Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 9:10 - પવિત્ર બાઇબલ C.L.

10 દમાસ્ક્સમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “અનાન્યા!” તેણે જવાબ આપ્યો, “પ્રભુ, હું આ રહ્યો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હવે દમસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું, “અનાન્યા, ત્યારે તેણે કહ્યું, “પ્રભુ, હું આ રહ્યો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હવે દમસ્કસમાં અનાન્યા નામે એક શિષ્ય હતો, તેને પ્રભુએ દર્શન દઈને કહ્યું કે, અનાન્યા; ત્યારે તેણે કહ્યું કે, પ્રભુ, હું આ રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ત્યાં દમસ્કમાં ઈસુનો શિષ્ય હતો. તેનું નામ અનાન્યા હતું. પ્રભુ તેને દર્શન દઇને બોલ્યો. પ્રભુએ કહ્યું, “અનાન્યા!” અનાન્યાએ કહ્યું, “હું અહી છું, પ્રભુ.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 9:10
23 Iomraidhean Croise  

તેણે પોતાના ચાકરોની બે ટોળીઓ બનાવીને દુશ્મનો પર રાત્રે હુમલો કરીને તેમને હરાવ્યા અને દમાસ્ક્સની ઉત્તરે આવેલા હોબા સુધી તેમનો પીછો કર્યો.


થોડા સમય પછી ઈશ્વરે અબ્રાહામની ક્સોટી કરી. તેમણે તેને કહ્યું, “અબ્રાહામ!” અબ્રાહામે જવાબ આપ્યો, “હા પ્રભુ.”


ઈશ્વરના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકોબ!’ મેં જવાબ આપ્યો, ‘હું આ રહ્યો!’


પણ જો પ્રભુ મારા પર પ્રસન્‍ન ન થાય, તો પછી પ્રભુ તેમની ઇચ્છા પ્રમાણે કરે.”


પ્રભુએ જોયું કે મોશે એ બનાવ જોવા પાસે આવે છે. તેથી તેમણે તેને છોડવામાંથી હાંક મારીને કહ્યું, “મોશે, મોશે.” તેણે કહ્યું, “હું આ રહ્યો.”


ત્યારપછી મેં પ્રભુને આ પ્રમાણે કહેતા સાંભળ્યા, “હું કોને મોકલું? અમારા સંદેશવાહક તરીકે કોણ જશે?” મેં જવાબ આપ્યો, “હું જઈશ, મને મોકલો.”


એ જ રાત્રે દાનિયેલને સંદર્શનમાં એ રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું, એટલે તેણે આકાશના ઈશ્વરની સ્તુતિ કરી:


પ્રભુએ તેમને કહ્યું, “મારી વાત ધ્યનથી સાંભળો. જો તમારી મધ્યે કોઈ સંદેશવાહક હોય તો હું સંદર્શનમાં તેની આગળ પ્રગટ થાઉં છું અને સ્વપ્નમાં તેની સાથે વાત કરું છું.


એકવાર બપોરે ત્રણ વાગ્યે તેને સંદર્શન થયું. તેમાં તેણે સ્પષ્ટ રીતે ઈશ્વરના દૂતને તેની પાસે આવીને “કર્નેલ્યસ!” એમ કહેતો જોયો.


“હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો ત્યારે મને સંદર્શન થયું. ચાર છેડાથી લટકાવેલી મોટી ચાદર જેવું કંઈક મેં આકાશમાંથી ઊતરી આવતું જોયું. તે મારી નજીક આવી અટકી ગયું.


પિતર તેની પાછળ પાછળ જેલની બહાર ગયો. છતાં દૂત જે કરી રહ્યો હતો તે વાસ્તવિક છે કે કેમ તેની તેને ખબર ન હતી. તેને તો લાગ્યું કે તે કંઈક સંદર્શન જોઈ રહ્યો છે.


પાઉલને એ સંદર્શન થયા પછી અમે તરત જ મકદોનિયા જવા તૈયાર થઈ ગયા. કારણ, અમે નિર્ણય પર આવ્યા કે ઈશ્વરે અમને ત્યાંના લોકોને શુભસંદેશનો ઉપદેશ કરવા આમંત્રણ આપ્યું છે.


તે રાત્રે પાઉલને સંદર્શન થયું અને તેમાં તેણે એક માણસને ઊભો થઈને આજીજી કરતાં જોયો, “મકદોનિયા આવીને અમને સહાય કરો.”


એક રાત્રે પાઉલને સંદર્શન થયું. પ્રભુએ તેમાં તેને કહ્યું, “ગભરાઈશ નહિ, પણ બોલતો રહેજે અને શાંત ના રહેતો.


‘ઈશ્વર કહે છે, હું અંતિમ દિવસોમાં આમ કરીશ: હું મારા આત્માથી બધા માણસોનો અભિષેક કરીશ. તમારા પુત્રો અને પુત્રીઓ ઉપદેશ કરશે. તમારા યુવાનો સંદર્શનો જોશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે.


“ત્યાં અનાન્યા નામે એક માણસ રહેતો હતો. તે આપણા નિયમશાસ્ત્રને આધીન રહેનાર ધાર્મિક માણસ હતો, અને દમાસ્ક્સમાં વસતા યહૂદીઓ તેનું ખૂબ માન રાખતા હતા.


અને સંદર્શનમાં તેણે જોયું છે કે અનાન્યા નામનો એક માણસ આવીને તેના પર હાથ મૂકે છે અને તેથી તે ફરીથી દેખતો થાય છે.”


ત્રણ દિવસ સુધી તે જોઈ શક્યો નહિ, અને એ સમય દરમિયાન તેણે કંઈ ખાધું કે પીધું નહિ.


જ્યારે હું દમાસ્ક્સમાં હતો, ત્યારે આરેતાસ રાજાના હાથ નીચેના રાજ્યપાલે મારી ધરપકડ કરવાને માટે શહેરના દરવાજાઓએ ચોકીપહેરો મૂક્યો હતો.


બલ્કે, મારી પહેલાંના પ્રેષિતોને મળવા હું યરુશાલેમમાં પણ ગયો નહિ, પણ તરત જ અરબસ્તાન ચાલ્યો ગયો, અને પછી દમાસ્ક્સ પાછો ફર્યો.


તે સમયે પ્રભુએ શમુએલને બોલાવ્યો. તેણે જવાબ આપ્યો,


Lean sinn:

Sanasan


Sanasan