પ્રે.કૃ. 7:41 - પવિત્ર બાઇબલ C.L.41 તે જ વખતે તેમણે વાછરડાના આકારની મૂર્તિ બનાવી, તેને બલિદાનો અર્પ્યાં અને એ બનાવેલી મૂર્તિની ઉજવણી અર્થે મિજબાની કરી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 તે દિવસોમાં તેઓએ [સોનાનું] વાછરડું બનાવ્યું, અને તે મૂર્તિને બલિદાન આપ્યું, અને પોતાના હાથની કૃતિમાં હર્ષ પામ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 તે દિવસોમાં તેઓએ સોનાનું વાછરડું બનાવ્યું, અને મૂર્તિને તેનું બલિદાન ચઢાવ્યું, અને પોતાના હાથની કૃતિમાં તેઓ હર્ષ પામ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ41 તેથી લોકોએ એક મૂર્તિ બનાવી જે વાછરડાં જેવી હતા. પછી તેઓએ મૂર્તિને તેનું બલિદાન આપ્યું. લોકો ઘણા ખુશ હતા કારણ કે તેણે જે બનાવ્યું હતું તે પોતાના હાથે બનાવ્યું હતું! Faic an caibideil |
પ્રભુ કહે છે, “જ્યારે મેં ઇઝરાયલને પ્રથમ શોધી કાઢયો ત્યારે તે જંગલી દ્રાક્ષ જેવો હતો. અને જ્યારે મેં તમારા પૂર્વજોને પ્રથમ જોયા ત્યારે મેં તેમને ઋતુનાં પ્રથમ પાકા અંજીર જેવા જોયા. પણ તેઓ પેઓરના પર્વત પાસે આવ્યા ત્યારે તેમણે બઆલની પૂજા શરૂ કરી અને થોડા જ સમયમાં તેઓ તેમના આરાધ્ય દેવતાઓના જેવા ધૃણાપાત્ર બની ગયા.