Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 8:40 - પવિત્ર બાઇબલ C.L.

40 ફિલિપે જાણ્યું કે તેને આશ્દોદમાં લાવવામાં આવ્યો છે. તે કાઈસારિયા આવ્યો ત્યાં સુધી તે બધાં નગરોમાં શુભસંદેશનો પ્રચાર કરતો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 પણ ફિલિપ આશ્દોદમાં જોવામાં આવ્યો; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંનાં સર્વ શહેરોમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 પણ ફિલિપ આશ્દોદમાં દેખાયો; તે કાઈસારિયા પહોંચતાં સુધી માર્ગમાંના સર્વ શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો કરતો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 ફિલિપ અશ્દોદ નામના શહેરમાં જોવામાં આવ્યો. તે અશ્દોદથી કૈસરિયા સુધીના માર્ગમાં બધા શહેરમાં સુવાર્તા પ્રગટ કરતો ગયો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 8:40
21 Iomraidhean Croise  

આશ્દોદમાં મિશ્ર જાતિના લોકો વસશે. પ્રભુ કહે છે, “આ બધા ઘમંડી પલિસ્તીઓને હું નીચા નમાવીશ.


કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ હતો. તે રોમન લશ્કરીદળની ‘ઇટાલિયન ટુકડી’નો સૂબેદાર હતો.


બીજે દિવસે તે કાઈસારિયા આવી પહોંચ્યો; ત્યાં કર્નેલ્યસ પોતાનાં સગાસંબંધીઓ તથા નિકટના આમંત્રિત મિત્રો સહિત તેની રાહ જોતો હતો.


એ જ ક્ષણે હું રહેતો હતો તે ઘરમાં કાઈસારિયાથી મોકલેલા ત્રણ માણસો આવી પહોંચ્યા.


હેરોદે તેને શોધી કાઢવાનો હુકમ કર્યો, પણ તેઓ તેને શોધી શક્યા નહિ. તેથી તેણે ચોકીદારોની પૂછપરછ કર્યા પછી તેમને મારી નંખાવ્યા. એ પછી હેરોદ યહૂદિયામાંથી જઈને થોડો સમય કાઈસારિયામાં રહ્યો.


કાઈસારિયા આવી પહોંચ્યા પછી તે યરુશાલેમ આવ્યો અને મંડળીને શુભેચ્છા પાઠવીને અંત્યોખ ગયો.


કાઈસારિયાથી કેટલાક શિષ્યો અમારી સાથે આવ્યા અને અમારે જેને ત્યાં ઊતરવાનું હતું તે સાયપ્રસના માસોનને ત્યાં લઈ ગયા. માસોન તો શરૂઆતના સમયથી જ વિશ્વાસી હતો.


ત્યાંથી નીકળીને અમે બીજે દિવસે કાઈસારિયા આવી પહોંચ્યા. ત્યાં અમે સુવાર્તિક ફિલિપને ઘેર રહ્યા. યરુશાલેમમાં જે સાત સેવકો પસંદ કરવામાં આવ્યા હતા તેઓમાંનો તે એક હતો.


પછી અફસરે તેના બે અધિકારીઓને બોલાવીને કહ્યું, “સિત્તેર ઘોડેસ્વારો, અને બસો ભાલદારો અને બસો સૈનિકોને કાઈસારિયા જવા તૈયાર કરો, અને આજે રાત્રે નવ વાગે નીકળવા માટે તૈયાર રહો.


તેઓ તેને કાઈસારિયા લઈ ગયા, રાજ્યપાલને પત્ર આપ્યો અને પાઉલને સોંપ્યો.


ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવ્યો. ત્રણ દિવસ પછી તે કાઈસારિયાથી યરુશાલેમ ગયો.


થોડા સમય પછી આગ્રીપા રાજા અને બેરનીકે રાણી ફેસ્તસની મુલાકાતે આવ્યાં.


ફેસ્તસે જવાબ આપ્યો, “પાઉલને કાઈસારિયા જેલમાં પૂરવામાં આવ્યો છે, અને હું પણ ત્યાં જલદી પાછો જવાનો છું.


ફેસ્તસ તેમની સાથે બીજા આઠથી દસ દિવસ રહ્યો અને પછી કાઈસારિયા ગયો. બીજે દિવસે તેણે ન્યાયાસન પર પોતાનું સ્થાન લઈને પાઉલને ત્યાં અંદર લાવવાનો હુકમ કર્યો.


ત્યાં સાક્ષી આપ્યા પછી અને પ્રભુનો સંદેશ સંભળાવ્યા પછી પિતર અને યોહાન યરુશાલેમ પાછા આવ્યા. રસ્તે જતાં જતાં તેમણે સમરૂનનાં ઘણાં ગામોમાં શુભસંદેશનો પ્રચાર કર્યો.


ભાઈઓને એ વાતની ખબર પડી જવાથી તેમણે શાઉલને કાઈસારિયા લઈ જઈ તાર્સસ મોકલી દીધો.


તે આવું છે: વાણીથી અને કાર્યોથી, ચિહ્નોથી, ચમત્કારોથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી બિનયહૂદીઓ ઈશ્વરને આધીન થયા છે. યરુશાલેમથી ઈલુરીકમ સુધી ખ્રિસ્તનો સંદેશો મેં પૂરેપૂરો પ્રગટ કર્યો છે.


ગાઝા, ગાથ અને આશ્દોદ સિવાય ઇઝરાયલ દેશમાં અન્ય કોઈ જગ્યાએ અનાકી જાતિનો કોઈ માણસ બાકી રહ્યો નહિ.


પલિસ્તીઓ ઈશ્વરની કરારપેટી કબજે કર્યા પછી તેને એબેનએઝેરથી આશ્દોદ નગરમાં લઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan