Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 7:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેમણે તેને સર્વ સંકટોમાંથી સહીસલામત પાર ઉતાર્યો. યોસેફ ઇજિપ્તના રાજા ફેરો આગળ રજૂ થયો ત્યારે ઈશ્વરે તેને પ્રસન્‍ન વર્તણૂક તથા જ્ઞાન આપ્યાં. ફેરોએ યોસેફને તેના દેશનો તથા રાજકુટુંબનો મુખ્ય અધિકારી બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેમણે તેનાં સર્વ સંકટોમાંથી તેને છોડાવ્યો, અને તેને એવી બુદ્ધિ આપી કે મિસરનો રાજા ફારુન તેના પર પ્રસન્‍ન થયો. તેણે તેને મિસર પર તથા પોતાના આખા મહેલ પર અધિકારી નીમ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેમણે તેનાં સર્વ સંકટોમાંથી તેને છોડાવ્યો અને મિસરના રાજા ફારુનની સમક્ષ તેને વિદ્વતા તથા કૃપા આપી. પછી ફારુને તેને મિસર પર તથા પોતાના સમગ્ર પરિવાર પર અધિકારી ઠરાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 યૂસફને ત્યાં ઘણી મુશ્કેલીઓ હતી. પણ દેવે તેને તે બધી મુશ્કેલીઓમાંથી બચાવ્યો. ફારુંન મિસરનો રાજા હતો. તેને યૂસફ ગમતો અને તેને માન આપતો કારણ કે દેવે યૂસફને ડહાપણ આપ્યું. ફારુંને યૂસફને મિસરનો અધિકાર બનાવી જવાબદારી સોંપી. અને ફારુંનના મહેલના તમામ લોકો પર શાસન કરવાની જવાબદારી સોંપી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 7:10
19 Iomraidhean Croise  

પણ પ્રભુ યોસેફની સાથે હતા અને તેના પ્રત્યે માયાળુ હતા. તેથી જેલનો અધિકારી તેના પર પ્રસન્‍ન હતો.


યોસેફ ઇજિપ્ત દેશનો અધિપતિ હતો અને તે જ દુનિયાના સર્વ લોકોને અનાજ વેચાતું આપતો હતો. તેથી યોસેફના ભાઈઓ આવ્યા અને ભૂમિ સુધી પોતાનાં માથાં નમાવીને તેને પ્રણામ કર્યા.


યહૂદા યોસેફ પાસે ગયો અને કહ્યું, “સાહેબ, મહેરબાની કરીને મને તમારી સાથે થોડીક અંગત વાત કરવા દો. મારા પર ગુસ્સે થશો નહિ, તમે તો ફેરો સમાન છો.


તે આ છોકરાઓને આશિષ આપો. વળી, તેઓ મારે નામે તથા મારા પિતૃઓ અબ્રાહામ અને ઇસ્હાકને નામે ઓળખાઓ અને પૃથ્વી પર તેમનો વંશ પુષ્કળ વૃદ્ધિ પામો.”


તેમનાં પાપ અને તમારી વિરુદ્ધના તેમના બંડની ક્ષમા બક્ષજો, અને તેમને કેદી બનાવી જનાર શત્રુઓ તેમના પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વર્તે એવું થવા દેજો.


તે પીડિતની અવગણના કરતા નથી, અને તેનાં દુ:ખોને લીધે તેને ધૂત્કારતા નથી; તે પોતાનું મુખ તેનાથી છુપાવતા નથી, પરંતુ મદદ માટેનો તેનો પોકાર સાંભળે છે.


પ્રભુ તેમની સહાય કરે છે અને તેમને ઉગારે છે, તે દુષ્ટોથી તેમને ઉગારીને તેમનાથી તેમને મુક્ત કરે છે; કારણ, તેઓ પ્રભુનો આશ્રય લે છે.


જ્યારે કોઈ માણસના સદાચરણથી પ્રભુ પ્રસન્‍ન થાય, ત્યારે તે તેના શત્રુઓને પણ મિત્રોમાં ફેરવી નાખે છે.


કારણ, પ્રભુ જ જ્ઞાન બક્ષે છે, અને તેમના મુખમાંથી વિદ્યા અને વિવેકબુદ્ધિ નીકળે છે.


આમ કરવાથી તું ઈશ્વરની અને માણસોની દષ્ટિમાં સદ્ભાવ અને સંમતિ પ્રાપ્ત કરીશ.


તેને કંઈ ઈજા પહોંચાડશો નહિ, પણ તેની મરજી પ્રમાણે તેને માટે વ્યવસ્થા કરો.”


ખરેખર, હું સિંહના મુખમાંથી બચી ગયો. પ્રભુ મને સર્વ દુષ્ટતાથી બચાવશે તથા તેમના સ્વર્ગીય રાજમાં સહીસલામત લઈ જશે. તેમનો સદાસર્વકાળ મહિમા હો! આમીન.


આપણે તેમને ધન્ય કહીએ છીએ, કારણ, તેમણે સહન કર્યું હતું. તમે યોબની ધીરજ વિષે સાંભળ્યું છે અને અંતમાં પ્રભુએ પોતાનો ઇરાદો કેવી રીતે પૂર્ણ કર્યો તે તમે જાણો છો. કારણ, પ્રભુ દયા અને કરુણાથી ભરપૂર છે.


મેં જવાબ આપ્યો, “મહાશય, તમે તે જાણો છો.” તેણે મને કહ્યું, “એ લોકો તો ભારે સતાવણીમાં પસાર થઈને આવેલા છે અને તેમણે પોતાનાં વસ્ત્રો હલવાનના રક્તમાં ધોઈને ઊજળાં કર્યાં છે.


Lean sinn:

Sanasan


Sanasan