Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 7:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પછી કરારના ચિહ્ન તરીકે ઈશ્વરે અબ્રાહામને સુન્‍નતનો વિધિ ઠરાવી આપ્યો. તેથી ઇસ્હાકના જન્મ પછી આઠમે દિવસે અબ્રાહામે તેની સુન્‍નત કરી. ઇસ્હાક યાકોબનો પિતા અને યાકોબ બારે કુળના મૂળ પૂર્વજોનો પિતા હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેમણે તેને સુન્‍નતનો કરાર ઠરાવી આપ્યો, ત્યાર પછી [ઇબ્રાહિમથી] ઇસહાક થયો, અને તેણે આઠમે દિવસે તેની સુન્‍નત કરી, પછી ઇસહાકથી યાકૂબ થયો, અને યાકૂબથી બાર પૂર્વજો થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પરમેશ્વરે તેને સુન્નતનો કરાર ઠરાવી આપ્યો; ત્યાર પછી ઇબ્રાહિમથી ઇસહાક થયો, તેણે આઠમે દિવસે તેની સુન્નત કરી; પછી ઇસહાકથી યાકૂબ થયો, અને યાકૂબથી બાર પૂર્વજો થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 “દેવે ઈબ્રાહિમ સાથે કરાર કર્યો; આ કરારની નિશાની સુન્નત હતી. અને તેથી જ્યારે ઈબ્રાહિમને પુત્ર થયો ત્યારે તે આઠ દિવસનો થતાં જ તેણે તેની સુન્નત કરી. તેના પુત્રનું નામ ઈસહાક હતું. ઇસહાકે પણ યાકૂબની સુન્નત કરી. અને યાકૂબે તેના પુત્રો માટે એમ જ કર્યુ. આ પુત્રો આગળ જતાં બાર પૂર્વજો થયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 7:8
20 Iomraidhean Croise  

પ્રભુએ જોયું કે લેઆહ અણમાનીતી છે ત્યારે તેમણે તેને સંતાન આપ્યાં, પણ રાહેલ નિ:સંતાન રહી.


બિલ્હા ગર્ભવતી થઈ અને તેણે યાકોબથી એક પુત્રને જન્મ આપ્યો.


પછી તેઓ બેથેલથી નીકળ્યા અને એફ્રાથથી હજી થોડે દૂર હતા એવામાં રાહેલને પ્રસવપીડા ઊપડી અને જન્મ આપતાં તેને ઘણું કષ્ટ થયું.


જીવ જતાં જતાં તેણે તેનું નામ બેનોની (કષ્ટનો પુત્ર) પાડયું અને તે મૃત્યુ પામી, પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન (જમણા હાથનો પુત્ર) પાડયું.


અબ્રાહામના પુત્ર ઇસ્હાકને બે પુત્રો હતા - એસાવ અને ઇઝરાયલ.


અબ્રાહામ ઇસ્હાકનો પિતા હતો. ઇસ્હાક યાકોબનો પિતા હતો. યાકોબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો.


મોશેએ તમારા પુત્રોની સુન્‍નત કરવાની આજ્ઞા તમને આપી તેથી તમે વિશ્રામવારે સુન્‍નત કરો છો. જો કે એ વિધિ મોશેએ નહિ, પરંતુ તમારા પૂર્વજોએ શરૂ કર્યો હતો.


“ભાઈઓ, આપણા પૂર્વજ દાવિદ વિષે મારે તમને સ્પષ્ટ કહેવું જોઈએ. તે મૃત્યુ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો, અને આજ દિન સુધી તેની કબર અહીં આપણે ત્યાં છે.


આ બનાવ ક્યારે બન્યો? તેણે સુન્‍નત કરાવી તે પછી કે તે પહેલાં? સુન્‍નત કરાવ્યા પછી નહિ, પણ તે પહેલાં.


ભાઈઓ, તો હું વ્યાવહારિક ઉદાહરણ આપું: જ્યારે બે વ્યક્તિ કોઈ બાબત સંબંધી સંમત થાય અને કરારનામા પર સહી કરે, ત્યાર પછી કોઈ તેને તોડી શકતું નથી કે તેમાં ઉમેરો કરી શકતું નથી.


મારો કહેવાનો અર્થ આ છે: ઈશ્વરે એક કરાર કર્યો અને તે પાળવાનું વરદાન આપ્યું. હવે ચારસો ત્રીસ વર્ષ પછી આવેલું નિયમશાસ્ત્ર ઈશ્વરના એ કરારને તોડી શકે નહિ કે તેમના વરદાનને રદબાતલ કરી શકે નહિ.


મેલ્ખીસેદેક કેટલો મહાન હતો તે લક્ષમાં લો! આદિપિતા અબ્રાહામે યુદ્ધમાંથી મળેલી લૂંટનો દશમો ભાગ તેને આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan