Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 8:2 - પવિત્ર બાઇબલ C.L.

2 કેટલાક ભાવિક માણસોએ ભારે રુદન અને શોક સાથે સ્તેફનને દફનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ધાર્મિક પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને માટે ઘણો વિલાપ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ધર્મનિષ્ઠ પુરુષોએ સ્તેફનને દફનાવ્યો, અને તેને સારુ ઘણો વિલાપ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 8:2
19 Iomraidhean Croise  

સારા કનાન દેશમાં આવેલા કિર્યાથ-આર્બા એટલે હેબ્રોનમાં અવસાન પામી અને અબ્રાહામ સારા માટે શોક કરવા તથા રુદન કરવા આવ્યો.


વળી, તેની સાથે રથો અને અને ઘોડેસ્વારો પણ ગયા. અને તેમનો સંઘ ઘણો મોટો હતો.


પછી દાવિદે યોઆબ અને તેના માણસોને પોતાનાં વસ્ત્ર ફાડવા, તાટનાં વસ્ત્ર પહેરવા અને આબ્નેરને માટે શોક કરવા હુકમ કર્યો. આબ્નેરની અંતિમક્રિયા સમયે દાવિદ રાજા પોતે તેની નનામીની પાછળ ચાલ્યો.


હિઝકિયા રાજા મરણ પામ્યો અને તેને રાજવી કબ્રસ્તાનમાં ઉપરના ભાગમાં દફનાવામાં આવ્યો. યહૂદિયા અને યરુશાલેમના સર્વ લોકોએ હિઝકિયાને તેના મરણ વખતે મોટું સન્માન આપ્યું. તેનો પુત્ર મનાશ્શા તેના પછી રાજા બન્યો.


યર્મિયા સંદેશવાહકે યોશિયા રાજા માટે વિલાપગીત રચ્યું. તેના શોકમાં સ્ત્રી કે પુરુષ ગાયકોમાં આ ગીત ગાવાનો ઇઝરાયલમાં રિવાજ બની ગયો છે. વિલાપના ગીતસંગ્રહમાં એ ગીત છે.


હે યહૂદિયાના લોકો, યોશિયાના મૃત્યુ માટે વિલાપ કરશો નહિ, અને તેને માટે શોક કરશો નહિ; પણ બંદી તરીકે જનાર રાજા માટે હૈયાફાટ રુદન કરશે, કારણ, તે કદી પાછો આવવાનો નથી અને ફરી વતન જોવા પામશે નહિ.


તેથી યોશિયાના પુત્ર યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે પ્રભુ કહે છે કે એ માણસની કેવી દુર્દશા થશે! કોઈ તેના મૃત્યુ માટે શોક કરશે નહિ. જેમ સ્નેહીજનો માટે ‘ઓ મારા ભાઈ’ ‘ઓ મારી બહેન’ એમ કહીને વિલાપ કરે છે તેમ તેને માટે કોઈ ‘ઓ મારા સ્વામી’, ‘ઓ મારા રાજા’ એવું કહી રડશે નહિ.


સમગ્ર સમાજમાં ખબર પડી કે આરોનનું અવસાન થયું છે. તેથી બધા ઇઝરાયલીઓએ તેને માટે ત્રીસ દિવસ સુધી શોક પાળ્યો.


યોહાનના શિષ્યોએ એ જાણ્યું એટલે તેમણે આવીને તેનું શબ મેળવ્યું અને કબરમાં દફનાવ્યું.


યરુશાલેમમાં શિમયોન નામે એક ભલો અને ઈશ્વરની બીક રાખનાર માણસ રહેતો હતો. તે ઇઝરાયલના ઉદ્ધારની રાહ જોતો હતો.


તે ધાર્મિક માણસ હતો. તે અને તેનું આખું કુટુંબ ઈશ્વરની ભક્તિ કરતાં હતાં. તે ગરીબ યહૂદી લોકોને ઘણી મદદ કરતો, અને હમેશાં ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.


તે સમયે ત્યાં દુનિયાના દરેક દેશમાંથી યરુશાલેમ આવેલા ધાર્મિક યહૂદીઓ હતા.


એ જ દિવસથી યરુશાલેમમાંની મંડળીની આકરી સતાવણી શરૂ થઈ ગઈ. પ્રેષિતો સિવાય બધા વિશ્વાસીઓ યહૂદિયા અને સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.


પણ શાઉલે મંડળીનો નાશ કરવા પ્રયાસ કર્યો. ઘેરઘેર ફરીને તેણે વિશ્વાસી સ્ત્રીપુરુષોને ઢસડી લાવીને જેલમાં નાખ્યાં.


ઇઝરાયલી લોકોએ મોઆબના સપાટ પ્રદેશમાં ત્રીસ દિવસ સુધી મોશે માટે શોક પાળ્યો. પછી મોશે માટે શોકનો સમય પૂરો થયો.


હવે શમુએલ તો મરી ગયો હતો અને સર્વ ઇઝરાયલીઓએ તેને માટે શોક કર્યો હતો અને તેને તેના વતન રામામાં દફનાવ્યો હતો. શાઉલે ઇઝરાયલ દેશમાંથી સર્વ જાદુગરો અને મૃતાત્માનો સંપર્ક સાધનારાઓને તડીપાર કર્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan