Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 7:44 - પવિત્ર બાઇબલ C.L.

44 “આપણા પૂર્વજો પાસે રણપ્રદેશમાં ઈશ્વરની હાજરી સૂચક મંડપ હતો. ઈશ્વરે મોશેને કહ્યા પ્રમાણે અને તેને બતાવવામાં આવેલા નમૂના પ્રમાણે એ મંડપ બનાવેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 જેણે મૂસાને કહ્યું, ‘જે નમૂનો તેં જોયો છે તે પ્રમાણે તારે સાક્ષ્યમંડપ બનાવવો, તેમના ઠરાવ મુજબ અરણ્યમાં આપણા પૂર્વજોની પાસે [તે સાક્ષ્યમંડપ] હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 જેમણે મૂસાને કહ્યું કે, જે નમૂનો તેં નિહાળ્યો છે તે પ્રમાણે તારે સાક્ષ્યમંડપ બનાવવો, તેમના ઠરાવ મુજબ અરણ્યમાં આપણા પૂર્વજોની પાસે તે સાક્ષ્યમંડપ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 “અરણ્યમાં તે પવિત્ર મંડપ આપણા પૂર્વજોની પાસે હતો. દેવે મૂસાને આ મંડપ કેવી રીતે બનાવવો તે કહ્યું. દેવે જે યોજના બનાવી હતી તે પ્રમાણે તેણે તે બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 7:44
17 Iomraidhean Croise  

પછી દાવિદે શલોમોનને મંદિરનો, એટલે તેની પરસાળનો, તેનાં મકાનોનો, તેના ભંડારોનો, તેના ઉપલા માળનો, તેની અંદરની ઓરડીઓનો અને દયાસન રાખવાના પરમપવિત્રસ્થાનનો નકશો આપ્યો.


દાવિદ રાજાએ કહ્યું, “પ્રભુએ પોતે આપેલી સૂચનાઓ પ્રમાણે લખવામાં આવેલ લેખમાં એ બધું જણાવેલ છે.”


તેથી તેમના આગેવાન યજ્ઞકાર યહોયાદાને બોલાવીને કહ્યું, “પ્રભુના સાક્ષ્યમંડપની જાળવણી માટે લેવીઓ પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલના જનસમુદાય માટે નિયત કરેલો કર યહૂદિયા અને યરુશાલેમના લોકો પાસેથી ઉઘરાવવા ગયા નથી તેનું તમે ધ્યાન કેમ નથી રાખ્યું?”


મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો હતો તે પ્રમાણે જ એ બધું બનાવવામાં આવે તેની કાળજી રાખવી.


મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો તે જ પ્રમાણે મંડપ ઊભો કરવાનો છે.


વેદી પાટિયાંની બનાવવી અને તેને પોલાણવાળી રાખવી. મેં તને પર્વત પર જે નમૂનો બતાવ્યો તે પ્રમાણે જ એ બનાવવી.


સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ જ્યાં રાખવામાં આવી હતી તે મુલાકાતમંડપમાં વપરાયેલ ધાતુઓના પ્રમાણની આ નોંધ છે. એ તૈયાર કરવા માટે મોશેએ આજ્ઞા આપી હતી. આરોન યજ્ઞકારના પુત્ર ઈથામારની દોરવણી નીચે લેવી પુત્રોએ આ નોંધ તૈયાર કરી હતી.


ઇજિપ્તમાંથી નીકળ્યાને બીજા વર્ષના બીજા મહિનાના વીસમા દિવસે સાક્ષ્યમંડપ ઉપરથી વાદળ હટી ગયું.


લેવીવંશના તારા જાતભાઈઓ સાક્ષીના મંડપની સેવામાં સહાય કરવા તારી તથા તારા પુત્રોની સાથે જોડાય.


સાક્ષ્યમંડપ, એટલે મુલાકાતમંડપ ઊભો કરવામાં આવ્યો તે દિવસે વાદળે આવીને તેને ઢાંકી દીધો. રાત્રિને સમયે સવાર સુધી તે વાદળ અગ્નિરૂપ લાગતું હતું.


તે માણસ નહિ, પણ પ્રભુ દ્વારા ઊભા કરાયેલા એવા સાચા મંડપના, પ્રમુખ યજ્ઞકાર તરીકે પરમ પવિત્રસ્થાનમાં સેવા કરે છે.


યજ્ઞકાર તરીકે તેઓ જે કાર્ય કરે છે, તે તો માત્ર સ્વર્ગીય મંડપનો નમૂનો અને પ્રતિછાયા છે. મોશેના સંબંધમાં પણ એવું જ હતું. જ્યારે તે મંડપ બનાવવાની શરૂઆત કરવાનો હતો ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “પર્વત પર તને જે નમૂનો બતાવવામાં આવ્યો તે જ પ્રમાણે બધું કરવાની ચોક્સાઈ રાખજે.”


ઇઝરાયલીઓનો આખો સમાજ શીલોમાં એકત્ર થયો અને ત્યાં તેમણે મુલાકાતમંડપ ઊભો કર્યો. આમ તો આખો દેશ તેમના તાબામાં આવી ગયો હતો;


હવે એ તો કાપણીનો સમય હતો કે જ્યારે યર્દનમાં ભારે પૂર આવ્યું હતું. લોકો પોતાની છાવણી ઉપાડીને યર્દન પાર ઊતરવા નીકળી આવ્યા એટલે યજ્ઞકારો કરારપેટી ઊંચકીને તેમની આગળ ગયા. યજ્ઞકારો નદીએ પહોંચ્યા અને જેવા તેમણે પાણીમાં પોતાના પગ મૂક્યા કે,


Lean sinn:

Sanasan


Sanasan