Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 6:10 - પવિત્ર બાઇબલ C.L.

10 પણ પવિત્ર આત્માએ સ્તેફનને એવું જ્ઞાન આપ્યું કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પણ તે એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પણ સ્તેફન એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પરંતુ સ્તેફન આત્માની પ્રેરણાથી જ્ઞાન સાથે બોલતો. તેના શબ્દો એટલા મક્કમ હતા કે યહૂદિઓ તેની સાથે દલીલો કરી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 6:10
18 Iomraidhean Croise  

મારામાં શબ્દોનો ઊભરો ચડયો છે; જાણે મારું પેટ ફૂલીને ડમડોલ થઈ ગયું છે.


પરંતુ ઈશ્વરનો આત્મા માણસમાં જ્ઞાન પ્રેરે છે, અને સર્વસમર્થનો શ્વાસ તેને સમજણ આપે છે.


તો જા, હું તને બોલવામાં મદદ કરીશ અને તારે શું કહેવું તે તને શીખવીશ.”


તેથી તારી વિરુદ્ધ વાપરવા ઘડેલું કોઈપણ હથિયાર સાર્થક થશે નહિ. ન્યાય તોળતી વખતે તારી વિરુદ્ધ કરવામાં આવેલા કોઈપણ આક્ષેપોને તું જુઠ્ઠા પુરવાર કરીશ. એ જ મારા તરફથી મારા સેવકોને મળતો વારસો છે; હું જ તેમના બચાવપક્ષે છું,” એવું પ્રભુ કહે છે.


તો આ લોકો માટે હું તને તાંબાની અભેદ્ય દીવાલ જેવો બનાવીશ. તેઓ ભલે તારા પર આક્રમણ કરે પણ તેઓ તને હરાવી શકશે નહિ, કારણ, તને મદદ કરવાને તથા ઉગારી લેવાને, હું તારી સાથે છું. હું પ્રભુ આ બોલું છું.


પછી જ્યારે હું તારી સાથે વાત કરીશ ત્યારે હું તને ફરી બોલતો કરીશ. તું તેમને કહેજે કે આ તો પ્રભુ પરમેશ્વરની વાણી છે. જેને સાંભળવું હોય તે સાંભળે અને જેને ન સાંભળવું હોય તે ન સાંભળે, કારણ, તેઓ બંડખોર પ્રજા છે.


પરંતુ ઇઝરાયલના લોકોને તેમનાં પાપ કહી દેખાડવા માટે પ્રભુનો આત્મા મને સામર્થ્ય, વિવેકબુદ્ધિ અને હિંમતથી ભરપૂર કરે છે.


તે સંદેશવાહક એલિયાના જેવા જુસ્સામાં અને સામર્થ્યમાં પ્રભુની આગળ જશે. તે પિતાઓનાં મન પુત્રો તરફ વાળશે, બંડખોરોને ઈશ્વરના માર્ગ તરફ વાળશે અને ઈશ્વરને માટે બધી રીતે લાયક એવી એક પ્રજાને તૈયાર કરશે.”


કારણ, હું તમને એવા શબ્દો અને ડહાપણ આપીશ કે તમારા શત્રુઓમાંનો કોઈ તમે જે કંઈ કહેશો તેનો વિરોધ કે નકાર કરી શકશે નહિ.


સંરક્ષકોએ જવાબ આપ્યો, “આ માણસના જેવું કદી કોઈ બોલ્યું નથી!”


પણ જો તે ઈશ્વરયોજિત હશે તો તેમને કદી હરાવી શકાશે નહિ. કદાચ, તમે ઈશ્વર વિરુદ્ધ લડનારા બનો.” ન્યાયસભાએ ગમાલીએલની સલાહ માની.


તેથી “અમે તેને મોશે અને ઈશ્વર વિરુદ્ધ બોલતો સાંભળ્યો છે,” એવું કહેવા તેમણે કેટલાક માણસોને લાંચ આપી.


પણ તેમાં “મુક્તજનોના ભજનસ્થાન” તરીકે ઓળખાતા ભજનસ્થાનના સભ્યો હતા; જેમાં કુરેની, એલેકઝાન્ડ્રિયા તેમજ કીલિકીયા અને આસિયામાંથી આવેલા યહૂદીઓ હતા. તેમણે સ્તેફન સાથે વાદવિવાદ કર્યો.


“ઓ હઠીલાઓ, ઓ નાસ્તિકો, ઈશ્વરનો સંદેશો સાંભળવામાં તમે કેવા બહેરા છો? તમે તમારા પૂર્વજોના જેવા છો; તમે પણ હંમેશાં પવિત્ર આત્માનો વિરોધ કરતા રહ્યા છો.


મેં મારું શિક્ષણ તથા સંદેશ માનવી જ્ઞાનની આકર્ષક ભાષામાં આપ્યાં ન હતાં, પણ પવિત્ર આત્માના સામર્થ્યના પ્રકટીકરણ દ્વારા જણાવ્યાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan