Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 7:39 - પવિત્ર બાઇબલ C.L.

39 “પણ આપણા પૂર્વજોએ તેને આધીન થવાનો નકાર કર્યો; તેમણે તેની ઉપેક્ષા કરીને ઇજિપ્તમાં પાછા જવાની ઇચ્છા રાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 આપણા પૂર્વજોએ તેની આજ્ઞાઓ પાળવાનું ઇચ્છયું નહિ, પણ પોતાની પાસેથી તેને હડસેલી મૂક્યો, અને પાછા મિસર જવાને મનમાં આતુર થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 આપણા પૂર્વજોએ તેને આધીન થવાને ઇચ્છ્યું નહિ, પણ પોતાની પાસેથી તેને હડસેલી મૂક્યો, અને તેઓ પાછા મિસર જવાને મનમાં આતુર થયા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 “પણ આપણા પૂર્વજો મૂસાને તાબે ન થયા. તેઓએ તેનો અસ્વીકાર કર્યો. તેઓએ ફરીથી મિસર પાછા જવા વિચાર્યુ.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 7:39
15 Iomraidhean Croise  

પછી શલોમોને અબ્યાથારને પ્રભુની સમક્ષ યજ્ઞકાર તરીકેની તેની સેવામાંથી તેને કાઢી મૂક્યો. એમ યજ્ઞકાર એલી તથા તેના વંશજો વિષે પ્રભુએ શીલોમાં જે કહ્યું હતું તે પૂરું થયું.


લોકોએ પડાવમાં મોશેની તથા પ્રભુના સમર્પિત સેવક આરોનની અદેખાઈ કરી;


ઇઝરાયલીઓએ તેમને કહ્યું, “પ્રભુએ અમને ઇજિપ્તમાં જ મારી નાખ્યા હોત તો સારું થાત. ત્યાં અમે માંસનાં હાલ્લાં પાસે બેસીને ધરાઈને ખોરાક ખાત; પરંતુ તમે તો અમને આ રણપ્રદેશમાં ભૂખે મારવા લઈ આવ્યા છો.”


પરંતુ લોકોને ખૂબ તરસ લાગી હતી. તેથી તેમણે તેમની કચકચ ચાલુ રાખી. તેમણે મોશેને કહ્યું, “તું શા માટે અમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો? તું શા માટે અમને, અમારાં સંતાનોને અને અમારાં ઢોરઢાંકને અહીં તરસે મારી નાખવા લાવ્યો છે?”


અમને યાદ આવે છે કે ઇજિપ્તમાં તો મફતમાં માછલી ખાવા મળતી હતી અને કાકડી, તડબૂચ, પ્યાજ, ડુંગળી અને લસણ પણ મળતા હતાં.


તેમણે મોશે અને ઈશ્વર વિરૂદ્ધ ફરિયાદ કરી, “આ વેરાન રણપ્રદેશમાં અમે માર્યા જઈએ માટે તમે અમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો? અહીં તો નથી પીવાને પાણી કે ખાવાને અન્‍ન! આ હલકા ખોરાકથી અમે કંટાળ્યા છીએ!”


પણ જે લડી રહ્યો હતો તેણે મોશેને બાજુએ ધકેલી દઈને કહ્યું, ‘અમારી પર તને કોણે આગેવાન કે ન્યાયાધીશ ઠરાવ્યો છે?


ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ બોલનારના કાબૂમાં રહેવી જોઈએ.


ગિલ્યાદથી તેની પત્નીને પણ પુત્રો થયા હતા. એ પુત્રો જ્યારે મોટા થયા ત્યારે તેમણે યફતાને ઘરમાંથી કાઢી મૂક્યો. તેમણે તેને કહ્યું, “તને અમારા પિતાના વારસામાંથી કંઈ મળશે નહિ; તું તો બીજી સ્ત્રીનો પુત્ર છે.”


Lean sinn:

Sanasan


Sanasan