Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 8:29 - પવિત્ર બાઇબલ C.L.

29 પવિત્ર આત્માએ ફિલિપને કહ્યું, “જા, એ રથની સાથે દોડ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 આત્માએ ફિલિપને કહ્યું, “તું પાસે જઈને એ રથની સાથે થઈ જા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 આત્માએ ફિલિપને કહ્યું કે, તું પાસે જઈને એ રથની સાથે થઈ જા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 આત્માએ ફિલિપને કહ્યું, “પેલા રથ પાસે જા અને તેની નજીકમાં ઊભો રહે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 8:29
16 Iomraidhean Croise  

તેઓ મને પોકારે તે પહેલાં હું તેમને ઉત્તર આપીશ. તેઓ હજી બોલતા હશે, એવામાં હું તેમનું સાંભળીશ.


આવો, આપણે પ્રભુને જાણવાનો ખંતથી યત્ન કરીએ. તેમનું આગમન સૂર્યોદય જેટલું ચોક્ક સ છે અને પૃથ્વીને ભીંજવનાર પાછલા વરસાદની માફક તે આપણી પાસે આવશે.


પિતર હજુ એ સંદર્શનનો અર્થ સમજવા પ્રયત્ન કરતો હતો ત્યારે પવિત્ર આત્માએ કહ્યું, “જો, ત્રણ માણસો તને શોધે છે.


પવિત્ર આત્માએ મને તેમની સાથે કંઈપણ આનાકાની કર્યા વગર જવા કહ્યું. આ છ ભાઈઓ પણ મારી સાથે જોપ્પાથી કાઈસારિયા આવ્યા હતા. અમે બધા કર્નેલ્યસના ઘરમાં ગયા.


તેણે અમારી પાસે આવીને પાઉલનો કમરપટ્ટો લીધો અને તેનાથી પોતાના હાથપગ બાંધીને કહ્યું, “પવિત્ર આત્મા આમ કહે છે: જે માણસનો આ કમરપટ્ટો છે તેને યરુશાલેમમાં યહૂદીઓ આ રીતે બાંધીને બિનયહૂદીઓને સુપરત કરશે.”


પછી તેઓ અંદરોઅંદર સહમત નહિ થતાં જતા રહ્યા, પણ તેઓ જતા હતા ત્યારે પાઉલે તેમને કહ્યું, “પવિત્ર આત્માએ સંદેશવાહક યશાયા દ્વારા તમારા પૂર્વજોને કેટલું સચોટ કહ્યું હતું!


પ્રભુના દૂતે ફિલિપને કહ્યું, “ઊઠ, તૈયાર થઈને દક્ષિણ દિશામાં યરુશાલેમથી ગાઝા જવાના રસ્તા પર જા.” (આ રસ્તો રણમાં થઈને જાય છે.)


અને પોતાના રથમાં પાછો ફરી રહ્યો હતો. તે તેમાં બેસીને જતો હતો તે વખતે સંદેશવાહક યશાયાના પુસ્તકમાંથી તે વાંચતો હતો.


ફિલિપ દોડવા લાગ્યો અને અધિકારીને સંદેશવાહક યશાયાના પુસ્તકમાંથી વાંચતો સાંભળીને પૂછયું, “તમે જે વાંચો છો, તે સમજો છો?”


તેઓ પાણીમાંથી બહાર આવ્યા એટલે પ્રભુનો આત્મા ફિલિપને ત્યાંથી લઈ ગયો. અધિકારીએ તેને ફરીથી જોયો નહિ, પણ તે આનંદ કરતો કરતો તેને માર્ગે આગળ વધ્યો.


પણ આ સર્વ બાબતો એ જ પવિત્ર આત્મા કરે છે. તે પોતાની ઇચ્છા પ્રમાણે દરેકને જુદી જુદી બક્ષિસો આપે છે.


પવિત્ર આત્મા સ્પષ્ટ રીતે જણાવે છે કે પાછલા સમયમાં કેટલાક માણસો વિશ્વાસમાં ડગી જશે. તેઓ જૂઠા આત્માઓ અને દુષ્ટાત્માઓના શિક્ષણને અનુસરશે.


પવિત્ર આત્મા કહે છે તેમ,


Lean sinn:

Sanasan


Sanasan