અહીં આવ્યો ન હતો?”


પિતર બધી જગ્યાએ મુસાફરી કરતો હતો. એકવાર તે લુદામાં રહેતા સંતોની મુલાકાતે ગયો.


પિતરે આગળ વધીને તેને બેઠા થવામાં સહાય કરી. પછી તેણે વિશ્વાસીઓ અને વિધવાઓને બોલાવીને તેને જીવતી સોંપી.


માટે તમે જેઓ ઈશ્વરને પ્રિય છો અને જેમને પવિત્ર થવા આમંત્રણ આપવામાં આવેલું છે, તેવા તમ રોમમાં રહેનારાઓને હું લખું છું. ઈશ્વર આપણા પિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કૃપા તથા શાંતિ આપો.


યહૂદિયાના અવિશ્વાસીઓના હુમલાથી હું બચી જાઉં, યરુશાલેમમાંની મારી સેવા ઈશ્વરના લોકોને પસંદ પડે,


ફિલોલોગસ તથા જુલિયા, નેરિયસ તથા તેની બહેન અને ઓલિમ્પાસ તથા તેમની સાથે ઈશ્વરના જે લોક છે, તે બધાને શુભેચ્છા.


ઈશ્વરના લોકોને શોભે તે રીતે પ્રભુના નામમાં તેનું સન્માન કરજો. તેણે ઘણા લોકોને તથા મને મદદ કરી છે. તેથી તે પણ જ્યારે તમારી પાસે મદદની માગણી કરે, ત્યારે તેને સહાય કરજો.


તમે ઈશ્વરના લોક થવાને અલગ કરાયા છો. વળી, તમે તેમ જ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે પ્રાર્થના કરનાર સમસ્ત દુનિયાના લોકો તેમના તથા આપણા પ્રભુ એટલે ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી ઈશ્વરના બનેલા છે.


કારણ, આપણો ઈશ્વર અવ્યવસ્થાનો નહિ, પણ શાંતિનો ઈશ્વર છે.


હવે હું ઈશ્વરના લોકને માટે રાહતફાળો ઉઘરાવવા વિષે જણાવીશ. ગલાતિયા પ્રદેશની મંડળીઓને મેં જે સલાહ આપી છે તે જ પ્રમાણે તમારે કરવું.


હું તમને શરમાવવા આ કહું છું. ભાઈઓ વચ્ચેના વિવાદનો નિકાલ કરી શકે એવો એકેય શાણો માણસ તમારી સંગતમાં નથી?


ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત થયેલ પાઉલ તરફથી એફેસસમાં રહેતા અને ખ્રિસ્તને વિશ્વાસુ છે એવા ઈશ્વરના લોકને શુભેચ્છા!


ઈસુ ખ્રિસ્તની સાથે સંબંધમાં આવેલા ફિલિપીમાં રહેતા ઈશ્વરના સર્વ લોક, મંડળીના આગેવાનો અને મદદનીશોને લખનાર ખ્રિસ્ત ઈસુના સેવકો પાઉલ અને તિમોથી.


ઈશ્વરના સર્વ લોક, અને ખાસ કરીને જેઓ રોમન બાદશાહના મહેલનાં છે તેઓ તમને શુભેચ્છા પાઠવે છે.


કોલોસેમાંના ઈશ્વરના લોક જેઓ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં આપણા ભાઈઓ છે તેમને આપણા ઈશ્વરપિતા કૃપા તથા શાંતિ બક્ષો.


તમારા સર્વ આગેવાનો અને ઈશ્વરના સર્વ લોકોને અમારી શુભેચ્છા પાઠવજો. ઇટાલીના ભાઈઓ તમને શુભેચ્છા પાઠવે છે.


પ્રિયજનો, જે ઉદ્ધારના આપણે સહભાગી છીએ તે અંગે તમને લખવા હું ઘણો આતુર હતો; ઈશ્વરે પોતાના લોકોને કાયમને માટે એકીવારે આપેલા વિશ્વાસને માટે ઝઝૂમવા તમને પ્રોત્સાહન મળે તે માટે તમને લખવાની મને જરૂર જણાઈ છે.


શમુએલે કહ્યું, “હું એવું કઈ રીતે કરી શકું? શાઉલ એ જાણશે તો મને મારી નાખશે.” પ્રભુએ જવાબ આપ્યો, “તારી સાથે એક વાછરડી લે અને તું પ્રભુને બલિ અર્પવા આવ્યો છે એમ કહેજે.


Lean sinn:

Sanasan


Sanasan