પ્રે.કૃ. 5:36 - પવિત્ર બાઇબલ C.L.36 કેટલાક સમય પહેલાં થ્યુદા નામનો એક માણસ થઈ ગયો. પોતે મહાન વ્યક્તિ છે એવો દાવો તેણે કર્યો હતો. લગભગ ચારસો માણસો તેની સાથે જોડાયા હતા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને તેના અનુયાયીઓ વેરવિખેર થઈ ગયા, એટલે તેની ચળવળ ખતમ થઈ ગઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 કેમ કે કેટલીક મુદત ઉપર થ્યુદાએ બળવો કરીને કહ્યું, ‘હું એક મહાન પુરુષ છું, ’ તેની સાથે આશરે ચારસો માણસ સામેલ થયા હતા, તે માર્યો ગયો, અને જેટલાએ તેનું માન્યું તેઓ સર્વ વિખેરાઈ જઈને નાશ પામ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 કેમ કે કેટલાક સમય પહેલાં થ્યુદાએ બળવો કરીને કહ્યું કે, હું એક મહાન વ્યક્તિ છું; તેની સાથે આશરે ચારસો માણસ સામેલ થયા હતા, તે માર્યા ગયા, અને જેટલાંએ તેનું માન્યું તેઓ સર્વ નાશ પામ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ36 યાદ કરો, જ્યારે થિયુદાસે બળવો કર્યો ત્યારે તેણે કહ્યું કે તે એક મહત્વનો માણસ હતો. આશરે 400 માણસો તેની સાથે જોડાયા. પણ તેને મારી નાખવામાં આવ્યો અને જે બધા તેને અનુસર્યા હતા તેઓ વેરવિખેર થઈને ભાગી ગયા. અને તેઓ કશું જ કરી શક્યા નહિ. Faic an caibideil |