Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 8:26 - પવિત્ર બાઇબલ C.L.

26 પ્રભુના દૂતે ફિલિપને કહ્યું, “ઊઠ, તૈયાર થઈને દક્ષિણ દિશામાં યરુશાલેમથી ગાઝા જવાના રસ્તા પર જા.” (આ રસ્તો રણમાં થઈને જાય છે.)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પણ પ્રભુના દૂતે ફિલિપને કહ્યું, “ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 હવે પ્રભુના એક સ્વર્ગદૂતે ફિલિપને કહ્યું કે, ઊઠ, ને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા; ત્યાં અરણ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પ્રભુના દૂતે ફિલિપને કહ્યું. તે દૂતે કહ્યું, “તૈયાર થઈ જા અને દક્ષિણમાં જા. યરૂશાલેમથી ગાઝા જવાના રસ્તેથી જા. આ રસ્તો રેતીના રણમાં થઈને જાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 8:26
18 Iomraidhean Croise  

કનાન દેશની સીમાઓ સિદોનથી ગેરાર તરફ ગાઝા સુધી અને સદોમ, ગમોરા, આદમા અને સબોઈમના પ્રાંતો તરફ લાશા સુધી વિસ્તરેલી હતી.


પણ પ્રભુના દૂતે તિશ્બેના સંદેશવાહક એલિયાને પેલા સંદેશકોને મળીને આમ કહેવા મોકલ્યો. “તમે એક્રોનના દેવ બઆલ-ઝબૂલને પૂછવા કેમ જાઓ છો? શું એટલા માટે કે ઇઝરાયલમાં ઈશ્વર નથી?


વળી, સલાટો, કડિયા, સુથાર અને સોનું, ચાંદી, તાંબુ અને લોખંડનું કામ કરનાર અસંખ્ય નિપુણ કારીગરો પણ છે. તો હવે કામ શરૂ કર, અને પ્રભુ તારી સાથે હો.”


એ જોઈને આશ્કલોન શહેર પણ ભયભીત થશે. એ જોઈને ગાઝા નગર અત્યંત દુ:ખી થશે. એક્રોનની પણ એ જ દશા થશે અને તેની આશાનો ભાંગીને ભુકો થઈ જશે. ગાઝા પોતાનો રાજા ગુમાવશે અને આશ્કલોનનો ત્યાગ કરાશે.


તેમણે જવાબ આપ્યો, “સૂબેદાર કર્નેલ્યસે અમને મોકલ્યા છે. તે ધર્મનિષ્ઠ અને ઈશ્વરની ભક્તિ કરનાર વ્યક્તિ છે. બધા યહૂદીઓ તેને ખૂબ માન આપે છે. ઈશ્વરના એક દૂતે તમને તેને ઘેર આમંત્રણ આપવા જણાવ્યું છે કે જેથી તે તમારો સંદેશ સાંભળી શકે.”


પછી તેની સાથે વાત કરનાર દૂત જતો રહ્યો. કર્નેલ્યસે ઘરના બે નોકરોને અને એક સૈનિક જે ધાર્મિક માણસ અને તેનો અંગત સેવક હતો, તેમને બોલાવ્યા


તરત જ પ્રભુના દૂતે હેરોદને માર્યો, કારણ, તેણે ઈશ્વરને માન આપ્યું નહિ. તેને કીડા ખાઈ ગયા અને તે મરી ગયો.


કારણ, જે ઈશ્વરનો હું ભક્ત છું અને જેની સેવા હું કરું છું તેના દૂતે ગઈકાલે રાતે આવીને મને કહ્યું છે,


પણ તે રાત્રે પ્રભુના દૂતે જેલના દરવાજા ખોલી નાખ્યા અને પ્રેષિતોને બહાર લઈ જઈને કહ્યું,


પવિત્ર આત્માએ ફિલિપને કહ્યું, “જા, એ રથની સાથે દોડ.”


ફિલિપ સમરૂનના એક શહેરમાં ગયો અને ત્યાં લોકોને ખ્રિસ્ત સંબંધી ઉપદેશ કર્યો.


તો પછી દૂતો કોણ છે? તેઓ તો ઈશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને ઈશ્વરે તેમને ઉદ્ધાર મેળવનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે.


ઇજિપ્તની સરહદ પર આવેલા શિહોર વહેળાથી માંડીને ઉત્તરમાં છેક એક્રોન સુધીનો પ્રદેશ કનાનીઓનો ગણાતો. ગાઝા, આશ્દોદ, આશ્કલોન, ગાથ અને એક્રોનમાં પલિસ્તીઓના સરદારો રહેતા હતા.


ઇજિપ્તની સરહદ પરના વહેળા સુધી અને ભૂમધ્ય સમુદ્રના કિનારા સુધી આશ્દોદ તથા ગાઝા તેમજ તેમનાં નગરો તથા ગામો હતાં.


Lean sinn:

Sanasan


Sanasan