Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 7:9 - પવિત્ર બાઇબલ C.L.

9 “એ પૂર્વજોએ યોસેફની અદેખાઈ કરી, અને તેને ઇજિપ્તમાં ગુલામ તરીકે વેચી દીધો, પણ ઈશ્વર તેની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પછી પૂર્વજોએ યૂસફ પર અદેખાઈ રાખીને તેને મિસરમાં [લઈ જવા માટે] વેચી દીધો. પણ ઈશ્વર તેની સાથે હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી પૂર્વજોએ યૂસફ પર અદેખાઈ રાખીને તેને મિસરમાં લઈ જવા સારુ વેચી દીધો; પણ ઈશ્વર તેની સાથે હતા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “આ પૂર્વજોને યૂસફની (તેઓનો નાનો ભાઈ) ઈર્ષા થઈ. તેઓએ યૂસફને ગુલામ થવા માટે મિસરમાં વેચ્યો. પરંતુ દેવ યૂસફની સાથે હતો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 7:9
14 Iomraidhean Croise  

પ્રભુ યોસેફની સાથે હતા અને જે કંઈ કામ તે કરતો તેમાં તે સફળ થતો. તે તેના ઇજિપ્તી માલિકના ઘરમાં રહેતો હતો.


તેણે એ રીતે પોતાના ઘરકુટુંબને અને પોતાની સઘળી માલમિલક્તને યોસેફની દેખરેખ નીચે મૂક્યાં તે સમયથી માંડીને પ્રભુએ યોસેફને લીધે એ ઇજિપ્તીના ઘરકુટુંબને આશિષ આપી. તેના ઘરમાં તેમ જ ખેતરમાં જે કંઈ હતું તે બધામાં પ્રભુએ આશિષ આપી.


પછી યોસેફે કહ્યું, “અહીં મારી નજીક આવો.” તેઓ તેની નજીક ગયા એટલે તેણે કહ્યું, “હું યોસેફ, તમારો ભાઈ, જેને તમે ઇજિપ્તમાં વેચી દીધો હતો તે જ છું. તો હવે ગભરાશો નહિ.


પરંતુ પોતાના લોકને બચાવવા માટે તેમણે ગુલામ તરીકે વેચાઈ ગયેલા યોસેફને તેમની પહેલાં ઇજિપ્તમાં મોકલ્યો.


તેથી બીશ નહિ, હું તારી સાથે છું. હું તારો ઈશ્વર છું; તું કશાથી ગભરાઈશ નહિ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. હું તને મારા વિજયવંત જમણા હાથના બાહુબળથી ધરી રાખીશ.


તું ઊંડા પાણીમાં થઈને પસાર થઈશ ત્યારે હું તારી સાથે રહીશ; તું નદીઓમાં થઈને ચાલીશ ત્યારે તેનાં પાણી તારા પર ફરી વળશે નહિ, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને ઊની આંચ લાગશે નહિ અને જ્વાળાઓ તને સળગાવી શકશે નહિ.


તેમ છતાં હે ઝરુબ્બાબેલ, તું હિંમતવાન થા. હે પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ, તું પણ હિંમતવાન થા. હે દેશના સઘળા લોકો, તમે પણ હિંમત રાખો. ક્મે લાગી જાઓ, કારણ, હું સર્વસમર્થ પ્રભુ તમારી સાથે છું.


તેને ખબર હતી કે અધિકારીઓ ઈર્ષાને લીધે જ ઈસુને પકડી લાવ્યા હતા.


પ્રેમ ધીરજવાન અને માયાળુ છે, પ્રેમ ઈર્ષાળુ, બડાઈખોર કે અભિમાની નથી.


Lean sinn:

Sanasan


Sanasan