Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 8:12 - પવિત્ર બાઇબલ C.L.

12 પણ ફિલિપ તરફથી ઈશ્વરના રાજનો શુભસંદેશ સાંભળીને સ્ત્રીપુરુષોએ ઈસુ ખ્રિસ્તના નામ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો તેવામાં તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમ જ સ્‍ત્રીઓએ પણ બાપ્તિસ્મા લીધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પણ ફિલિપ ઈશ્વરના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તનાં નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો ત્યારે તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમ જ સ્ત્રીઓએ બાપ્તિસ્મા લીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પણ ફિલિપે લોકોને દેવના રાજ્ય અને ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા કહી, પુરુંષો અને સ્ત્રીઓએ ફિલિપમાં વિશ્વાસ મૂક્યો. તેઓએ બાપ્તિસ્મા લીધું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 8:12
22 Iomraidhean Croise  

એટલે તમે જાઓ, બધી જાના લોકોને મારા શિષ્યો બનાવો. ઈશ્વરપિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે તેમને બાપ્તિસ્મા આપતા જાઓ;


પછી તેમણે તેમને ઈશ્વરના રાજનો ઉપદેશ કરવા અને બીમારોને સાજા કરવા મોકલ્યા.


ઈસુએ જવાબ આપ્યો, “જેઓ મરેલાં છે તેઓ તેમનાં મરેલાંઓને ભલે દફનાવે, પણ તું જઈને ઈશ્વરના રાજનો પ્રચાર કર.”


પોતાના મરણ બાદ પોતે જીવતા થયા છે એ અંગેના સચોટ પુરાવા તેમણે તેમને આપ્યા. તેમણે ચાલીસ દિવસ દરમિયાન તેમને ઘણીવાર દર્શન દઈને ઈશ્વરના રાજ સંબંધી જણાવ્યું.


પરંતુ સાયપ્રસ અને કુરેનીમાંથી કેટલાક વિશ્વાસીઓ અંત્યોખ ગયા. તેમણે બિનયહૂદીઓ સમક્ષ પણ આ સંદેશો જાહેર કર્યો અને તેમને પ્રભુ ઈસુ વિષેનો શુભસંદેશ જણાવ્યો.


ભજનસ્થાનના આગેવાન ક્રિસ્પસે તથા તેના કુટુંબે વિશ્વાસ કર્યો. કોરીંથના બીજા ઘણા લોકોએ સંદેશો સાંભળીને વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા.


એ સાંભળ્યા પછી તેઓ પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા પામ્યા.


પિતરે તેમને કહ્યું, “તમે સૌ તમારાં પાપથી પાછા ફરો, અને ઈસુ ખ્રિસ્તને નામે બાપ્તિસ્મા લો; તેથી તમારાં પાપ માફ કરવામાં આવશે, અને તમે ઈશ્વરની ભેટ, એટલે કે, પવિત્ર આત્મા પામશો.


ઘણા લોકોએ તેના સંદેશ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા; તે દિવસે સંગતમાં લગભગ ત્રણ હજાર માણસો ઉમેરાયા.


યહૂદી અને બિનયહૂદી બધાને એક સરખી રીતે મેં ગંભીર ચેતવણી આપી કે તેમણે પોતાનાં પાપથી વિમુખ થઈ ઈશ્વર તરફ ફરવું, અને આપણા પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરવો.


“ઈશ્વરના રાજનો ઉપદેશ કરતાં કરતાં હું તમ સર્વ મયે ફર્યો છું. અને હવે હું જાણું છું કે તમારામાંનો કોઈ મને ફરી જોશે નહિ.


પૂરી હિંમત અને કશા અવરોધ વિના તેણે ઈશ્વરના રાજ વિષે પ્રચાર કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષે શિક્ષણ આપ્યું.


પ્રભુ પર વિશ્વાસ કરનારાઓની સંગતમાં વધારે અને વધારે સ્ત્રીપુરુષો ઉમેરાતાં ગયાં.


વિખેરાઈ ગયેલા વિશ્વાસીઓએ બધી જગ્યાઓએ જઈને શુભસંદેશનો પ્રચાર કર્યો.


જ્યારે માણસ દયથી વિશ્વાસ કરે છે, ત્યારે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારાય છે; અને મુખથી કબૂલાત કરે છે, ત્યારે તે ઉદ્ધાર પામે છે.


પ્રભુમાં આપણું જે જીવન છે તેમાં સ્ત્રી પુરુષથી સ્વતંત્ર નથી અને પુરુષ સ્ત્રીથી સ્વતંત્ર નથી.


આમ, યહૂદી કે બિનયહૂદી, ગુલામ કે સ્વતંત્ર, પુરુષ કે સ્ત્રી વચ્ચે હવે કોઈ ભેદભાવ નથી; કારણ, ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે સૌ એક છો.


તે તો બાપ્તિસ્માના પ્રતીકરૂપ હતું, જે હાલ તમને બચાવે છે. એમાં શારીરિક મલિનતાથી સ્વચ્છ થવાની વાત નથી, પણ શુદ્ધ પ્રેરકબુદ્ધિની મારફતે ઈશ્વરને આપવામાં આવેલા વચનની વાત છે.


Lean sinn:

Sanasan


Sanasan