Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 5:41 - પવિત્ર બાઇબલ C.L.

41 ઈસુના નામને લીધે અપમાન સહન કરવા માટે ઈશ્વરે તેમને યોગ્ય ગણ્યા એવા આનંદ સાથે પ્રેષિતો ન્યાયસભામાંથી જતા રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 તેઓ તે નામને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા, તેથી હરખાતા હરખાતા તેઓ સભામાંથી ચાલ્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 તેઓ તે નામને લીધે અપમાન પામવા યોગ્ય ગણાયા, તેથી તેઓ આનંદ કરતા સભામાંથી ચાલ્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

41 પ્રેરિતો સભા છોડી જતા રહ્યાં. પ્રેરિતો ખુશ હતા કારણ કે ઈસુના નામને લીધે તેઓ અપમાન સહન કરવાને પાત્ર ઠર્યા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 5:41
18 Iomraidhean Croise  

“સાચું શું છે તે જાણનારા અને હૃદયમાં મારું શિક્ષણ જાળવી રાખનારા, તમે મારું સાંભળો. લોકોની નિંદાથી બીશો નહિ કે તેમનાં મહેણાંટોણાથી ગભરાશો નહિ.


હું પ્રભુમાં અતિશય આનંદ કરીશ અને મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કારણ, જેમ વર યજ્ઞકારની માફક માથે પાઘડી પહેરી પોતાને શોભાયમાન કરે અને કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તેમણે મને ઉદ્ધારનાં વસ્ત્ર પહેરાવ્યાં છે અને મને ન્યાયદત્ત છુટકારાનો ઝભ્ભો ઓઢાડયો છે.


મારા સેવકો મનના ઉમળકાથી ગાશે, પણ તમે દયની વેદનાથી પોકાર કરશો અને ભંગિત દયે વિલાપ કરશો.


તો હવે પ્રભુના સંદેશથી ધ્રૂજનારા, તમે તેમનો સંદેશ સાંભળો: “તમારો તિરસ્કાર અને બહિષ્કાર કરનાર તમારા જાતભાઈઓ તમારે વિષે આવું કહે છે: ‘પ્રભુ પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમને આનંદિત થયેલા જોઈએ.’ પણ તેઓ પોતે જ લજવાશે.”


“માનવપુત્રને લીધે માણસો તમારો તિરસ્કાર કરે, તમારો બહિષ્કાર કરે, તમારું અપમાન કરે અને તમને દુષ્ટ કહે ત્યારે તમને ધન્ય છે.


તમે મારા છો એને લીધે તેઓ તમારી સાથે એ પ્રમાણે વર્તશે; કારણ, મને મોકલનારને તેઓ ઓળખતા નથી.


પણ તેણે જવાબ આપ્યો, “તમે આ શું કરો છો? રોકકળ કરીને મારું હૃદય કેમ ભાંગી નાખો છો? યરુશાલેમમાં માત્ર બંધાવાને જ નહિ, પણ પ્રભુ ઈસુને માટે મરવાને પણ હું તૈયાર છું.”


તેને આધીન થઈને પ્રેષિતો વહેલી સવારે મંદિરમાં જઈને શિક્ષણ આપવા લાગ્યા. પ્રમુખ યજ્ઞકાર અને તેના સાથીદારોએ ભેગા મળીને બધા યહૂદી આગેવાનોની આખી ન્યાયસભા બોલાવી. પછી તેમણે પ્રેષિતોને જેલમાંથી લાવીને પોતાની સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો.


તે દ્વારા આપણે ઈશ્વરના મહિમાના સહભાગી થવાની આશામાં પ્રફુલ્લિત થઈએ છીએ.


ખ્રિસ્તને લીધે હું નિર્બળતા, અપમાન, પરિશ્રમ, સતાવણીઓ અને મુશ્કેલીઓમાં સંતોષ માનું છું; કારણ, જ્યારે હું નિર્બળ છું, ત્યારે જ હું બળવાન છું.


માત્ર ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલું જ નહિ, પણ તેમને માટે દુ:ખ સહન કરવું એ માટે તમને આ કૃપા આપવામાં આવી છે.


કેદીઓનાં દુ:ખોમાં તમે ભાગીદાર બન્યા, અને જ્યારે તમારી મિલક્ત લૂંટવામાં આવી, ત્યારે એ ખોટ તમે હસતે મુખે સહન કરી. કારણ, તમે જાણતા હતા કે તમારે માટે વધુ સારી અને અક્ષય સંપત્તિ સ્વર્ગમાં છે.


જેમના પર આપણા વિશ્વાસનાં આરંભ અને તેની પરિપૂર્ણતા આધારિત છે તે ઈસુ પર આપણે આપણી દૃષ્ટિ સ્થિર રાખીએ. પોતાની સમક્ષ રહેલા આનંદને કારણે તેમણે ક્રૂસ પરનું નામોશીભર્યું મરણ સહન કર્યું, અને હાલમાં ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બિરાજેલા છે.


મારા ભાઈઓ, જ્યારે તમારા માર્ગમાં વિવિધ પ્રકારની ક્સોટીઓ આવે, ત્યારે તમે તેમાં આનંદ કરો.


કારણ, ખ્રિસ્તની સેવા કરવા માટે તેઓ મુસાફરી કરે છે અને અન્યધર્મીઓ પાસેથી તેમણે કોઈ મદદ લીધી નથી.


Lean sinn:

Sanasan


Sanasan