Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 7:34 - પવિત્ર બાઇબલ C.L.

34 ઇજિપ્તમાં રહેતા મારા લોકો પર પડતું પારાવાર દુ:ખ મેં જોયું તથા સાંભળ્યું છે. મેં તેમના નિસાસા સાંભળ્યા છે, અને હું તેમને બચાવવા નીચે ઊતરી આવ્યો છું. તો ચાલ, હું હવે તને ઇજિપ્તમાં મોકલીશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 મિસરમાં જે મારા લોકો છે તેઓનું દુ:ખ મેં નિશ્ચે જોયું છે, તેઓના નિ:સાસા મેં સાંભળ્યાં છે, અને તેઓને છોડાવવા હું ઊતર્યો છું; હવે ચાલ, હું તને મિસરમાં મોકલીશ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 મિસરમાં જે મારા લોક છે તેઓનું દુઃખ મેં નિશ્ચે જોયું છે, તેઓના નિસાસા મેં સાંભળ્યાં છે, અને તેઓને છોડાવવાં હું ઊતર્યો છું; હવે ચાલ, હું તને મિસરમાં મોકલીશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 મેં મારા લોકોને મિસરમાં દુ:ખ સહન કરતાં જોયા છે. મેં તેઓના નિસાસા સાંભળ્યા છે. તેઓને મુક્ત કરવા હું નીચે ઊતર્યો છું. હવે ચાલ, મૂસા હું તને મિસરમાં પાછો મોકલું છું.’

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 7:34
21 Iomraidhean Croise  

માણસોના પુત્રો આ જે શહેર અને બુરજ બાંધતા હતા તે જોવા પ્રભુ નીચે ઊતરી આવ્યા.


ચાલો, આપણે નીચે જઈને તેમની ભાષા ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા સમજે નહિ.”


એટલે હવે હું જઈને જોઈશ કે મારી પાસે પહોંચેલી ફરિયાદ પ્રમાણેનાં તેમનાં કામ છે કે કેમ. જો તેમનાં કામ એવાં નહિ હોય તો ય મને ખબર પડશે.”


અમારા પૂર્વજો ઈજિપ્તમાં જે દુ:ખ ભોગવતા હતા તે તમે જોયું; સુફ સમુદ્ર પાસે તમે તેમનો મદદ માટેનો પોકાર સાંભળ્યો.


પછી ઈશ્વરે પોતાના સેવક મોશેને તથા પોતાના પસંદ કરેલ આરોનને ઇજિપ્ત મોકલ્યા.


તો પણ ઈશ્વરે જ્યારે જ્યારે તેમનો વિલાપ સાંભળ્યો, ત્યારે ત્યારે તેમના સંકટ પ્રત્યે ધ્યાન આપ્યું.


હે પ્રભુ, તમારાં આકાશોને ફાડીને નીચે ઊતરી આવો; પર્વતોને સ્પર્શો કે તેમનામાંથી ધૂમાડો નીકળે.


ઇઝરાયલી લોકોને કહે જે કે ‘હું છું’ - એ મને તમારી પાસે મોકલ્યો છે.


ત્યારે લોકોને વિશ્વાસ બેઠો. તેમણે સાંભળ્યું કે પ્રભુએ ઇઝરાયલી લોકોની મુલાકાત લીધી છે અને તેમનાં દુ:ખ જોયાં છે, ત્યારે તેમણે માથાં નમાવીને ઈશ્વરનું ભજન કર્યું.


તમે આકાશો ફાડીને નીચે ઊતરી આવો તો કેવું સારું! કારણ, ત્યારે તો તમારા ઊતરવાથી પર્વતો કંપી ઊઠશે.


ઇઝરાયલના લોકોને ગુલામીના બંધનમાંથી મુક્ત કરવા અને તેમની સંભાળ લેવા પ્રભુએ પોતાના સંદેશવાહકને ઇજિપ્તમાં મોકલ્યો.


મેં તમને ગુલામીમાંથી મુક્ત કર્યા. તમને દોરવા માટે મેં મોશે, આરોન અને મિર્યામને મોકલ્યાં.


હું ત્યાં ઊતરી આવીશ અને તારી સાથે વાત કરીશ અને મારો જે આત્મા તારા પર છે તે હું તેમની સાથે વહેંચીશ અને પછી તેઓ લોકોનો બોજ ઉપાડવામાં તારી મદદ કરશે અને તારે એકલાએ સમગ્ર જવાબદારી ઉપાડવાની રહેશે નહિ.


સ્વર્ગમાં જ જેનો વાસ છે અને જે સ્વર્ગમાંથી ઊતરી આવેલ છે તે માનવપુત્ર સિવાય સ્વર્ગમાં કોઈ ચઢયું નથી.”


કારણ, મારી ઇચ્છા પ્રમાણે કરવાને નહિ, પરંતુ મને મોકલનારની ઇચ્છા પૂરી કરવાને હું આકાશમાંથી ઊતર્યો છું.


પ્રભુ જ્યારે જ્યારે ઇઝરાયલ માટે ન્યાયાધીશ ઊભો કરે ત્યારે પ્રભુ તે ન્યાયાધીશની સાથે રહેતા અને એ ન્યાયાધીશના જીવતાં સુધી પ્રભુ તેમનો તેમના શત્રુઓથી બચાવ કરતા. પ્રભુને તેમના પર દયા આવતી; કારણ, તેઓ તેમના શત્રુઓ તરફનાં દુ:ખ અને જુલમને કારણે નિસાસા નાખતા.


Lean sinn:

Sanasan


Sanasan