Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:11 - પવિત્ર બાઇબલ C.L.

11 “‘સીધી શેરી’માં જા, અને યહૂદાને ઘેર જઈને તાર્સસના શાઉલની મુલાકાત લે. તે પ્રાર્થના કરે છે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે પ્રભુએ તેને કહ્યું, “ઊઠીને પાધરા નામના રસ્તામાં જા, ને શાઉલ નામે તાર્સસના એક માણસ વિષે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ; કેમ કે જો, તે પ્રાર્થના કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પ્રભુએ તેને કહ્યું કે, ઊઠીને પાધરા નામના રસ્તામાં જા. અને શાઉલ નામે તાર્સસનાં એક માણસ વિષે યહૂદિયાના ઘરમાં ખબર કાઢ; કેમ કે જો, તે પ્રાર્થના કરે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પ્રભુએ અનાન્યાને કહ્યું, “ઊભો થા અને પાધરા નામના રસ્તે જા. યહૂદિયાનું ઘર શોધી કાઢ. તાર્સસના શહેરમાં શાઉલ નામના માણસની તપાસ કર. તે હમણાં ત્યાં પ્રાર્થના કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:11
28 Iomraidhean Croise  

સંકટ સમયે મને પોકારો, એટલે હું તમને છોડાવીશ અને તમે મારો મહિમા પ્રગટ કરશો.”


પ્રભુ દુષ્ટોનાં બલિદાનોને ધિક્કારે છે, પરંતુ સદાચારી પર માત્ર તેની પ્રાર્થનાથી પ્રસન્‍ન થાય છે.


“હું દાવિદના વંશજો અને યરુશાલેમના અન્ય લોકોને દયાના આત્માથી અને પ્રાર્થનાના આત્માથી ભરી દઈશ; જેને તેમણે ઘા કરીને મારી નાખ્યો છે, તેના તરફ તેઓ જોશે અને પોતાના એકના એક સંતાનના મરણને લીધે કોઈ રડે તેમ તેને માટે તેઓ રડશે. પોતાનો પ્રથમજનિત પુત્ર ગુમાવ્યો હોય તેની જેમ તેઓ આક્રંદ કરશે.”


ઈસુએ જવાબ આપ્યો, “ઈશ્વર કેવું દાન આપી શકે છે અને તારી પાસે પાણી માગનાર વ્યક્તિ કોણ છે તેની તને ખબર હોત તો તેં તેની પાસે માગણી કરી હોત અને તેણે તને જીવનનું પાણી આપ્યું હોત.”


પોતાના ઘરમાં દૂતે તેને દર્શન દઈને જે કહ્યું હતું તે તેણે જણાવ્યું: ‘કોઈને જોપ્પા મોકલીને જેનું પૂરું નામ સિમોન પિતર છે તેને બોલાવ.


પછી બાર્નાબાસ શાઉલને શોધી લાવવા તાર્સસ ગયો.


અને ત્યારે, જે કોઈ પ્રભુને નામે વિનંતી કરશે, તેનો બચાવ થશે.’


પાઉલે જવાબ આપ્યો, “હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો યહૂદી છું, અને એ અગ્રગણ્ય શહેરનો નાગરિક છું. મને લોકો આગળ બોલવા દો.”


પછી પાઉલે કહ્યું, “હું પણ યહૂદી છું. હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો અને ગમાલીએલના વિદ્યાર્થી તરીકે અહીં યરુશાલેમમાં જ ઉછરેલો છું. આપણા પૂર્વજોના નિયમશાસ્ત્રનું મને ચુસ્ત શિક્ષણ મળ્યું હતું, અને તમારી જેમ જ હું પણ ઈશ્વરને માટે ધર્મઝનૂની હતો.


તેથી તારો આ દુષ્ટ વિચાર તજી દે, અને પ્રાર્થના કર કે પ્રભુ તને એવા વિચારની ક્ષમા આપે.


પ્રભુના દૂતે ફિલિપને કહ્યું, “ઊઠ, તૈયાર થઈને દક્ષિણ દિશામાં યરુશાલેમથી ગાઝા જવાના રસ્તા પર જા.” (આ રસ્તો રણમાં થઈને જાય છે.)


ભાઈઓને એ વાતની ખબર પડી જવાથી તેમણે શાઉલને કાઈસારિયા લઈ જઈ તાર્સસ મોકલી દીધો.


તમે ત્યાં પણ તમારા ઈશ્વર પ્રભુને શોધશો એટલે તમારા સંપૂર્ણ દયથી અને પૂરા અંત:કરણથી તેમની ખોજ કરશો તો તે તમને મળશે.


Lean sinn:

Sanasan


Sanasan